• ફેન્સ માટે ખાસ લિસનીંગ સેશન પણ યોજાયું
પથિક લીંબાચિયા, અમદાવાદ:
12 જુલાઈ 2025:
દેશી હિપ- હોપ ઓરિજિનલ વોઈસમાંથી એક પ્રખ્યાત ધનજી પોતાના નવા આલ્બમ “ડ્રાઈવ – ઈન 2.1” સાથે આવ્યા છે. 19 હિપ- હોપ સોન્ગ દર્શાવતા આ આલ્બમમાં 19 જેટલાં ગીતો હશે. અમદાવાદના ડ્રાઈવ- ઈન સિનેમાની ગલીઓમાં ફરેલા અને મોટા થયેલ ધનજીનું અમદાવાદ માટે ખાસ કનેક્શન છે. રાસ્લા દ્વારા પ્રોડ્યુસ કરાયેલ આ આલ્બમમાં અમદાવાદનું કલ્ચર ઈમ્પૅક્ટ શોકેઝ થાય છે.

અમદાવાદની વિવાંતા હોટેલ ખાતે ફેન્સ માટે ખાસ લિસનીંગ સેશન યોજાયું હતું. આ અગાઉ ધનજીના આલ્બમ “રુઆબ”ને લોકોએ વખાણ્યો હતો. ધનજીને બાળપણથી જ સંગીત પ્રત્યે ખૂબ પ્રેમ રહ્યો છે. ડ્રાઇવ-ઇન સિનેમા 2.1 આજના યુથ કલ્ચરને રિપ્રેઝેન્ટ કરે છે અને મ્યુઝિક દ્વારા ગુજરાતી ઓળખને વિસ્તૃત કરે છે.

ધનજી જણાવે છે કે, “આ આલ્બમમાં ઘણી ફ્રી- સ્ટાઈલ છે. ‘ડ્રાઇવ-ઇન સિનેમા 2.1’માં મ્યુઝિકની નવી જ દિશા જોવા મળશે. મારું ખાસ અમદાવાદ કનેક્શન આ સોંગ્સમાં જોવા મળશે. આજે અમદાવાદ એક નવી ઓળખ બનાવી રહ્યું છે અને આ બધું જ અમે અમારા આ આલ્બમમાં દર્શાવ્યું છે.”

પ્રોડ્યુસર રાસ્લા જણાવે છે કે, “અમદાવાદનો અનુભવ આ આલ્બમમાં જોવા મળશે. દ્વારા અમે ગ્લોબલી લોકોને રિચઆઉટ કરીશું કારણકે આમાં એનઆરઆઈને સંલગ્ન કરતાં પણ સોન્ગ્સ છે જે બહાર વસતાં ગુજરાતીઓને પસંદ આવશે.”
‘ડ્રાઇવ-ઇન સિનેમા 2.1’ માત્ર મ્યુઝિક નહિ, એક મૂવમેન્ટ છે – એક એવી કલ્ચરલ ટ્રિપ છે જે અમદાવાદના અવાજને નવું પ્લેટફોર્મ આપે છે. ધનજી અને રાસ્લા સાથે મળીને બનાવાયેલ આ પ્રોજેક્ટ માત્ર લોકલ લિસનર્સ માટે નહીં, પણ ગ્લોબલ ગુજરાતી ડાયસ્પોરા માટે પણ એક ઈમોશનલ કનેક્શન બનાવશે. આ આલ્બમ યુવા પેઢીની ઓળખ, તેમની ભાષા, અને તેમના માર્ગદર્શક સ્વરરૂપ મ્યુઝિકને ઉજાગર કરતો પ્રયાસ છે – “સ્ટ્રેટ ફ્રોમ હાર્ટ & સ્ટ્રેટ ફ્રોમ અમદાવાદ.”
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #hip-hopdong #drive_in_cinema2.1 #music #straightfromheart&straightfromahmedabad #dhanji #rasla #album #youthculture #ahmedabad
