અમદાવાદની જુઈ દેસાઈએ મોડેલિંગ અને બ્યુટી ક્વીન ક્ષેત્રે મેળવી અદ્ભુત સિદ્ધિઓ
નીતા લીંબાચિયા, અમદાવાદ:
04 ઓગસ્ટ 2025:
મોડેલિંગ અને સુંદરતાની દુનિયામાં અમદાવાદની જુઇ રોહિતભાઈ દેસાઈનું નામ આજે નવી ઊંચાઈઓ એ છે. 2009માં ‘મિસ એન્ડ મિસિસ નડિયાદ’ થી સફર શરૂ કરનાર જુઇએ ઘણા ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે અને પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે.
તાજેતરમાં જુઇ દેસાઈએ OMG સીઝન 3 જેવી જાણીતી સ્પર્ધામાં પોતાનું શાનદાર પ્રદર્શન આપ્યું હતું, જ્યાં તેમણે ટોપ 500 માંથી સફર શરૂ કરીને ટોપ100 સુધી પહોંચવાનો નોંધપાત્ર વિક્રમ હાંસલ કર્યો હતો.અને ઓએમજી સિઝન 3 ફેસ ઓફ ધ યર બન્યા હતાં..જે તેમના વધતા લોકપ્રિયતા અને પ્રતિભાનો પુરાવો છે.

વિશેષ કરીને, 2019માં જુઇએ “મિસ ગુજરાત એશિયા ઈન્ટરનેશનલ”નો ખિતાબ જીત્યો હતો. ત્યાર બાદ “મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલ કોસ્મોસ સીઝન 3” માં ત્રીજી રનર-અપ તરીકે પસંદ થવા ઉપરાંત “ડિવાલિશિયસ” સબટાઇટલ પણ જીત્યો હતો – આ સમગ્ર કાર્યક્રમ દુબઈ ખાતે આશીર્વાદ કન્સલ્ટન્ટ દ્વારા યોજાયો હતો. સફળતાની આ કડી ચાલુ રહી અને 2024માં જુઇને “બેસ્ટ મોડેલ ઓફ ધ યર” તરીકે નવાજવામાં આવી. તે ઉપરાંત 2025માં વૃંદાવન (મથુરા) ખાતે આયોજિત ફેશન ઇવેન્ટમાં “રૂનવે મોડેલ” એવોર્ડ જીત્યો અને તે જ વર્ષે વી.આર.પી. પ્રોડક્શન્સ દ્વારા યોજાયેલ “મિસ્ટર, મિસ અને મિસિસ ઇન્ડિયા એશિયા ઇન્ટરનેશનલ 2025” કાર્યક્રમમાં જુઇએ ટેલેન્ટ રાઉન્ડના જ્યુરી અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજરી આપી.
હમણાં તાજેતરમાં જુઇ ” મિસ્ટર, મિસ અને મિસિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ કોસ્મોસ સીઝન 5″ ના ટેલેન્ટ રાઉન્ડ તથા ગ્રાન્ડ ફિનાલે (પામ ગ્રીન રેસોર્ટ્સ, નવી દિલ્હીમાં યોજાયેલ) માં મુખ્ય જ્યુરી તરીકે નજરે આવી હતી. જુઇ દેસાઇએ કહ્યું કે, “મોડલ અને બ્યુટી ક્વીન બનવું મારું બાળપણનું સપનું હતું.” તેમને નૃત્ય, સંગીત અને આર્ટ એન્ડ ક્રીએટિવિટી પ્રત્યે ખુબ રસ છે. ખાસ કરીને તેઓ ફિલ્મી ગીતોમાં અભિનેત્રીઓ જેવી જ ડ્રેસિંગ સ્ટાઈલમાં રીક્રિએટ નૃત્ય કરવા પાછળ જોર આપે છે. ગુજરાતી ગર્વ બનીને આંતરરાષ્ટ્રીય મંચે પોતાની ઓળખ બનાવી રહેલી જુઇ દેસાઈ અનેક યુવાનાઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે.

