નીતા લીંબાચિયા, અમદાવાદ:
29 જુલાઇ 2025:
મૈરિંગો સિમ્સ હોસ્પિટલ ગર્વ અનુભવે છે કે તેણે 250થી વધુ સફળ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ્સ સફળતાપૂર્વક કરીને એક ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. આ ઉપલબ્ધિ હેમેટોલોજી, ટ્રાન્સપ્લાન્ટ સેવાઓ અને તમામ વિશેષ ડિપાર્ટમેન્ટના સતત શ્રેષ્ઠતા પ્રત્યેની મજબૂત પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. લોહી સંબંધિત ગંભીર બીમારીઓ, બ્લડ કેન્સર અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટના અદ્યતન સારવારમાં મૈરિંગો સિમ્સ હોસ્પિટલને અગ્રણી સેન્ટર તરીકે માન્યતા પ્રાપ્ત થઈ રહી છે

250થી વધુ સફળ ટ્રાન્સપ્લાન્ટ્સ મૈરિંગો સિમ્સ હોસ્પિટલના મલ્ટિ-ડિસીપ્લિનરી ટીમ વર્કના ઉત્તમ ઉદાહરણ છે, જેમાં હેમેટોલોજિસ્ટ્સ, ઓન્કોલોજિસ્ટ્સ, ઇન્ટેન્સિવિસ્ટ્સ, એનેસ્થેશિયોલોજિસ્ટ, ડાયેટિશિયન, રિહેબિલિટેશન નિષ્ણાતો અને કાઉન્સેલરોનો સમાવેશ થાય છે. સમગ્ર ટીમ દર્દીઓ અને તેમના પરિવારના શારીરિક તેમજ માનસિક કલ્યાણ અને જીવનની ગુણવત્તામાં સુધારો લાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે.
ગયા બે વર્ષમાં ડિપાર્ટમેન્ટ દ્વારા અનેક હાઇ-રિસ્ક ટ્રાન્સપ્લાન્ટ્સ સફળતાપૂર્વક કરવામાં આવ્યા છે, જેમાં હેપ્લોઇડેન્ટિકલ (હાફ મેચ્ડ), મેચ્ડ અનરિલેટેડ ડોનર (MUD) તેમજ એલોજેનેઇક ફુલ-મેચ ટ્રાન્સપ્લાન્ટ્સનો સમાવેશ થાય છે. બાળરોગના સારવારમાં પણ હોસ્પિટલને વિશેષ નિષ્ણાતી પ્રાપ્ત છે અને બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં સફળ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ્સ કરવામાં આવ્યા છે. ટી-સેલ એન્જિનિયરિંગ તથા એક્સ વિવો ડીપ્લેશન જેવી અદ્યતન પદ્ધતિઓનો ઉપયોગ કરીને ગ્રાફ્ટ-વર્સસ-હોસ્ટ ડિસીઝ (GVHD) જેવી જટિલતાઓનું જોખમ ઘટાડવામાં આવે છે.

મૈરિંગો સિમ્સ હોસ્પિટલ સેલ્યુલર થેરાપી માટે પણ જાણીતી છે, જેમાં CAR-T સેલ થેરાપી જેવી અદ્યતન સારવારનો સમાવેશ થાય છે. JCI-અક્રેડિટેડ BMT યુનિટ દેશના સૌથી મોટા અને અદ્યતન યુનિટ્સમાંનું એક છે, જે સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય દર્દીઓને સેવા આપે છે. હોસ્પિટલ ઈમ્યુનોડિફિશિયન્સી ડિસોર્ડર્સ (જેમ કે વિસ્કોટ-એલ્ડ્રિચ સિન્ડ્રોમ) અને મેટાબોલિક ડિસોર્ડર્સ માટે હેપ્લોઇડેન્ટિકલ ટ્રાન્સપ્લાન્ટ્સમાં અગ્રણી રહી છે, અને જટિલ કેસ મેનેજમેન્ટમાં નવા ધોરણો સ્થાપિત કરી રહી છે. હેમેટોલોજી અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ ડિપાર્ટમેન્ટ અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હાઇ-એન્ડ મોડ્યુલર ટ્રાન્સપ્લાન્ટ યુનિટ્સ, અદ્યતન ડાયગ્નોસ્ટિક્સ અને પ્રશિક્ષિત ક્લિનિકલ ટીમ સાથે સારવારના દરેક તબક્કે સંપૂર્ણ કાળજી સુનિશ્ચિત કરે છે.
