નીતા લીંબાચિયા, અમદાવાદ:
11 જૂન 2025:
ગાંધીનગર સ્થિત એનજીઓ નિઃસ્વાર્થ ફાઉંડેશન જે સમગ્ર ગુજરાતમાં કાર્યરત છે તેમનું વડોદરા શહેર ખાતે તા. ૮/૬/૨૦૨૫ રવિવારની સાંજે નિઃસ્વાર્થ ફાઉંડેશનની નવી શાખાના ઉદ્ઘાટનનો કાર્યક્રમ ઊજવવામાં આવ્યો. આ કાર્યક્રમ અંતર્ગત નિઃસ્વાર્થ ફાઉંડેશન દ્વારા શૈક્ષણિક નવ વર્ષ ની શરુઆતમાં આર્થિક રીતે નબળા કુટુંબના વિધાર્થીઓ ને “રેઈઝ અ સ્કોલર ફેલોશીપ” પ્રોજેક્ટ અંતર્ગત એજ્યુકેશન કીટ અને શાળાની ફી માં અપાતી સ્પોનરશિપ માટે ના ચેક નુ વિતરણ કરવામા આવ્યુ હતુ.

નિઃસ્વાર્થ ફાઉન્ડેશનના આ પ્રોજેક્ટને USA સ્થિત મુખ્ય દાતા પારૂલ દિક્ષિત, તથા અન્ય દાતાશ્રીઓ દ્વારા આશરે ૧૦૦ જેટલા બાળકોને સ્પોન્સર કરવામાં આવેલ છે. કાર્યક્રમાં પારૂલબેનના પિતાશ્રી વિભાકર દેસાઈના હસ્તે લાભાર્થીઓને એજ્યુકેશન કીટ અને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું.

અતિથિ વિશેષ સ્વરૂપે A.C.P વડોદરા બી ડિવિઝન આર. ડી. કવા સાહેબે અમૂલ્ય હાજરી આપી નિઃસ્વાર્થ ફાઉન્ડેશનની કામગીરીને બિરદાવી હતી. નિઃસ્વાર્થ ફાઉંડેશન સમાજ સેવા ક્ષેત્રમાં વિવિધ પ્રોજેક્ટ જેવાં કે ડોમેસ્ટિક વાયોલેન્સ અને ફેમિલી કાઉન્સેલિંગ, ડેઇલી બ્રેડ પ્રોજેક્ટ, સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ પ્રોજેક્ટ, ફીઝીઓ કેર એટ હોમ પ્રોજેક્ટ, તેમજ યુવા વિધાર્થીઓને કોમ્યુનિટી સર્વિસનો અનુભવ મળી રહે તે માટે ઇન્ટર્નશીપ અને વોલ્યુન્ટરીંગ પ્રોગ્રામ પણ સંચાલિત કરે છે. જેના અંતર્ગત આ સમારોહમાં સંસ્થાના સાથી-સ્વયંસેવકોને તેમની ઉમદા કામગીરી બદલ પ્રશંસા પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા.
નિઃસ્વાર્થ ફાઉંડેશનના પ્રેસિડેન્ટ પરાશર સવાણી કૃતજ્ઞતા સાથે આ ઉદ્ઘાટન કાર્યક્રમના સફળ સંચાલન બદલ ટ્રસ્ટી પરિવારના સભ્ય ડૉ. આશિષ સવાણી, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શિલ્પા દવે, ફિલ્ડ કોઓર્ડિનેટર મંદાકીની સાવંત, પ્રોજેક્ટ કોઓર્ડિનેટર જાનકી પટેલ અને સમગ્ર નિઃસ્વાર્થ ફાઉંડેશન ટીમ, તેમજ ઉપસ્થિત તમામ મહેમાનશ્રીઓ તથા દાતાશ્રીઓ નો હ્રદયપુર્વક આભાર વ્યક્ત કરે છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #archives #action #amazing #city #country #india #bharat #mostviral #reels #viralvedio #trending #shorts #gandhinagar #motivation #ahmedabad #vadodara #niswarthfoundation #seiflessfoundation #raisescholarfellowship #scholarship #educationkit #schoolfeesponsorship #domestic #violence #familycounseling #dailybreadproject #selfdefensetraining #physiocareathomeproject #communityservice #internship #polunteeringprogram