મોડેલિંગ અને સુંદરતાની દુનિયામાં અમદાવાદની જુઇ રોહિતભાઈ દેસાઈનું નામ આજે નવી ઊંચાઈઓ એ છે. 2009માં ‘મિસ એન્ડ મિસિસ નડિયાદ’ થી સફર શરૂ કરનાર જુઇએ ઘણા ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે અને પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે.
તાજેતરમાં જુઇ દેસાઈએ OMG સીઝન 3 જેવી જાણીતી સ્પર્ધામાં પોતાનું શાનદાર પ્રદર્શન આપ્યું હતું, જ્યાં તેમણે ટોપ 500 માંથી સફર શરૂ કરીને ટોપ100 સુધી પહોંચવાનો નોંધપાત્ર વિક્રમ હાંસલ કર્યો હતો.અને ઓએમજી સિઝન 3 ફેસ ઓફ ધ યર બન્યા હતાં..જે તેમના વધતા લોકપ્રિયતા અને પ્રતિભાનો પુરાવો છે.
વિશેષ કરીને, 2019માં જુઇએ “મિસ ગુજરાત એશિયા ઈન્ટરનેશનલ”નો ખિતાબ જીત્યો હતો. ત્યાર બાદ “મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલ કોસ્મોસ સીઝન 3” માં ત્રીજી રનર-અપ તરીકે પસંદ થવા ઉપરાંત “ડિવાલિશિયસ” સબટાઇટલ પણ જીત્યો હતો – આ સમગ્ર કાર્યક્રમ દુબઈ ખાતે આશીર્વાદ કન્સલ્ટન્ટ દ્વારા યોજાયો હતો.
સફળતાની આ કડી ચાલુ રહી અને 2024માં જુઇને “બેસ્ટ મોડેલ ઓફ ધ યર” તરીકે નવાજવામાં આવી. તે ઉપરાંત 2025માં વૃંદાવન (મથુરા) ખાતે આયોજિત ફેશન ઇવેન્ટમાં “રૂનવે મોડેલ” એવોર્ડ જીત્યો અને તે જ વર્ષે વી.આર.પી. પ્રોડક્શન્સ દ્વારા યોજાયેલ “મિસ્ટર, મિસ અને મિસિસ ઇન્ડિયા એશિયા ઇન્ટરનેશનલ 2025” કાર્યક્રમમાં જુઇએ ટેલેન્ટ રાઉન્ડના જ્યુરી અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજરી આપી.
હમણાં તાજેતરમાં જુઇ ” મિસ્ટર, મિસ અને મિસિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ કોસ્મોસ સીઝન 5″ ના ટેલેન્ટ રાઉન્ડ તથા ગ્રાન્ડ ફિનાલે (પામ ગ્રીન રેસોર્ટ્સ, નવી દિલ્હીમાં યોજાયેલ) માં મુખ્ય જ્યુરી તરીકે નજરે આવી હતી.
જુઇ દેસાઇએ કહ્યું કે, “મોડલ અને બ્યુટી ક્વીન બનવું મારું બાળપણનું સપનું હતું.” તેમને નૃત્ય, સંગીત અને આર્ટ એન્ડ ક્રીએટિવિટી પ્રત્યે ખુબ રસ છે. ખાસ કરીને તેઓ ફિલ્મી ગીતોમાં અભિનેત્રીઓ જેવી જ ડ્રેસિંગ સ્ટાઈલમાં રીક્રિએટ નૃત્ય કરવા પાછળ જોર આપે છે.
ગુજરાતી ગર્વ બનીને આંતરરાષ્ટ્રીય મંચે પોતાની ઓળખ બનાવી રહેલી જુઇ દેસાઈ અનેક યુવાનાઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #JuiDesai #Modeling #BeautyQueen #Beauty #Miss &MrsNadiad #GujaratiFilms #BestModeloftheYear #RunwayModel #Award #Mr.Miss&MrsIndia #AsiaInternational2025 #TalentRound #Jury #GuestofHonor #InternationalCosmosSeason5 #TalentRound #grandfinale #gandhinagar #ahmedabad
