અશ્વિન લીંબાચિયા, અમદાવાદ:
10 માર્ચ 2025:
જાણીતા આધ્યાત્મિક ગુરૂ અને રામચરિત માનસના પ્રચારક પરમ પૂજ્ય મોરારી બાપૂએ આજે સોનગઢ (તાપી)માં તેમની રામકથા દરમિયાન મહિલા દિવસ નિમિત્તે વિશ્વભરની માતાઓ, બહેનો અને પુત્રીઓ કે જેઓ માતૃશરીર ધારણ કરીને જગત માટે સમર્પિત થયાં એવી તમામ માતાઓને મહિલા દિવસની વ્યાસપીઠ ઉપરથી શુભેચ્છા પાઠવી હતી.

તેમણે કહ્યું હતું કે, રામાયણને અને ગીતાને પણ માતા કહી છે, તે માતૃ સ્વરૂપ છે. તેમણે વિશ્વની તમામ માતાઓ, દેવીઓને પ્રણામ અને અભિનંદન પાઠવ્યાં હતાં.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #moraribapu #ramkatha #tapi #songadh #empoweringwomen #internationalwomen’sday #ahmedabad
