અમદાવાદમાં બે દિવસીય ‘હાઈ લાઈફ બ્રાઈડ્સ’ પ્રદર્શનનો ભવ્ય પ્રારંભ
નીતા લીંબાચિયા, અમદાવાદ:
18 ઓગસ્ટ 2025:
આગામી નવરાત્રી, પૂજા, લગ્નસરા અને તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને, ભારતની ટોચની પ્રદર્શન બ્રાન્ડ ‘હાઈ લાઈફ’ દ્વારા અમદાવાદમાં ‘હાઈ લાઈફ બ્રાઈડ્સ’ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસીય પ્રદર્શન 17મી ઓગસ્ટ, 2025 ના રોજ ધ ગ્રાન્ડ ભગવતી, અમદાવાદ ખાતે શરૂ થયું છે.

આ પ્રદર્શનમાં તહેવારો માટે શ્રેષ્ઠ અને ફેશનેબલ પોશાકો અને એસેસરીઝની વિશાળ શ્રેણી ઉપલબ્ધ છે. મુલાકાતીઓ અહીં લહેંગા, શરારા, સુટ્સ, સાડી, જ્વેલરી અને એસેસરીઝના ગ્લેમરસ કલેક્શનમાંથી પોતાની પસંદગી કરી શકે છે.

હાઈ લાઈફ પ્રદર્શનોના મુખ્ય આયોજક અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી એબી ડોમિનિકે જણાવ્યું હતું કે, ” સૌ ફેશન અને નવરાત્રી પ્રેમીઓ માટે અમારા તરફ થી ખુબ ખુબ અભિનંદન. અમને ફરી એકવાર અમદાવાદના ફેશન પ્રેમીઓને ભારતના સૌથી પ્રિય ફેશન પ્રદર્શનમાં આમંત્રિત કરતા આનંદ થાય છે. આ પ્રદર્શનમાં અમારા બ્રાઈડલ કાઉચર, જ્વેલરી અને એસેસરીઝમાં સ્ટાઈલ, ડિઝાઇન અને કારીગરીની ભવ્ય ઉજવણીમાં ભાગ લો. અહીં શરારા, લહેંગા, અનારકલી, ટ્યુનિક અને જેકેટ્સની અદ્ભુત શ્રેણીઓ રજૂ કરવામાં આવી છે, જે તમને આગામી ફેસ્ટિવ સિઝનમાં સ્ટાઇલિશ દેખાવ આપવા માટે તૈયાર છે.”
પ્રદર્શનના ઉદ્ઘાટન સમારોહમાં અમદાવાદના અનેક ફેશનિસ્ટા મહિલાઓ અને ફેશન ઇન્ફ્લુએન્સર્સને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમણે નવરાત્રીની ઉજવણી કરી હતી.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #HiLifeBridesExhibition #hilifebridesexhibition #TheGrandBhagwati #exhibition #Navratri #wedding #glamorous rangeofbridal wear #including lehengas #shararas, suits #sarees #jewelry #accessories #Mr.Aby Dominic #HiLife #fashion #design #event #stunning #collection #shararas #lehengas #anarkalis #tunics #womenfashionistas #fashioninfluencers #fashion #navratri #gandhinagar #ahmedabad
