ઇન્ટરવ્યુ તા. ૧૪ જુલાઈ ૨૦૨૫ ના રોજ નક્કી કરવામાં આવ્યા છે
નીતા લીંબાચીયા, અમદાવાદ:
12 જુલાઈ 2025:
સીએના વિદ્યાર્થીઓ માટે આર્ટિકલશિપની પસંદગી પ્રક્રિયામાં સુધારાનો મીલ પથ્થર સાબિત થતી પહેલ તરીકે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન, અમદાવાદ (CAAA) દ્વારા શહેરમાં પ્રથમવાર 14 જુલાઈ 2025ના રોજ આર્ટિકલશિપ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે એક મૌલિક અને વ્યવસ્થિત પ્લેસમેન્ટ પ્લેટફોર્મ છે, જ્યાં પ્રથમ વર્ષના સી.એ. વિદ્યાર્થીઓ અને આર્ટિકલશિપ શોધતી કુર્મોને એક મંચ પર લાવવામાં આવશે.

શહેરમાં સૌપ્રથમવાર યોજાઈ રહેલા આર્ટિકલશિપ મેળાના કાર્યક્રમ વિશે વિગતો આપતા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશનના પ્રમુખ સીએ રૂષભ શાહે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ સોમવાર, 14 જુલાઈ 2025ના રોજ CAAA ના પ્રાંગણમાં યોજાવાનો છે. આ માત્ર સામાન્ય નોકરી મેળા જેવી ઘટના નહીં હોય, પરંતુ એક મેચમેકિંગ આધારિત માળખાકીય પ્રક્રિયા રજૂ કરે છે. વિદ્યાર્થીઓ પાસેથી તેમના પસંદગીના પ્રેક્ટિસ એરીયા (જેમ કે ઓડિટ, ટેક્ષેશન, GST, ઈન્ટરનલ ઓડિટ) અને ભૌગોલિક પસંદગીઓ વિશે માહિતી લેવામાં આવશે, જ્યારે ફર્મો પણ તેમના પસંદગીના માપદંડ મુજબ રજિસ્ટ્રેશન કરશે. આ માહિતી આધારિત સ્માર્ટ ડેશબોર્ડ દ્વારા બંને પક્ષોને મેચ કરવામાં આવશે, જેથી ઇન્ટરવ્યૂ અને યોગ્ય શોર્ટલિસ્ટીંગ શક્ય બને.

આર્ટિકલશિપ મેળાના ચીફ કોઓર્ડિનેટર CA બિશન શાહે જણાવ્યું હતું કે, આ પહેલ articleship ની ભરતી પદ્ધતિમાં અત્યંત જરૂરી સુધારો છે. હવે આપણે રેન્ડમનેસને દૂર કરીને માળખાકીયતા લાવી રહ્યા છીએ, જેથી વિદ્યાર્થીઓ યોગ્ય કંપનીઓ સાથે જોડાય અને કંપનીઓ એવા ઉમેદવારોને મળે જે ગંભીર, ધ્યાન કેન્દ્રિત અને તેમની જરૂરિયાતો સાથે મેળ ખાતા होय.”
વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમ સંપૂર્ણપણે નિઃશુલ્ક છે, જ્યારે ભાગ લેનાર ફર્મો માટે માત્ર ₹1,000 નો નાની રકમની ફી રહેશે. જેના દ્વારા તેમને સંપૂર્ણ ડેટાબેસ અને પ્રી-મેલા ફિલ્ટરિંગ ટૂલ્સનું ઍક્સેસ આપવામાં આવશે.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન, અમદાવાદ છેલ્લા સાત દાયકાથી પણ વધુ સમયથી વ્યાવસાયિકો અને ભાવિ વિદ્યાર્થી સમુદાયને સશક્ત બનાવવા માટે સતત પરિવર્તનશીલ પ્રયાસો કરે છે. આ આર્ટિકલશિપ મેળો એ એક વધુ અસરકારક પગલું છે કે જે CAના વ્યવસાયમાં વધુ કાર્યક્ષમ, પારદર્શક અને કારકિર્દી કેન્દ્રી ઇકોસિસ્ટમ રચવાનું ઉદ્દેશ ધરાવે છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #ca #caaa #articleshipme #gandhinagar #castudents #charteredaccountantsandssociation #ahmedabad
