TTEC વેલનેસ વોકે તેની 22 આવૃત્તિઓ દ્વારા 74 NGO માટે રૂ. 11.37 કરોડથી વધુ ભંડોળ એકત્ર કર્યું
નીતા લીંબાચિયા, અમદાવાદ:
05 માર્ચ 2025:
શહેરના સોશિયલ કેલેન્ડરમાં જેની સૌથી વધુ આતુરતાપૂર્વક રાહ જોવાય છે તે 23મી વાર્ષિક TTEC વેલનેસ વોક – 2025 (અગાઉ મોટિફ- TTEC ચેરીટી વોક), આ વર્ષે ૯ માર્ચે યોજાશે. એલ.ડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ ખાતે યોજાનારી આ વોક દ્વારા વિવિધ એનજીઓ માટે લોક ભાગીદારીની મદદથી આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવી અને ભંડોળ એકત્ર કરવાના હેતુઓ જાળવી રાખવામાં આવ્યાં છે.

આ વોક 2003 માં એક મનોરંજક પ્રવૃત્તિ તરીકે શરૂ થઇ હતી, પરંતુ દર વર્ષે હજારો સહભાગીઓ તેમાં ભાગ લે છે, જેના કારણે તે એક મહત્વપૂર્ણ અને ખૂબ જ રાહ જોવાતી શહેરની ઇવેન્ટ બની ગઈ છે. તે વ્યક્તિગત યોગદાન અને કોર્પોરેટ સ્પોન્સરશિપના સમર્થન દ્વારા તેના ઉદ્દેશ્યોને પૂર્ણ કરવામાં ખૂબ જ સફળ રહી છે.
છેલ્લા 22 વર્ષોમાં, આ વોકમાં 100,674 થી વધુ સહભાગીઓ અને 284 પ્રાયોજકો સામેલ થયા છે અને 74 NGO માટે રૂ. 11.37 કરોડ એકત્ર કરવામાં મદદ મળી છે.
ઇન્ડિયા- TTECના ઉપપ્રમુખ, ઓપરેશન્સ, બીજુ પિલ્લઈએ જણાવ્યું હતું કે, “અમે ૨૩મી વાર્ષિક TTEC વેલનેસ વોકની જાહેરાત કરતા ગર્વની લાગણી અનુભવીએ છીએ. આ કોઈ સામાન્ય ઇવેન્ટ નથી, પરંતુ સમુદાયની શક્તિ અને પરિવર્તન લાવવા માટે અમે જે જુસ્સો લાવીએ છીએ અને એક સંગઠન તરીકે અમે જે મૂલ્યોને જાળવી રાખીએ છીએ તેનો પુરાવો છે. છેલ્લા ૨૨ વર્ષમાં, અમારા ગ્રાહકો, પ્રાયોજકો અને સમુદાયના અતૂટ સમર્થન દ્વારા, અમે ૭૪ NGO માટે ૧૧.૩૭ કરોડથી વધુ ફંડ એકત્ર કર્યું છે અને પરિવર્તનની આ મુવમેન્ટમાં 1,00,000 થી વધુ સહભાગીઓ સાથે ચાલ્યા છે. આ વર્ષે, અમને ૩ વિશેષ NGO સાથે ભાગીદારી કરવાનો ગર્વ છે જે HIV/AIDS સમર્થન અને હિમાયત દ્વારા હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોને સશક્ત બનાવે છે, આ સાથે આર્થિક સંકટમાં જીવતી મહિલાઓ માટે યોગ્ય આજીવિકા પ્રદાન કરીને અને તેમને સશક્ત બનાવે છે, અને શિક્ષણથી વંચિત બાળકોને શિક્ષણ પ્રદાન કરીને શિક્ષીત કરવાનો પ્રયાસ કરે છે. અમે હંમેશા કહીએ છીએ, ‘જ્યારે અમદાવાદ ચાલે છે, ત્યારે ભારત બદલાય છે’, તેથી હું દરેકને ૯ માર્ચે સવારે ૭ વાગ્યે અમારી સાથે જોડાવા અને હજારો લાયક બાળકો, મહિલાઓ અને યુવાનોના જીવનમાં અર્થપૂર્ણ પરિવર્તન લાવવા માટે આમંત્રણ આપું છું.”
TTEC વેલનેસ વોકની 23મી આવૃત્તિમાં 4 કિમી ચાલવાનું અને 7.5 કિમી દોડનો સમાવેશ થાય છે. તે એલ.ડી. એન્જિનિયરિંગમાં 09 માર્ચે સવારે 7:00 વાગ્યે શરૂ થશે. સહભાગીઓ ટાઉનસ્ક્રિપ્ટ પર વોક માટે ઓનલાઈન નોંધણી કરાવી શકે છે. રજિસ્ટ્રેશન માટેની ન્યૂનતમ ફી રૂ. 300 છે. કંપની નોંધાયેલા દરેક સહભાગીના રૂ. 300 થી મેચ કરશે.
23મી વાર્ષિક વેલનેસ વોકના લાભાર્થી NGO:
- ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ HIV/AIDS (GSNP+): વર્ષ 2003 થી ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં HIV/AIDSથી પ્રભાવિત વ્યક્તિઓ અને પરિવારોને સમર્થન, જ્ઞાન વહેંચણી અને સમુદાય-મજબૂતીકરણ કાર્યક્રમો દ્વારા ટેકો આપવા માટે કાર્ય કરે છે. (80G)
- પર્યાવરણ મિત્રઃ વર્ષ 2014 થી, આ પહેલ કચરાના વ્યવસ્થાપનમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા માટે વાજબી વેતન, ગૌરવ અને સન્માન પ્રદાન કરીને કચરો ઉપાડતી મહિલાઓને સશક્ત બનાવી રહી છે. તે તેમના જીવનની ગુણવત્તા વધારવા માટે આરોગ્યસંભાળ, ખાદ્ય સુરક્ષા અને વ્યાજમુક્ત લોન પણ પ્રદાન કરે છે. (80G)
- સમૈત શાળા : વર્ષ 2016 થી, શૈક્ષણિક અંતરને દૂર કરીને અને વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતાને સશક્ત બનાવીને શાળાઓમાં સમાવિષ્ટ શિક્ષણ વાતાવરણ બનાવવામાં મદદ કરે છે. (80G)
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #ttec_wellnesswalk2025 #motif-ttec_charitywalk #ldcollegeofengineering #gujaratstatenetworkofpeoplelivingwith #hiv #aids #gsnp+ #environmentfriendly #samaitschool #ahmedabad#ahmedabad
