નીતા લીંબાચિયા, અમદાવાદ:
12 જૂન 2025:
અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ દ્વારા વૈષ્ણવ સંપ્રદાયનાં ‘સમસ્ત વીસનગર વણિક સમાજના’ લોકો માટે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં “હૃદયમંચ” હેલ્થ ટોકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઝાયડસ હૉસ્પિટલનો કાર્ડિયાક સાયન્સ વિભાગ એક જ છત હેઠળ કોમ્પ્રિહેન્સિવ હાર્ટ કેર, નોન-ઇન્વેસિવ, મિનિમલી ઇન્વેસિવ તેમજ સર્જીકલ પ્રોસીજર સહિત વ્યાપક સંભાળ પૂરી પાડે છે.

અહીંના અનુભવી અને પ્રતિષ્ઠિત કાર્ડિયાક સર્જન તેમજ કાર્ડિયોલૉજિસ્ટની ટીમ સચોટ નિદાન અને અસરકારક સારવાર સુનિશ્ચિત કરવા માટે સૌથી અદ્યતન ટેકનોલોજી અને અત્યાધુનિક સુવિધાઓનો ઉપયોગ કરે છે. અહીં નાનામાં નાની તકલીફથી લઈને જટિલ સર્જરીઓના નિવારણ થાય છે તો તેની સાથે સફળતાપૂર્વક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પણ કરવામાં આવ્યું છે.

હૃદયમંચ કાર્યક્રમમાં ઝાયડસના અનુભવી અને નિષ્ણાંત સિનિયર કાર્ડિયાક સર્જન અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સ્પેશિયાલિસ્ટ ડૉ. રાજેશ દેસાઈ, ડૉ. સંદીપ અગ્રવાલા અને સિનિયર ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. સુનીલ થાનવી, ડૉ. ભાવેશ રોય, ડૉ. અભિષેક ત્રિપાઠી, ડૉ. કેતન વેકરીયા તેમજ ડૉ. નીરજ યાદવે હૃદયને સંબંધિત વિવિધ મુદ્દાઓ જેમ કે હાર્ટ ફેઈલ – હાર્ટ અટેક અને કાર્ડિયાક અરેસ્ટ વચ્ચેના તફાવત, તેને કેવી રીતે અટકાવી શકાય, પેસમેકર, સ્લીપ એપનિયા, રોજિંદા જીવનમાં આહાર, વ્યાયામથી કેટલો ફાયદો થઇ શકે તેની દરેકને સમજાય તેવી સરળ ભાષામાં વિસ્તૃત માહિતી આપી. તેની સાથે ઇમર્જન્સી વિભાગના હેડ ડૉ. કેતન પટેલે CPR અને તેના મહત્વ વિશે સમજાવ્યું.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #variousheart relatedproblemsvaniksamaj #ama #amdavadmanagementassociation #comprehensiveheartcare #hearthransplant #non-invasive #minimallyinvasive #surgicalprocedure #cardiacsurgery #cardiologist #injurydiagnosis #treatment #updatedtechnology #ahmedabad
