નીતા લીંબાચીયા, અમદાવાદ:
07 જુલાઈ 2025:
દેશભરમાં પોતાની વિશિષ્ટ ઓળખ ઉભી કરનાર ઈવાના જ્વેલ્સે હવે ગુજરાતના હૃદય અમદાવાદમાં પોતાનો સાતમો શોરૂમ શરૂ કરીને પોતાની વૃદ્ધિ પથ પર એક વધુ માઇલસ્ટોન હાંસલ કરવા જઈ રહ્યા છે. સિંધુ ભવન રોડ સ્થિત મેરિયોટ હોટેલ, અમદાવાદ ખાતે આ શોરૂમનું ભવ્ય ઉદ્ઘાટન ગરિમા, ઊર્જા અને શહેરના દાગીના પ્રેમીઓની ઉત્સાહભરી ઉપસ્થિતિ સાથે કરવામાં આવ્યું.

સુરત, નોઇડા, નાગપુર, મુંબઈ, દિલ્હી અને મોહાલી પછી હવે અમદાવાદમાં લોન્ચ પશ્ચિમ ભારતમાં ઈવાના જ્વેલ્સના દૃઢ થયેલા સ્થાનને ઉજાગર કરે છે. પરંપરા અને આધુનિકતાનો સુંદર સમન્વય ધરાવતું અમદાવાદ ઈવાના માટે એક આદર્શ સ્થાન છે, જ્યાં તેનો કલાત્મક પોલ્કી અને લેબ ગ્રોન ડાયમંડ દાગીનાનું કલેક્શન અઢળક સરાહના મેળવશે.
ઈવાના જ્વેલ્સ સાથે ઘણાં પ્રતિષ્ઠિત લોકો જોડાઈ ચૂક્યા છે. ઓપી જિંદલ ગ્રૂપના ચેરપર્સન સાવિત્રી જિંદલે નોઇડા સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું હતું, જયારે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ નાગપુર શોરૂમનું ઉદ્ઘાટન કર્યું હતું જે ઈવાના પર લોકોના વિશ્વાસ અને સન્માનને વ્યક્ત કરે છે. ઓલિમ્પિક વિજેતા સાયના નેહવાલ, અભિનેત્રી અમૃતા રાવ, રમેશ અગ્રવાલ (અગ્રવાલ પેકર્સ એન્ડ મૂવર્સના સ્થાપક) જેવી ઘણી બિઝનેસ અને રાજકારણ સાથે સંકળાયેલ નામચીન હસ્તીઓએ ઈવાના સાથે પોતાનો ખાસ સંવાદ સ્થાપ્યો છે.
ઈવાના જ્વેલ્સની સહ-સ્થાપિકા આયુષી જિંદલે ઉમેર્યું:
“અમદાવાદ એક એવું શહેર છે જ્યાં પરંપરા જીવંત છે. અહીંનો શોરૂમ એ એક એવું સ્થાન હશે જ્યાં પોલ્કી અને લેબ ગ્રોન ડાયમંડ ના દાગીના પ્રેમથી લોકોના જવલેરી પ્રત્યેના પ્રેમ અને ભવ્યતાની વાર્તા કહાશે.”
ઈવાના વિષે વાત કરતા એક ગ્રાહકે તેમના અનુભવ વિશે જણાવ્યું:
“ઈવાના નો કલેકશન તો નજર હટે એવું નથી! એ પારંપરિક પણ છે અને આધુનિક પણ. શ્રેણીઓ, ભાવ અને ગેરંટી બધું જ સાચું અને યોગ્ય લાગે છે.”
સુરત સ્થિત પ્રખ્યાત જિંદલ ગ્રૂપ દ્વારા સ્થાપિત ઈવાના જ્વેલ્સ, એક એવી બ્રાન્ડ છે જે વારસાગત કળાને આધુનિક નવતલ સાથે ભેળવે છે. દરેક દાગીનામાં આઈજીઆઈ પ્રમાણિત લેબ ગ્રોન હીરા અને બીઆઇએસ હોલમાર્કદાર સોનાનો ઉપયોગ થાય છે. અહીં મળતી વિશિષ્ટ એક્સચેન્જ અને બાયબેક પોલિસીઓ ગ્રાહકોને એક શાંતિદાયક અને વિશ્વસનીય ખરીદીનો અનુભવ આપે છે.
આગામી સમયમાં ઈવાના ભારતના અન્ય શહેરોમાં પણ વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે જ્યાં ભવ્યતા સાથે સંબંધિત દરેક ક્ષણને ઉજવવામાં આવશે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #ivana #ivanabijindal #ahmedabad
