નીતા લીંબાચિયા, અમદાવાદ:
07 એપ્રિલ 2025:
6 એપ્રિલ 2025 રવિવાર રામનવમી નો પાવન ઉત્સવ જયારે સમગ્ર દેશ આજે ઉજવણી કરી રહ્યો છે ત્યારે ગાંધીનગર જિલ્લા માં આવેલ બોરુ રૂડા ગામે ગોગા મહારાજ તેમજ રાજ રાજેશ્વરી જહુ માઁ નો ત્રિ દિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા નો ભવ્ય પ્રસંગ તારીખ 8/9/10 એપ્રિલ ના રોજ રાખવામાં આવેલ છે.

પરમ ભક્ત શ્રી મનુબાપા, નયનાબા તેમજ અંશુલભાઈ રબારી તરફથી સમગ્ર ધર્મ પ્રેમી જનતા ને ત્રણ દિવસ નું જાહેર આમન્ત્રણ આપવામાં આવે છે.

આ પ્રસંગ નિમિતે સતત ત્રણ દિવસ દિવસ ગોગા મહારાજ તેમજ જહુ માતાજી નો મહાયજ્ઞ,તારીખ 9 એપ્રિલ બુધવાર ના રોજ બોરુ રૂડા ગામે શોભાયાત્રા રાખેલ છે તેમાં 500 થી વધારે સંતો ની ઉપસ્થિતિ હશે અને 2000 થી વધારે ભાવિ ભક્તો જોડાશે અને રાતે ભવ્ય ડાયરો રાખેલ છે જેમાં ગુજરાત ના નામાંકિત કલાકારો ઉપસ્થિત રહેશે અને તારીખ 10 એપ્રિલ ગુરુવાર ના રોજ ગોગા મહારાજ તેમજ જહુ માતાજી ની ભવ્ય રમેલ નું આયોજન રાખેલ છે.
ગોગા મહારાજ અને જહુ માતાજી ની ત્રિ દિવસય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા ના શુભ અવસર પર ગુજરાત તેમજ ભારત ભરમાંથી સંતો, મહંતો, ભુવાજીઓ, અને ધર્મ પ્રેમી ભક્તો પધારશે અને આ મહોત્સવ ધામ ધૂમ થી ઉજ્જવમાં આવશે.
ગોગા મહારાજ અને જહુ માતાજી ની અસીમ કૃપા ભક્તો ઉપર સતત વરસતી રહે અને ધર્મ નું એક ભગીરથ કાર્ય જે બોરુ રૂડા ગામે થવા જઈ રહ્યું છે તેના સહભાગી બનવા માટે નાત વિહોતર તેમજ અઢારે આલમ ને ભક્ત શ્રી મનુબાપા અને નયના બા તરફ થી ભાવ ભર્યું આમન્ત્રણ છે..
(પરમ ભક્ત શ્રી મનુબાપા તથા નયના બા -ગોગા જહુ ધામ બોરુ )
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #ramnavami #gogamaharaj #rajarajeshwarijahuma #idolworship #gogajahudhamboru #gojariya #gandhinagar #ahmedabad
