રિલાયન્સ જીઓ ના પેટ્રોલ પંપ પર ફક્ત રૂપિયા 200 નું પેટ્રોલ ભરાવા પર લાગ્યો જેકપોટ,
પથિક લીંબાચિયા, અમદાવાદ:
31 માર્ચ 2025:
વારેતહેવારે આમ તો ઘણી બધી સ્કીમો ચાલતી હોય છે જેનો સામાન્ય માણસો લાભ લેતા હોય છે પરંતુ હમણાં જ એક સમાચાર આવ્યા કે રિલાયન્સ જીઓના પેટ્રોલ પંપ પર ફક્ત રૂપિયા 200 નું પેટ્રોલ ભરવા પર મહેસાણાના રાકેશભાઈ પટેલને લાગી હ્યુન્ડાઈ ની એક્સટર લક્ઝુરિયસ કાર.

પેટ્રોલ પંપ ના સંચાલકે જણાવ્યું કે આ સ્કીમ અમારા jio પેટ્રોલ પંપ ના સીઈઓ હરીશભાઈ મહેતા તેમજ રાજ્યના હેડ એવા પ્રિન્સ ભાઈ જિંદાલના કહેવા અનુસાર તારીખ 1/3/2024 થી ચાલુ કરવામાં આવેલી હતી.
જેમાં મહેસાણાના રાકેશભાઈ પટેલની આ ગાડી લાગી છે જ્યારે રાકેશભાઈ સાથે વાત કરવામાં આવી ત્યારે રાકેશભાઈએ જણાવ્યું કે તેઓએ સામાન્ય પણે જે રીતે પેટ્રોલ ભરાવતા હોય છે તે રીતે રૂપિયા બસોનું પેટ્રોલ ભરાવ્યું હતું અને ત્યારબાદ થોડા દિવસ પછી તેમને કોલ આવ્યો કે તેમને ઇનામ લાગ્યું છે પરંતુ સામાન્ય પણે ઘણી બધી જગ્યા ઉપર આ રીતના કોલ આવતા હોય છે જે ફ્રોડ હોય છે એટલે તેમને શરૂઆતમાં વિશ્વાસ ન કર્યો.

પરંતુ ત્રણ-ચાર વખત ફોન આવ્યો ત્યાર બાદ તેઓએ રૂબરૂ પેટ્રોલ પંપ ની મુલાકાત લીધી અને તેમને જાણવા મળ્યું કે તેઓ ખરેખર આ ગાડી ઇનામમાં જીત્યા છે ત્યારે તેમની ખુશી નો કોઈ પાર ન રહ્યો અને રાકેશભાઈએ જણાવ્યું કે તેઓ એક કંપનીમાં ડ્રાઇવર તરીકે જોબ કરે છે અને હવે જ્યારે તેમને પોતાની ગાડી લાગી છે ત્યારે હવે તેમની તમામ મુશ્કેલીઓ આસાનીથી પાર પડી જશે અને તેમનો જીવન નિર્વાહ પણ ખૂબ જ સારી રીતે થઈ શકશે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #jio #jiopetrolpump #RelianceJioPetrolPump #reliancejiopetrolpump #reliance #mehsana #hyundaiextraccar #pmmodi #ahmedabad
