આર્ટ ગેલેરી તા. 1 સપ્ટેમ્બર સુધી ખુલ્લું રહેશે
નીતા લીંબાચિયા, અમદાવાદ:
19 ઓગસ્ટ 2025:
માનવીની દૈનિક જીવનશૈલીને સહજતાથી દર્શાવતા વિવેક દેસાઈનાંફોટોગ્રાફી એક્ઝિબિશન- ‘લંબી કહાનીયાં’નો સત્ય આર્ટ ગેલેરી, નવજીવન ટ્રસ્ટમાં આરંભ થયો છે. આપ્રદર્શનમાં કુલ ૫૦ ફોટોગ્રાફસ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

આ ફોટોગ્રાફી એક્ઝિબિશન તા.1 સપ્ટેમ્બર,2025 સુધી બપોરે 12 થી રાત્રિનાં 9 કલાક દરમિયાન ખુલ્લું રહેશે.‘લંબી કહાનીયાં’ ફોટોગ્રાફી એક્ઝિબિશન અંગે માહિતી આપતા શ્રી વિવેક દેસાઈએ જણાવ્યું હતું કેઆજનાં ડિજીટલ ફોટોગ્રાફીનાં યુગ પહેલાનો યુગ ફિલ્મોનો હતો.

‘લંબી કહાનીયાં’ ફોટોગ્રાફીએક્ઝિબિશનની ખાસિયત એ છે કે તેમાં તમામ ફોટોગ્રાફસ ફિલ્મ ઉપર શુટ કરવામાં આવ્યા છે, જેમાંહેઝલબ્લેડ X પાનનાં 35 mm પેનોરેમિક કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કેમેરો 1998માંલોન્ચ કરવામાં આવ્યો હતો. આ કેમેરાની ખાસિયત તેની ડ્યુઅલ ફોર્મેટ ક્ષમતા છે. જેમાં સ્ટાન્ડર્ડ 35mm અને પેનોરેમિક ઇમેજિંગ એમ બંને શુટ કરી શકાય છે.

લેન્ડસ્કેપ્સ, સિટી સ્કેપ્સ અને અન્ય દ્રશ્યોમાટે આ ફોર્મેટ સચોટ રીતે માફક આવે છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2002 થી વર્ષ 2017 સુધી આ કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યોહતો. આજની નવી પેઢીને ફિલ્મનો ઉપયોગ કરીને ફોટોગ્રાફી કેવી રીતે થઈ શકે તેનું દ્રષ્ટાંત લંબીકહાનીયાં ફોટોગ્રાફી એક્ઝિબિશન પરથી મળી શકશે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #VivekDesai’s #PhotographyExhibition #LambiKahaaniyan #SatyaArtGallery #NavjivanTrust #photographs #ahmedabad
