અશ્વિન લીંબાચિયા, અમદાવાદ:
06 જૂન 2025:
શૈક્ષણિક કંપની ફિઝિક્સવાલાહ (પીડબ્લ્યુ) દ્વારા ટોપ 100માં તેના ચાર વિદ્યાર્થીના સ્થાન સાથે જેઈઈ એડવાન્સ્ડ 2025નાં પરિણામો જાહેર કરવામાં આવ્યાં છે. ગાંધીનગર અને અન્ય શહેરોમાં ફિઝિક્સવાલાહના હોશિયાર વિદ્યાર્થીઓએ વિજયયાત્રા 2025 થકી તેમની સફળતાની ઉજવણી કરી હતી. વિજય યાત્રા એ જેઈઈ એડવાન્સ્ડનાં પરિણામોમાં ટોચની કામગીરી કરનારના સન્માનમાં વિદ્યાર્થીઓને રેલી છે.

ફિઝિક્સવાલાહના સંસ્થાપક અન સીઈઓ અલખ પાંડેએ જણાવ્યું કે, “જેઈઈ એડવાન્સ્ડ 2025 ક્લિયર કરનારા સર્વ વિદ્યાર્થીઓને અભિનંદન. તમારી એકાગ્રતા, સ્થિતિસ્થાપકતા અને કટિબદ્ધતા એકધાર્યું શીખવાનો જોશ દર્શાવે છે.

પીડબ્લ્યુમાં અમારો ધ્યેય એવી પ્રણાલી નિર્માણ કરવાનો છે, જે સર્વ પાર્શ્વભૂના વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે તેમનાં શૈક્ષણિક લક્ષ્યો હાંસલ કરવા માટે સ્પષ્ટતા, સાતત્યતા અને પહોંચને અગ્રતા આપે છે. શૈક્ષણિક સંસ્થા તરીકે અમે શિક્ષણ જે રીતે અપાય છે તેમાં સુધારણા લાવવા માટે કટિબદ્ધ છીએ. ફક્ત પરિણામ નહીં પરંતુ લાંબા ગાળાની શૈક્ષણિક ઈક્વિટીમાં પ્રગતિ કરવા માટે અમે કટિબદ્ધ છીએ. અને જેઓ આશા રાખતા હતા તેવાં પરિણામ નથી આવ્યાં તેમને માટે આ વધુ લાંબા પ્રવાસમાં ફક્ત વધુ એક પગલું છે.”
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #action #amazing #neet #jee #physicswallah #jeeadvanced #physicswallahvidyapeeth #vijayayatra2025 #mostviral #reels #viralvedio #trending #shorts #ahmedabad
