રથયાત્રામાં ભગવાનના ત્રણેય રથોની સુરક્ષા ચેતક કમાન્ડોને સોંપવામાં આવી છે.
નીતા લીંબાચિયા, અમદાવાદ:
27 જૂન 2025:
ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની 148મી રથયાત્રા પરંપરાગત રૂટ પર રંગેચંગે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પહિંદવિધિ કર્યાબાદ નીકળી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સોનાની સાવરણીથી રથની સફાઈ કરવામાં આવી હતી, ત્યારબાદ ભગવાનના રથ ખેંચી ત્રણેય રથોનું નગરયાત્રાએ જવા માટે પ્રસ્થાન કરાવ્યું હતું.
રથયાત્રાની શરૂઆત સુશોભિત 18 ગજરાજોથી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શણગારેલ 101 ટ્રકોમા ખાસ ઓપરેશન સિંદૂર ની થીમ જોવા મળી રહી છે, વિવિધ 18 જેટલી ભજન મંડળીઓ, 30 અખાડા અવનવા કરતબ કરતા જોવા મળી રહ્યાં છે. અને અલગ અલગ સાંસ્કૃતિની ઝાંખી કરાવતી વેશભૂષા સાથે આ પરંગપ્રરાગત આ રથયાત્રા નિયત સમયે નિયત માર્ગો ઉપર ફરી સાંજે નિજ મંદિરમાં પરત ફરશે.

અમદાવાદની 148મી રથયાત્રામાં જે ગજરાજે આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે ત્યારે એ રથયાત્રા ની અંદર 18 ગજરાજનું આગમન થતું હોય છે. ત્યારે તેમાંથી એક નર ગજરાજ તેનું માનસિક સંતુલન ગુમાવતા એકદમ જ અચાનક દોડધામ થઈ ગઈ હતી. તેમાં પોલીસ દ્વારા પબ્લિકને દૂર કરવામાં આવી હતી પરંતુ કેટલાક લોકો જપેટમાં આવી ગયા હતા પણ ભગવાનની કૃપાથી તેઓ બચી ગયા હતાં.

હાલમાં આ હાથી ને ડોક્ટર અને વન વિભાગ દ્વારા કંટ્રોલ માં લાવવામાં આવેલ છે. અને નિયત માર્ગ ઉપર યાત્રા આગળ વધી રહી છે.
પહેલીવાર ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને આખી રથયાત્રામાં પ્રથમ વખત જ હાઈટેક કંટ્રોલ ઓન વ્હીલ હશે. સાથે કેટલાક આધુનિક ડિવાઈસ પણ છે. સાઉન્ડ ટ્રેકર નામનું ડિવાઈસ રૂટ પર કોઈ પણ જગ્યાએ ફાયરિંગ થાય કે નાનો અમથો વિસ્ફોટ થાય તો પણ પકડી પાડી લોકેશન બતાવશે. 5 કિલોમીટર સુધી રથયાત્રા પર નજર રાખતા ડ્રોનનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનર કચેરી ખાતે હાઈટેક કંટ્રોલ રૂમમાંથી 48 સ્ક્રીન પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
રથયાત્રામાં ભીડને નિયંત્રણમાં લેવા માટેકે પોલીસ 25 એઆઈ આધારિત ડ્રોન કેમેરાથી નજર રાખી રહ્યા છે.
આ રથયાત્રામાં 1200 ખલાસીઓ રથ ખેંચવા જોડાયા છે, રથયાત્રામાં આશરે 24000 હજાર જેટલા પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં સેવા આપી રહ્યા છે. આ રથયાત્રા દરમિયાન 300 કિલો મગ, 500કિલો જાંબુ, 500કિલો કેરી, 500કિલો કાકડી તેમજ અન્ય પ્રસાદ ભક્તોમાં વહેંચવામાં આવશે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #lordjagannathji #jagannathmandir #jagannathtemple #jamalpur #puri #orissa #shobhayatra #bhagvanagannath #rathyatra #148th_rathyatra #lordjagannathji #bahensubhadraji #bhaibalramji #netrotsav #nagaracharya #nagarcharcha #elephant #ehetakcommando #ChetakCommando #gajraj #chiefministerb hupendrabhaipatel #goldenbroom #pahindceremony #operationsindoor #guardofhonor #bhajanmandali #akhada#vasnaarea #mameru #specialdance #action #ahmedabad
