નીતા લીંબાચિયા, અમદાવાદ:
01 માર્ચ 2025:
હેપ્પી યુથ ક્લબ દ્વારા “કૌન બનેગા કરોડપતિ”ના સેટ પર આપવામાં આવેલી ભેટ મેળવી મહાનાયકે સંસ્થાની સેવા પ્રવૃત્તિને બિરદાવી હતી

ટેલિવિઝનની દુનિયામાં “કૌન બનેગા કરોડપતિ” નામનો શો છેલ્લાં ૨૫ જેટલાં વર્ષોથી ખુબ લોકપ્રિયતા ધરાવે છે, તેનું સૌથી મોટુ કારણ આ શોના હોસ્ટ હિન્દી ફિલ્મ ઇતિહાસના સુપ્રસિદ્ધ અભિનેતા સુપરસ્ટાર મહાનાયક અમિતાભ બચ્ચન છે.
તાજેતરમાં જ ગત તા. ૨૫મી નવેમ્બરે મુંબઈ ખાતે “કૌન બનેગા કરોડપતિ”ના શૂટિંગમાં ગાંધીનગરના સેવાભાવી યુવાનોની સંસ્થા હેપ્પી યુથ ક્લબના સ્થાપક પ્રમુખ સમીર રામી અને ઉપપ્રમુખ ભાવના રામી પણ જોડાયાં હતા. આ બંનેએ તેમની સંસ્થાની ચકલી બચવવાના અભિયાનની પર્યાવરણીય પહેલના ઓળખ સમા “હેપ્પી ચકલી ઘર” અમિતાભ બચ્ચનને ભેટમાં આપ્યા હતા જે મહાનાયકને ખુબ ગમ્યા હતા.
તેમણે “હેપ્પી ચકલી ઘર” અંગે રસ દાખવી સમીર રામી પાસેથી રસપૂર્વક વાત કરીને તે પ્રોજેક્ટ અંગે વિગત પૂછીને સઘન જાણકારી મેળવી હતી અને હેપ્પી યુથ ક્લબના આ સેવાકાર્યને બિરદાવ્યું હતું. આ પ્રસંગે સમીર રામીએ ચકલી બચવવાના અભિયાનની પર્યાવરણીય પહેલના ઓળખ સમા “હેપ્પી ચકલી ઘર” અમિતાભ બચ્ચનને ભેટમાં આપ્યા હતા. આ સાથે અમિતાભ બચ્ચને “હેપ્પી ચકલી ઘર”ની ભેટ સ્વિકારી હતી અને તેમણે કેટલાંક “હેપ્પી ચકલી ઘર” પર તેમનો ઓટોગ્રાફ પણ આપ્યો હતો.
તાજેતરમાં આ ઘટના અંગેની તસવીરો કેબીસી દ્વારા રિલીઝ કરવામાં આવી છે. હેપ્પી યુથ ક્લબ દ્વારા આ સુવર્ણ તક જેના થકી પ્રાપ્ત થઇ હતી તે માટે ગાંધીનગર અમિતાભ બચ્ચન ફેન ક્લબના પ્રમુખ એડવોકેટ દિલીપસિંહ બિહોલાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #kbc #amitabhbachchan #happychaklighar #happyyouthclub #kaunbanegacrorepati #mumbai #ahmedabad
