નીતા લીંબાચિયા, અમદાવાદ:
31 મે 2025:
ક્યુબેટીક એજ્યુટેક પ્રા.લિ.બેંગ્લોર સ્થિત એબેક્સ ટ્રેનીગ પ્રોગ્રામ ચલાવતી સંસ્થા દ્વારા પ્રથમ વખત ઇન્ટરનેશનલ લેવલની એબક્સ એન્ડ મેન્ટલ એરિથમેટીક સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓનો દબદબો રહ્યો હતો.

જે વિશે માહિતી આપતા ક્યુબેટીકના હેડ જગદીશભાઇ પટેલે જણાવ્યું હતું કે, બાળકોને એક સ્પર્ધાત્મક માહોલ મળે અને બાળકોમાં રહેલુ ટેલેન્ટ બહાર આવે તેવા પ્રયાસ સાથે સ્ટડિ વર્લ્ડ, એકેડેમીક સીટી, દુબઈ ખાતે આ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં 17 દેશોના 7 થી 14 વર્ષના 482 વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. જેમાં ગુજરાતના 109 વિદ્યાર્થીઓ હતા.

જેમાંથી 12 વિદ્યાર્થીઓ ચેમ્પિયન, 12 વિદ્યાર્થીઓ ફર્સ્ટ રનર અપ, 12 વિદ્યાર્થીઓ સેકન્ડ રનર અપ, 10 વિદ્યાર્થીઓ થર્ડ રનર અપ અને 31 વિદ્યાર્થીઓ મેરીટ- ટોપ 10 ની ટ્રોફીઓ જીતીને સમગ્ર વિશ્વમાં ભારત – ગુજરાતનું નામ રોશન કર્યું હતું.
આ સ્પર્ધામાં બાળકોએ ફક્ત 6 મિનિટમાં ચેમ્પિયનઓ સોલ્વ કર્યા હતા. જે માટે વિદ્યાર્થીઓએ બે મહિના પ્રેક્ટિસ કરી હતી.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #dubai #international #abacus&mentalarithmeticcompetition #cubeticedutechPvt.Ltd. #bangalore #abextrainingprogram #champion#ahmedabad