ડૉ. અંકિત જીતાણી, કન્સલ્ટન્ટ – હેમેટોલોજી, બ્લડ અને મેરો ટ્રાન્સપ્લાન્ટએ કહ્યું, “બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ ઘણી ગંભીર બ્લડ કેન્સર તથા લોહીની બીમારીઓ માટે ઉપચારાત્મક સારવાર છે. અમે દર્દીઓ અને તેમના પરિવારોને આ જીવનરક્ષક સફરમાં સહાય કરીએ છીએ.”
ડૉ.હેમંત મેઘાણી, કન્સલ્ટન્ટ – પીડિયાટ્રિક ઓન્કોલોજી, હેમેટોલોજી અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટએકહ્યું, “બ્લડ કેન્સર અને લોહીની બીમારીઓ ધરાવતા બાળકો બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ દ્વારા સંપૂર્ણપણે સાજા થઈને સામાન્ય જીવન જીવી શકે છે.”
ડૉ. કૌમિલ પટેલ, કન્સલ્ટન્ટ હેમેટોલોજિસ્ટ, હેમેટો-ઓન્કોલોજિસ્ટ અને BMT ફિઝિશિયન એ જણાવ્યું “બ્લડ ડિસઓર્ડર સામેની લડાઈમાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ એ સૌથી વિશ્વસનીય શસ્ત્ર છે.”
ડૉ. આર. શંકરન, યુનિટ મેડિકલ ડિરેક્ટર, મૈરિગો સિમ્સ હોસ્પિટલ એ જણાવ્યું “250+ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સીમાચિહ્ન પાર કરવું એ અમારી આખી ટીમ માટે ગર્વની ક્ષણ છે. તે અમારી ક્લિનિકલ કુશળતા, અત્યાધુનિક સુવિધાઓ અને શ્રેષ્ઠતાના વૈશ્વિક ધોરણોને પૂર્ણ કરતી જીવનરક્ષક સારવાર પહોંચાડવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.”
મૈરિંગો એશિયા હોસ્પિટલ્સના ફાઉન્ડિંગ મેમ્બર , મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ સીઈઓ ડૉ. રાજીવ સિંઘલ, “હું મૈરિંગો સિમ્સ હોસ્પિટલના ક્લિનિશિયનોની સમગ્ર ટીમને તેમના અવિરત સમર્પણ અને હંમેશા દર્દીને પ્રથમ સ્થાન આપવા બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. મૈરિંગો સિમ્સ હોસ્પિટલમાં 250+ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સીમાચિહ્ન પાર કરવું એ ક્લિનિકલ શ્રેષ્ઠતા અને દર્દી-કેન્દ્રિત અભિગમની અમારી શોધનો ગર્વનો પુરાવો છે. ચાર વખત જેસીઆઈ-માન્યતા પ્રાપ્ત હોસ્પિટલ તરીકે, અને નવીન તકનીકો અને વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓના એકીકરણ સાથે, અમે જીવનરક્ષક ટ્રાન્સપ્લાન્ટ માટે અગ્રણી સ્થળ તરીકે અમારી સ્થિતિને મજબૂત કરવાનું ચાલુ રાખીએ છીએ. આ સિદ્ધિ ભવિષ્ય માટે તૈયાર શ્રેષ્ઠતા કેન્દ્રો બનાવવાના અમારા વિઝનને મજબૂત બનાવે છે જે દર્દીના પરિણામો અને સલામતીને અમે મુખ્ય સ્થાન આપીએ છીએ.”
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #ahmedabad #MarengoAsiaHospitalstransplant #transplant #marengocimshospital #continuestorevolutionizetransplant #MarengoCimsHospitals #bonemarrowtransplants #MarengoCIMS Hospital #BoneMarrowTransplants
