નીતા લીંબાચિયા, અમદાવાદ:
15 એપ્રિલ 2025:
ગતરોજ હનુમાન જન્મ મહોત્સવ નિમિતે અલગ અલગ જગ્યા એ અલગ અલગ દાતાઓ દ્વારા છાસ, શરબત, પાણી, ખીચડી -કઢીનું મફત વેચાણ કરવામાં આવેલુ હતું. જેમાં અમદાવાદના નરોડામાં આવેલ એલેક્ષા ફાઉન્ડેશન અને એલેક્ષા પ્રોપર્ટી હબ તરફથી ડભોડા હનુમાન મંદિર ખાતે મફત શરબતનું વિતરણ રાખવામાં આવેલું હતું.

એલેક્ષા પ્રોપર્ટી હબના સંકેત ત્રિવેદીએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા એક 1 વર્ષથી સેવાના ભાગ રૂપે અલગ અલગ સેવાના કામ કરતા રહેતા હોય છે. જેમકે ગરીબોને જમાડવું, ગરીબોમાં કપડાનું વિતરણ કરવું, શિયાળા દરમિયાન જરૂરિયાતમંદ લોકો ને ઓઢવાનું તેમજ પાથરવાનું આપવું વગેરે જેવા સેવાના કાર્યો કરતા રહે છે.

આજે એલેક્ષા ફાઉન્ડેશન અને એલેક્ષા પ્રોપર્ટી હબની ટીમ તરફથી ડભોડા ગામે હનુમાન જન્મ મહોત્સવ નિમિત્તે મફત શરબતનું આયોજન કરવામાં આવેલું હતું.
જેમાં ડભોડા હનુમાન મંદિરે દર્શનાથે આવેલા ભાવિક ભક્તોએ ગરમીમાં આ શરબતનો લાભ લીધો હતો.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #dabhod #alexapropertyhub #dabhodahanumanmandir #sharbatdistribution #hanumanjijanmahootsav #ahmedabad
