૧૦ જુલાઇ ગુરુપુર્ણિમા ગુરુ આશીર્વાદના મહોત્સવ અને ૧૩ જુલાઇ રવિવારના રોજ ચાતુર્માસ કળશ સ્થાપના મહોત્સવનું આયોજન
આ સમગ્ર કાર્યક્રમ જીએમડીસી ગ્રાઉન્ડ સામે આવેલા ગુજરાત યુનિવર્સિટી કેમ્પસના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત થશે
નીતા લીંબાચીયા, અમદાવાદ:
05 જુલાઈ 2025:
આશીર્વાદ અનુકંપા મહોત્સવ ની શરૂઆત સ્વર્ણિમ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન યુનિવર્સિટી ના સ્વર્ણિમ ગ્રુપ કેમ્પસથી કરવામાં આવી. અને આ મહોત્સવનો મહાપ્રવેશ 06 જુલાઈ ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે થશે.

ભારતમાં મહાન રાષ્ટ્રસંત પ્રાકૃત ભાષાના પ્રખર, સંત સરસ્વતી શિરોમણી, કઠોર તપસ્વી, તીર્થોધ્ધારક, અધ્યાત્મિક યોગી એવા આચાર્ય શ્રી સુનિલ સાગરજી મહારાજ શ્રી બાસઠ (62) સાધુ અને સાધ્વીજી સાથે ગુજરાત માં પ્રથમ વાર ચાતુર્માસ માટે પધારી રહ્યાં છે. અમદાવાદમાં ચાતુર્માસની ઘોષણા સાથે જ સમગ્ર જૈન સમાજ તેમજ જન-જનમાં ઉત્સાહ તેમજ આનંદની લાગણી ફેલાયેલી છે.

શિરોમણી પરમ સંરક્ષણ શ્રી સૌભાગમલજી કટારીયા , પરમ સંરક્ષણ શ્રી કૌશિક ભાઈ જૈન ,ગૌરવ પ્રમુખ શ્રી: શ્રી રાજેન્દ્રભાઈ કટારીયા , અધ્યક્ષ શ્રી રાજેશ ભાઈ શાહ , મહામંત્રી શ્રી ઋષભ ભાઈ જૈન , કાર્યાધ્યક્ષ શ્રી લોકેશ ભાઈ કડિયા ઉપસ્થિત રહ્યા હતા.
સ્વર્ણિમ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન યુનિવર્સિટી અને સ્વર્ણિમ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓને અને ફેકલ્ટીને તમામ સાધુ સાધ્વીજીઓ એ આશીર્વાદ આપ્યા.
અત્રે ઉલ્લેખનીય છે કે, આચાર્યશ્રીના મહોત્સવમાં ભારતના દરેક રાજયમાં શ્રેષ્ઠીગણ ઉધોગપતિઓ વિદ્વાનો સંખ્યામાં ઉપસ્થિત રહશે. ૬ જુલાઈ રવિવારના રોજ ૧૦,૦૦૦થી વધુ વિશાળ ધર્મ પ્રેમી અને ભક્તો ઉપસ્થિતિમાનો આચાર્યશ્રીનું રથયાત્રાસદિત ભુવનદેવ ચાર રસ્તાથી અમદાવાદમાં મંગલ પ્રવેશ થશે. આ રથયાત્રા ગુજરાત કોલેજના પ્રાગણમાં પાસે પહોંચશે અને અહી વિશાળ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે.
આચાર્યશ્રીના ચાતુર્માસ દરમિયાન સમાજના ઉત્થાન માટે સામાજિક, ધાર્મિક, શેક્ષણિક, પ્રાકૃતિક ભાષા (લિપિ ભાષા) તેમજ અરોગ્યલક્ષી કાર્યો કરવામાં આવશે તેમજ આચાર્યશ્રીના વ્યાખ્યાન અને પ્રવચનથી જન-જનને આશીર્વાદ સમાજને પ્રોત્સાહન મળશે.
આ સમગ્ર કાર્યક્રમ અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ સામે આવેલા ગુજરાત યુનિવર્સિટી કેમ્પસના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત કરવામાં આવ્યો છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #rashtrasantchaturthapattacharyaacharyashrisunilsagarjimaharajshri #praveshmahotsav #gurupurnima #chaturmaskalashthapanamahotsav #gmdcground #gujaratuniversitycampus #indoorstadium #anukampamahotsav #swarnimstartup #innovationuniversity #swarnimgroupcampus #jainsamaj #digambarjainsamaj #gandhinagar #ahmedabad
