નીતા લીંબાચિયા, અમદાવાદ:
08 એપ્રિલ 2025:
ગોતા વિસ્તારમાં ચાર મિત્રોએ સાથે મળીને એક નવું સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે – અચ્યુતમ ફ્રુટ્સ, જે કુદરતી ફળોમાંથી બનેલા સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ આઈસ્ક્રીમની વિશાળ શ્રેણી ઓફર કરે છે. આ નવી શોપ ગોતા વિસ્તારમાં વેસ્ટર્ન પ્રાઇમ પર સ્થિત છે.

અચ્યુતમ ફ્રુટ્સમાં કેરી, જાંબુ, દાડમ, સફરજન અને અન્ય ઘણાં મોસમી ફળોમાંથી બનેલા આઈસ્ક્રીમ ઉપલબ્ધ છે. ખાસ વાત એ છે કે આ આઈસ્ક્રીમમાં કોઈપણ પ્રકારની સુગર કે પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરવામાં આવતો નથી, જે તેને આરોગ્ય સભાન લોકો માટે એક ઉત્તમ વિકલ્પ બનાવે છે.

ઉલ્લેખનીય છે કે અચ્યુતમ ફ્રુટ્સની ની ફ્રેન્ચાઈઝી સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં તેની હાજરી ધરાવે છે. કંપની ધીમે ધીમે વિકાસ કરી રહી છે અને ટૂંક સમયમાં આઈસ્ક્રીમની લગભગ ૪૦ જેટલી વિવિધ ફ્લેવર્સ તેમજ સ્મૂધીઝ અને અન્ય પ્રોડક્ટ્સ પણ રજૂ કરવાની યોજના ધરાવે છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #gota #achutamfruit #naturalfruiticecream #ahmedabad
