ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને તા. 25મી ઑગસ્ટ, 2025ના રોજ અનેક પરિવર્તનાત્મક ઔદ્યોગિક અને ભૌતિક માળખાકીય પ્રોજેક્ટ્સનાં સફળ લોકાર્પણ માટે હ્રદયપૂર્વક અભિનંદન પાઠવે છે.
નીતા લીંબાચિયા, અમદાવાદ:
27 ઓગસ્ટ 2025:
માનનીય પ્રધાનમંત્રીશ્રીના દૂરંદેશી નેતૃત્વ હેઠળની આ યોજનાઓ ઉદ્યોગવૃદ્ધિને વેગ આપશે, રોજગારીની નવી તકોનું સર્જન કરશે, વેપાર-સ્પર્ધાત્મકતામાં વૃદ્ધિ કરશે અને અનેક ક્ષેત્રોમાં સતત વિકાસને પ્રોત્સાહન આપશે. ભારતના સર્વાંગી વિકાસ માટે માનનીય પ્રધાનમંત્રીશ્રીની અડગ પ્રતિબદ્ધતા અને વ્યુહાત્મક દૃષ્ટિકોણ બદલ GCCI તેમનો આભાર વ્યક્ત કરે છે

GCCI, સમગ્ર વ્યવસાયિક સમાજની તરફેથી, વિક્સિત ભારત અને આત્મનિર્ભર ભારતના માનનીય પ્રધાનમંત્રીશ્રીના દ્રષ્ટિકોણને સંપૂર્ણ સમર્થન અર્પે છે તેમજ સમાવેશક વૃદ્ધિ અને દીર્ઘકાલીન સમૃદ્ધિ આગળ વધારવા સરકાર સાથે ભાગીદારીમાં કાર્ય કરવાની પોતાની પ્રતિબદ્ધતા પુનઃવ્યક્ત કરે છે. પોતાના સંબોધનમાં માનનીય પ્રધાનમંત્રીશ્રીએ ગુજરાતની ધૈર્યપૂર્ણ યાત્રા, ઉદ્યોગ નેતૃત્વ સુધીના સફરના નિર્દેશન સાથે ડેરી, ગ્રીન એનરજી, પેટ્રોકેમિકલ, ફાર્માસ્યુટિકલ, સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રિક વાહન તથા ટેક્સટાઇલ જેવા મુખ્ય ક્ષેત્રોમાં રાજ્યની અગત્યની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો.

₹5,400 કરોડથી વધુના રોકાણ સાથેના આ પ્રોજેક્ટ્સમાં રેલવે, માર્ગ, વીજળી, આવાસ, ડિજિટલ ગવર્નન્સ અને સસ્ટેનેબલ મોબિલિટી જેવા અનેક ક્ષેત્રોનો સમાવેશ થાય છે. મહેસાણા-પાલનપુર રેલવે માર્ગનું ડબલિંગ અને કાળોલ-કડી-કટોસણ રોડ તથા બેચરાજી-રણુજ લાઈનોનું ગેજ કન્વર્ઝન પ્રાદેશિક કનેક્ટિવિટીમાં નોંધપાત્ર વધારો કરશે. માર્ગ વિભાગમાં અમદાવાદના એસ.પી. રિંગ રોડનું વિસ્તરણ અને અમદાવાદ-મહેસાણા-પાલનપુર કોરિડોરનું મજબૂતીકરણ મુસાફરી અને લોજિસ્ટિક્સને વધુ સુગમ બનાવશે. વીજળી ક્ષેત્રે અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગરમાં ₹1,000 કરોડથી વધુનું રોકાણ કરીને ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કને અપગ્રેડ કરવામાં આવ્યું છે, જેનાથી ઊર્જાનો પુરવઠો વધુ વિશ્વસનીય બનશે.

શહેરી વિકાસને મજબૂત બનાવવા માટે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1,449 આવાસોનું લોકાર્પણ કરાયું છે અને પાણી પુરવઠા તથા ગટર વ્યવસ્થામાં પણ સુધારાઓ કરવામાં આવ્યા છે. આ સાથે જ, સ્ટેટ લેવલ ડેટા સ્ટોરેજ સેન્ટર અને નવા સ્ટેમ્પ્સ એન્ડ રજિસ્ટ્રેશન ભવનનો શિલાન્યાસ ડિજિટલ ગવર્નન્સના ક્ષેત્રે એક મહત્ત્વપૂર્ણ પગલું છે. આ ઉપરાંત, મારુતિ સુઝુકી દ્વારા ઈ-VITARA પ્રોડક્શન લાઇનનું લોકાર્પણ ભારતના ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદન ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ છે.
GCCI માનનીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા જાહેર કરાયેલા GST સુધારાઓનું હાર્દિક સ્વાગત કરે છે. આ સુધારાઓ કર-પાલનને સરળ બનાવી MSMEs અને નિકાસકારોને રાહત આપશે. કર-સ્લેબનું તર્કસંગતકરણ અને ટેકનોલોજી આધારિત પ્રક્રિયાઓનો અમલ એક પારદર્શક, કાર્યક્ષમ અને વ્યવસાય-અનુકૂળ કર પ્રણાલી તરફનું એક પ્રગતિશીલ પગલું છે.
આવા પ્રોજેક્ટ્સ અને GST સુધારાઓથી કનેક્ટિવિટી મજબૂત બનશે, શહેરી સુવિધાઓમાં વધારો થશે, વીજળીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધરશે અને કર પ્રણાલીમાં પારદર્શિતા આવશે. આ તમામ પરિબળો ભારતના આર્થિક અને તકનીકી વિકાસમાં ગુજરાતની ભૂમિકાને વધુ સશક્ત બનાવશે.
GCCI ફરી એકવાર માનનીય પ્રધાનમંત્રીના વિઝનની પ્રશંસા કરે છે અને વિકાસ, નવીનતા અને સમૃદ્ધિ માટે નવી તકો ઊભી કરવા માટે સરકાર સાથે સતત સહકાર આપવા પ્રતિબદ્ધ છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #cm #pm #Prime MinisterShriNarendrabhaiModi #TransformationalProjects #Launch #msmes #gcci #GujaratChamberofCommerceandIndustry #Developed India #Self-reliant India #Gujarat Yatra #Industry #Dairy #GreenEnergy #Petrochemical #Pharmaceutical #Semiconductor #ElectricVehicle #Textile #DoublingofMehsana-PalanpurRailwayLine #Kalol-Kadi-KatosanRoad #Becharaji-RanujLine #GaugeConversion #RegionalConnectivity #RoadDepartment #ExpansionofS.P.RingRoadofAhmedabad #Ahmedabad-Mehsana-PalanpurCorridor #Travel #Logistics #gandhinagar #ahmedabad
