નીતા લીંબાચિયા, અમદાવાદ:
18 ઓગસ્ટ 2025:
ASIA English Schoolએ ભારતનો 79મો સ્વતંત્રતા દિવસ ભવ્યતા અને ગૌરવ સાથે ઉજવ્યો. જેનો આ વર્ષે સંયોગ શાળાના 61મા વર્ષની સતત ગુણવત્તાપૂર્ણ શિક્ષણ સેવાઓ સાથે થયો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકમંડળ, ASIA Charitable Trustના ટ્રસ્ટીઓ, મેનેજિંગ કમિટી સભ્યો, અગત્યના મહેમાનો તથા શુભેચ્છકો દેશભક્તિની ભાવના સાથે જોડાયા હતા.

કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની વિધિ અને રાષ્ટ્રગીતથી થઈ, જેના દ્વારા એકતા અને શ્રદ્ધાનું વાતાવરણ સર્જાયું. ચેરમેન ડૉ. એમ. પી. ચંદ્રને પોતાના પ્રેરણાદાયી અને ઉત્સાહવર્ધક સંબોધનમાં દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરીને દરેક નાગરિકે ઈમાનદારી, આદર અને કરુણાની મૂલ્યોને જાળવવાની ફરજ પર ભાર મૂક્યો. તેમણે વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકની બહાર જ્ઞાન મેળવવા, શિક્ષકોને અભ્યાસક્રમની બહાર જિજ્ઞાસા જગાવવા અને સૌને તિરંગાની ભાવના હૃદયમાં જીવંત રાખવા અપીલ કરી.

પ્રિન્સિપાલ શ્રી ફ્રાન્સિસ ફર્નાન્ડીઝે બાદમાં “નવું ભારત” વિષય પર પ્રેરણાત્મક ભાષણ આપ્યું, જેમાં સૌને સમાનતા, સન્માન અને અવસરના મૂલ્યો પર આધારિત નવા ભારતના નિર્માણમાં સક્રિય ભૂમિકા ભજવવા અપીલ કરી શાળાના છ દાયકાના વારસાને ધ્યાનમાં રાખીને તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પરિવર્તન નાનાં પણ સતત પ્રયત્નોથી શરૂ થાય છે અને દરેક વિદ્યાર્થીએ રાષ્ટ્રની પ્રગતિમાં પોતાનું યોગદાન આપવું જોઈએ.
કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિભર્યા ગીતો, નૃત્યો અને નાટ્યપ્રસ્તુતિઓ દ્વારા ભારતની સંસ્કૃતિ અને સંઘર્ષનું મનમોહક દર્શન કરાવ્યું જેને દર્શકોએ ભારોભાર તાળીઓથી સ્વીકાર્યું. કાર્યક્રમનો સમાપન આભારવિધિ, મીઠાઈ વહેંચણી અને સ્વતંત્રતા, એકતા તથા શ્રેષ્ઠતાના મૂલ્યો જાળવવાના સંકલ્પ સાથે થયો.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #AsiaEnglishSchool #asiaenglishschoolcelebrates #79thIndependenceDay #asia #ASIA #ASIACharitableTrust #independencday #gandhinagar #ahmedabad
