નીતા લીંબાચિયા, અમદાવાદ:
05 જૂન 2025:
જૂન 5, વિશ્વ પર્યાવરણ દિવસે, જેડબ્લ્યૂની CSR શાખા JadeEarth દ્વારા ફરી એક વખત પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા. અમદાવાદના સી.જી. રોડથી શરૂ થઈ વલ્લભ સદન, રિવરફ્રન્ટ સુધી 600થી વધુ લોકોએ પ્લાસ્ટિક અને કચરો સાફ કરી ક્લીન-અપ વોક યોજી. આ માધ્યમથી જમીન અને જળમાં વધતા માઇક્રો પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે લોકોનું ધ્યાન ખેંચાયું.

વિશેષ વાત એ છે કે, છેલ્લાં 20 વર્ષથી, જેડબ્લ્યૂ દ્વારા દર વર્ષે શહેરમાં અનોખી એમ્બિઅન્ટ મીડિયાના માધ્યમથી કલાકૃતિઓ તૈયાર કરીને પર્યાવરણ અંગેનો સંદેશ પહોંચાડવામાં આવે છે. આ વર્ષે શહેરના 9 સ્થળોએ 12 ફૂટ ઊંચા પાણીની બોટલના ઇન્સ્ટોલેશન લગાવવામાં આવ્યા હતા – આ પાણીની બોટલ પ્લાસ્ટિક અને અન્ય કચરાથી થી ભરેલી હતી જે સામાન્ય રીતે આપડે નદી, તળાવ કે દરિયામાં ફેંકી આપીએ છીએ. તેનું મુખ્ય સંદેશ હતું: “તમે જે ફેંકો છો, એ જ તમે પીવો છો”, જે વાસ્તવિક રીતે પાણીમાં વધી રહેલા માઇક્રોપ્લાસ્ટિક વિશે ગંભીર ચિંતાનો વિષય છે. આ ઇન્સ્ટોલેશન આર્ટ અને એમ્બિઅન્ટ મીડિયા એજન્સી FLS (ફ્રેશ લાઈમ સોડા ક્રિએટિવ્સ) દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું.

જેડબ્લ્યૂના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શાંભવ ચૌહાણે જણાવ્યું હતું કે, “દર વર્ષે અમારું પર્યાવરણ માટેનું પ્રતિબદ્ધતાનું સ્તર વધુ મજબૂત થઈ રહ્યું છે. ગયા બે વર્ષમાં, જયારે JadeEarth ની રચના થઈ, ત્યારથી અમે શહેર અને આસપાસના વિસ્તારમાં 5 તળાવો જીવંત કર્યા છે, શહેરી ફોરેસ્ટ બનાવ્યા છે અને AMCની મદદથી પર્સકોલેશન વેલ્સ બનાવીને દર વર્ષે 6 કરોડ લિટર જેટલું પાણી બચાવ્યું છે.”

આ વોક અને ક્લીન-અપ ડ્રાઇવમાં જેડબ્લ્યૂના CMD જીતેન્દ્ર ચૌહાણ, MD બિપિન ચૌહાણ, તથા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શાંભવ અને સિદ્ધેશ ચૌહાણ સહિત કંપનીના વરિષ્ઠ કર્મચારીઓ અને સમગ્ર ટીમે ભાગ લીધો હતો.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #worldenvironmentday #csr #jadeblue #jadeearth #environmentaawareness #vallabhsadan #riverfront #plastic #wasteclean #clean-upwalk #microplasticpollutioninwater #ahmedabad
