નીતા લીંબાચિયા, અમદાવાદ:
17 માર્ચ 2025:
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી,ગાંધીનગર નાં આર્થિક સહયોગ થી ગુજરાત ની સંસ્કૃતિ ને ,લોકગીતો ને,લોક સંગીત ને જાણવા નો ,નવી પેઢી ને એનો અનુભવ કરાવા નો અનેરો કાર્યક્રમ નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલ્ડ નાં 33 માં સ્થાપના દિન નિમિત્તે ગુજરાત યુનિવર્સિટી નાં ઉપાસના રંગમંચ ખાતે યોજાયેલ,

જેમાં પ્રખ્યાત ગાયક બ્રિજેશ પારેખ, રાજુ પારેખ,મૌલિકા દવે, મોનિલ પંડ્યા અને પંકજ દવે એ આવેલ મનોદિવ્યાંગ લાભાર્થીઓ અને એમના પરિવાર ને ગુજરાત ની લોક સંસ્કૃતિ ની ઝલક ગીતસંગીત નાં માધ્યમ થી કરાવેલ.નવી પેઢી માં ગુજરાતી ભાષા અને ગુજરાત ની સંસ્કૃતિ ને સમજાવા નો આ ઉત્તમ પ્રયાસ હતો.


દિપ પ્રાગટય કરી સંસ્થા નાં ટ્રસ્ટીગણે,કયુ એક્સ કંપની નાં વિશાલજી અને ચંદ્રશેખરજી એ,કોર્પોરેટર ભાવીબેન પંચાલ અને પથિક પંચાલ એ સંસ્થા નાં એન્યુઅલ રિપોર્ટ નુ વિમોચન કરી કાર્યક્રમ ની શરૂઆત કરાવી હતી.
આ કાર્યક્રમ માં 26 મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ એ બનાવેલ પેઇન્ટિંગ નું એકઝીબીશન પણ રાખવા માં આવેલ જેને સારો પ્રતિસાદ મળેલ. સંસ્થા એ ગુજરાત યુનિવર્સિટી નો ખાસ આભાર વ્યક્ત કરેલ.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagarmentallydisabledStudents #gujaratifolkculture #songmusic #mentallydisabled #gujaratStatemusicdramaacademy #navjeevancharitabletrust #dr.harikrishnadahyabhaiswamyschoolformentallydisabled #ahmedabad
