વિદેશમાં શિક્ષણ પ્રાપ્ત કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે નવી સર્વ-સમાવિષ્ટ શિક્ષણ લોન ‘GlobalEd’
‘GlobalEd’ હેઠળ, 3 દિવસમાં લોન મંજૂર કરવામાં આવે છે તેમજ તે વિદ્યાર્થીઓને મુસાફરી અને પોસ્ટ-લેન્ડિંગ / વિદેશ ઉતર્યા પછી સર્વિસમાં પણ જરૂરી સહાય પ્રદાન કરે છે.
નીતા લીંબાચિયા, અમદાવાદ:
23 જુલાઇ 2025:
ઓક્સિલો ફિનસર્વ પ્રા. લિ. દ્વારા વિદેશમાં શિક્ષણ પ્રાપ્ત કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે નવી સર્વ-સમાવિષ્ટ શિક્ષણ લોન “Auxilo GlobalEd” રજૂ કરવામાં આવી છે. આ લોન અંતર્ગત, વિદ્યાર્થીઓની ટ્યુશન ફી, મુસાફરી, રહેઠાણ, લેપટોપ, અભ્યાસ સામગ્રી અને રહેવાના ખર્ચ સહિતનો તમામ ખર્ચ આવરી લેવામાં આવે છે. આ રીતે, આ લોન થકી, વિદ્યાર્થીઓને સંપૂર્ણ એન્ડ-ટુ-એન્ડ વિદેશી શિક્ષણ ઉકેલ પ્રદાન કરવામાં આવે છે.

વિદેશમાં ભણવા જતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના માનસિક શાંતિની ખાતરી માટે કંપનીએ સામાન ખરીદવા, એર-ટિકિટ બુકિંગ, આંતરરાષ્ટ્રીય ટેલિકોમ્યુનિકેશન અને પોસ્ટ-લેન્ડિંગ સેવાઓ માં સહાય પૂરી પાડવા માટે વિશ્વસનીય થર્ડ-પાર્ટી સર્વિસ પ્રદાતાઓના નેટવર્ક સાથે પણ ભાગીદારી કરી છે.
ઓક્સિલો ફિનસર્વના CBO (ઓવરસીઝ એજ્યુકેશન) શ્વેતા ગુરુએ જણાવ્યું હતું કે, “આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવતી વખતે વિદ્યાર્થીઓ અને વાલીઓને કેવી-કેવી સમસ્યા અને પડકારોનો સામનો કરવો પડે છે..? તે અમે સારી રીતે સમજીએ છીએ. વિદ્યાર્થીઓ સરળતાથી વિદેશ પ્રવાસ અને અભ્યાસ કરી શકે તે માટે અમે “Auxilo GlobalEd” લોન યોજના રજૂ કરી છે, જેથી તેઓ કોઈ પણ વિક્ષેપ વિના તેમની શૈક્ષણિક યાત્રા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે.
‘GlobalEd’ યોજનાની મુખ્ય વિશેષતાઓ:
- બધા ખર્ચાઓ આવરી લેવામાં આવે છે: આ લોન સ્કીમ ટ્યુશન, મુસાફરી, રહેઠાણ, લેપટોપ અને રહેવાના ખર્ચને આવરી લે છે.
- ઝડપી મંજૂરી: સરળ અરજી પ્રક્રિયા સાથે માત્ર 3 દિવસમાં જ લોન મંજૂર કરવામાં આવે છે.
- વૈશ્વિક સ્તર પર વિસ્તરણ: અમે હવે 5 વધારાના દેશોમાં વિદ્યાર્થીઓને સહાય આપી રહ્યા છીએ, જેનાથી હવે અમારા કુલ સેવા સ્થળોની સંખ્યા 25 દેશોમાં વિસ્તરી છે.
- પાર્ટનર ઇકોસિસ્ટમ: અમે મુસાફરી, ટેલિકોમ અને સ્થાનિક સપોર્ટ સર્વિસ માટે વિશ્વ સ્તરીય ઉદ્યોગ-અગ્રણીઓ સાથે ભાગીદારી કરીને બેસ્ટ સર્વિસ નેટવર્ક સ્થાપિત કર્યું છે.
સુશ્રી ગુરુએ આગળ જણાવ્યું કે, “વિદ્યાર્થીઓ માટે વૈશ્વિક શિક્ષણને સુલભ, સસ્તું અને તણાવમુક્ત બનાવવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. અમે વિદ્યાર્થીઓના ઓવરઓલ શૈક્ષણિક પ્રદર્શન, પસંદગીનો અભ્યાસક્રમ અને યુનિવર્સિટીની પસંદગી જેવા ચોક્કસ માપદંડોના આધારે કોલેટરલ મુક્ત લોન પણ પ્રદાન કરીએ છીએ.”
ઓક્સિલોએ 25 થી વધુ દેશોમાં 2000+ યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 15,000 થી વધુ મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓને શિક્ષણ લોન પ્રદાન કરી છે. આ ઉપરાંત, કંપનીએ 220 થી વધુ શૈક્ષણિક સંસ્થાઓને તેમના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તરણ અને કાર્યકારી મૂડીની જરૂરિયાતો માટે પણ નાણાં ભંડોળ પુરું પાડ્યું છે.
વિદ્યાર્થીઓના વિદેશ ભણવા જવાના ટ્રેંડ વિશે સુશ્રી ગુરુએ કહ્યું હતું કે, “અમે જર્મની, આયર્લેન્ડ, સિંગાપોર, યુએઈ, સ્પેન અને ઇટાલીમાં યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો જોઈ રહ્યા છીએ. જોકે, ભારતીય વિદ્યાર્થીઓ માટે યુએસએ, યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયા ટોચના મુખ્ય 4 પસંદગીના સ્થળો છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #overseaseducation #auxilofinservPvt.Ltd. #globaled #GlobalEd #educationabroad #loan #traveltostudents #post-landingabroadservices #educationloanglobaled #AuxiloGlobalEd #auxiloglobaled #tuitionfee #travel #accommodation #laptop #studymaterials #includinglivingexpenses #allexpenses #completeend-to-endoverseaseducationtostudents #air-ticketbooking #internationaltelecommunication #assistance inpost-landingservices #reliablethird-partyservice #ahmedabad
