નીતા લીંબાચીયા, અમદાવાદ:
12 જુલાઈ 2025:
અમદાવાદ શહેરે એક ભવ્ય અને કલાત્મક જ્વેલરી એક્ઝિબિશન ‘જ્વેલરી વર્લ્ડ 2025’નું સફળ આયોજન કરીને દાગીનાંના જગતમાં પોતાની આગવી ઓળખ વધુ મજબૂત બનાવી છે. 11 થી 13 જુલાઈ 2025 દરમિયાન YMCA ક્લબ ખાતે યોજાયેલા આ પ્રદર્શનનો દિવ્ય અનુભવ શહેરના તથા દેશભરના મુલાકાતીઓને મળ્યો હતો.

જ્વેલર્સ એસોસિએશન ઓફ અમદાવાદ (JAA)ના સહયોગથી આયોજિત આ ઇવેન્ટમાં ભારતમાં ઓળખાયતા 40થી વધુ ટોચના જ્વેલરી હાઉસે ભાગ લીધો હતો. હીરા, જડાઉ, પોલ્કી, મંદિરી દાગીનાં અને હેરિટેજ ગોલ્ડ કલેક્શન્સ દ્વારા વિઝિટર્સને લોકલ આર્ટિઝનશીપ અને વૈભવના અદભૂત મિલનનો અનુભવ મળ્યો હતો.

પ્રદર્શનનું ઉદ્ઘાટન JAAના પ્રમુખ શ્રી જીગર સોની અને ઉપપ્રમુખ શ્રી વિશાલ સોનીની ઉપસ્થિતિમાં થયું હતું. તેઓએ કહ્યું કે, “આવો દાગીનાંનો ઉત્સવ માત્ર વેપાર માટે નહીં, પણ આપણા સંસ્કૃતિ અને વારસાને ઉજવવાનો એક પવિત્ર મોકો છે.”

આ પ્રસંગે આયોજિકા સોનિયા ચાવલાએ જણાવ્યું હતું: “જ્વેલરી વર્લ્ડ 2025 એ માત્ર એક દાગીનાંનું પ્રદર્શન નહિ, પણ એક અનુભવ હતો – જ્યાં ભારતની પરંપરાગત કારીગરી અને આધુનિક ડિઝાઇન. અમે ભાગ લેનાર દરેક બ્રાન્ડ અને વિઝિટર્સ તરફથી મળી રહેલા ઉત્સાહવર્ધક પ્રતિસાદથી અતિ આનંદિત છીએ.”

જ્વેલરી વર્લ્ડ 2025 આજે માત્ર વેપાર માટેનું પ્લેટફોર્મ નહિ રહી, પણ એક કલાત્મક અને સાંસ્કૃતિક ઉત્સવ તરીકે ઓળખાઇ રહી છે – જે અમદાવાદને લક્ઝરી માર્કેટના મઝબૂત કેન્દ્ર તરીકે આગળ ધપાવે છે.
પ્રદર્શનના મુખ્ય આકર્ષણોમાં સમાવિષ્ટ હતા:
• વિશિષ્ટ ડિઝાઇનર કલેક્શન્સ: દેશભરના જાણીતા જ્વેલર્સ દ્વારા લોંચ કરાયેલા નવનિર્મિત બ્રાઇડલ અને ફાઇન જ્વેલરી ડિઝાઇન્સ.
• સ્ટાઇલિંગ સત્રો: એક્સપર્ટ સ્ટાઇલિસ્ટ્સ દ્વારા વિઝિટર્સને દાગીનાં પસંદગીમાં માર્ગદર્શન.
• સેલિબ્રિટી ઉપસ્થિતિ: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને સોશ્યલ મીડિયા સ્ટાર્સ દ્વારા ખાસ ઉપસ્થિતિ.
• બિઝનેસ નેટવર્કિંગ અવસરો: રિટેઇલર્સ, વ્હોલસેલર્સ અને બાયર્સ માટે નવું બિઝનેસ એક્સપોઝર.

પ્રદર્શનને જોવા માટે અમદાવાદ સહિત આસપાસના શહેરો અને અન્ય રાજ્યોમાંથી આવેલા કુલ 20,000થી વધુ મુલાકાતીઓએ હાજરી આપી હતી. વિઝિટર્સમાંથી ઘણા લોકોએ સ્થળ પર જ ખરીદી કરી અથવા અગાઉથી કલેક્શન્સ બુક કરી હતી. આઈવેન્ટના આયોજનથી સંભળાઈ રહેલો મેસેજ સ્પષ્ટ છે – અમદાવાદ હવે માત્ર વેપારનું નહીં, પણ લક્ઝરી લાઇફસ્ટાઇલ અને હાઇ-એન્ડ ફેશન બજારનું પણ કેન્દ્ર બની રહ્યું છે. ‘જ્વેલરી વર્લ્ડ 2025’ માત્ર એક જ્વેલરીનું એક્ઝિબિશન નહિ, પણ એક કલાત્મક યાત્રા હતી – જ્યાં વારસાગત શિલ્પ, આધુનિક ડિઝાઇન અને વ્યક્તિગત અભિવ્યક્તિ એકસાથે ઝળહળી ઉઠ્યાં.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #jewelryworld2025 #jewelryexhibition #jewelersassociationofahmedabad #jaa #luxurylifestyle #high-endfashionbazar #diamonds #jadau #polki #templejewelry #heritagegoldcollections #localartisanship #ahmedabad
