પથિક લીંબાચિયા, અમદાવાદ:
27 માર્ચ 2025:
ભારતની પ્રીમિયર લક્ઝરી સલૂન બ્રાન્ડ ગીતાંજલિ સલૂન દ્વારા અમદાવાદના સિંધુ ભવન ખાતે તેના ભવ્ય સિગ્નેચર ફ્લેગશિપ સ્ટોરનું અનાવરણ કરવામાં આવ્યું છે. અમદાવાદના એક મોકાના સ્થાન પર ૬૦૦૦ સ્ક્વેર ફૂટના વિસ્તારમાં ફેલાયેલા આ નવા સલૂનમાં અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રસપ્રદ તેમજ વૈભવી આંતરિક સુશોભન સાથે ઉચ્ચ દરજ્જાની સૌંદર્ય સબંધિત સેવાઓનું સંલગ્ન જોવા મળે છે. આ સ્ટોર સાથે બ્રાન્ડના મેનેજિંગ ડિરેક્ટર અને સેલિબ્રિટી હેરસ્ટાઇલિસ્ટ સુમિત ઈસરાની બ્રાન્ડ પ્રત્યેના તેમના અતૂટ સમર્પણ માટે પ્રશંસા પામ્યા છે. સૌંદર્ય સબંધિત સેવાઓની વ્યાખ્યા બદલી નાખવા માટે પ્રખ્યાત, આ બ્રાન્ડ શહેરના સૌંદર્ય પ્રેમીઓ માટે વૈશ્વિક સ્તરની ત્વચા, વાળ અને મેક-અપ સેવાઓ સાથે વૈભવી, કલાત્મકતા અને લાવણ્યનું એક અનોખું મિશ્રણ પ્રસ્તુત કરે છે. ઉચ્ચ ધોરણે પ્રશિક્ષિત વ્યાવસાયિકો અને જાણીતા સ્ટાઈલિસ્ટની નિષ્ણાત ટીમ સાથે, ગીતાંજલિ સલૂન ભારતભરમાં જાણીતા શ્રેષ્ઠતાના ધોરણોને અસાધારણ સ્તરે પહોંચાડવાનું વચન આપે છે.

“૧૯૮૯માં, ગીતાંજલિ સલૂનને સૌંદર્ય સબંધિત સેવાઓ માટે જુસ્સા સાથે લોકોને શ્રેષ્ઠ અનુભવ પૂરો પાડવાના એક નાનકડા સ્વપ્ન તરીકે શરૂ કરવામાં આવ્યું હતુ. આજે ૩૬ વર્ષ પછી, એ સ્વપ્ન ૪૦+ શહેરોમાં ૨૦૦+ સ્થળોએ વિકસ્યું છે – પરંતુ અમારું વચન એ જ છે. ખરા અર્થમાં અમારી વ્યાખ્યા શું છે? ભારતની સૌથી વિશ્વસનીય અને નવીન સૌંદર્ય સબંધિત બ્રાન્ડ બનવાની અમારી પ્રતિબદ્ધતા – એક એવી જગ્યા જ્યાંની નિષ્ણાત વાળ અને સુંદરતા સેવાઓ તમારા આત્મવિશ્વાસને સશક્ત બનાવે છે, અને દરેક વખતના અનુભવમાં વૈભવતાનો એક નવો માપદંડ સ્થાપિત કરે છે. અને હવે, અમદાવાદ અમારી સફરમાં એક ખાસ સ્થાન ધરાવે છે – સિંધુ ભવન ખાતે અમારા સિગ્નેચર ફ્લેગશિપ સલૂન ગીતાંજલિમાં સૌથી શ્રેષ્ઠ સેવાઓ તમારા સુધી પહોંચાડવા માટે અમે કટિબદ્ધ છીએ. ૩૬ અદ્ભુત વર્ષો માટે આભાર.” – સુમિત ઇસરાની
અમદાવાદના સિંધુ ભવન ખાતે ફ્લેગશિપ સલૂનના લોન્ચ વિશે વધુ વિગત આપતા, પ્રખ્યાત ટીવી હોસ્ટ અને અભિનેત્રી અનુષા દાંડેકર: તેમનું અવતરણ અહી ઉમેરવામાં આવશે

જાણીતા સિતારોથી સજ્જ આ ઈવેન્ટમાં મનોરંજન, ફેશન અને સામાજિક ક્ષેત્રની પ્રતિષ્ઠિત હસ્તીઓ સામેલ થઈ હતી. સુમિત ઈસરાની દ્વારા આયોજિત આ ઓપનિંગ સેરિમનીમાં શહેરના HNI, ઈન્ફ્લુએન્સર અને ફેશન ઉદ્યોગના જાણીતા લોકો હાજર રહ્યા હતા અને આ લોન્ચ ઈવેન્ટનું મુખ્ય આકર્ષણ જાણીતા ડિઝાઇનર રિદ્ધિ મહેરાના સહયોગમાં આયોજિત અનોખા વાળ અને મેકઅપ લુક્સનું પ્રદર્શન હતું.
આ સાથે ગીતાંજલીએ બે દાયકાથી પ્રખ્યાત ફ્રેન્ચ હેર કેર અને કલર બ્રાન્ડ્સ કેરાસ્ટેસે અને લોરિયલ પ્રોફેશનલ સાથે પણ ભાગીદારી કરી છે. આ બ્રાન્ડ અનોખા ઈન-સલૂન અનુભવ સાથે શેમ્પૂ, માસ્ક, સીરમ, તેલ અને અન્ય સારવાર માટેના ઉત્કૃષ્ટ ઉત્પાદનો દ્વારા વાળ અને માથાની ચામડી માટે અસાધારણ પરિણામો આપવા પ્રતિબદ્ધ છે.

ગીતાંજલિ સલૂન વિશે
ગીતાંજલિ ૧૯૮૯થી ઉદ્યોગમાં અગ્રણી બ્રાન્ડ રહી છે, જેનો ઉદ્દેશ્ય વાળ, ત્વચા, બોડી સ્પા, હાથ અને પગ, વાળંદકામ, નખ માટે સેવાઓ અને મેકઅપ સેવાઓ માટે વિશ્વ કક્ષાનો અનુભવ પૂરો પાડવાનો છે. તેમની પાસે સોનમ બાજવા, મલાઈકા અરોરા, કરિશ્મા તન્ના, સોહા અલી ખાન, મહિપ કપૂર, રકુલ પ્રીત, દીપિકા પાદુકોણ, સંજના સંઘવી, લિસા હેડન, હુમા કુરેશી, જસ અરોરા, એરિકા ફર્નાન્ડીઝ, ગેબ્રિયલ જેવા ઘણા મોટા ગ્રાહકોની ખૂબ વિશાળ યાદી છે. સુમિત ઈસરાનીએ પોતે મિશેલ ઓબામા અને હિલેરી ક્લિન્ટન જેવા ઉચ્ચ દરજ્જાના ગ્રાહકો સાથે કામ કર્યું છે. ઉદ્યોગમાં ૩૬ વર્ષથી વધુ સમય સાથે, ગીતાંજલિ આજે ભારતમાં સૌથી ઝડપથી વિકસતું અને સૌથી સ્થિર સલૂન સામ્રાજ્ય બની ગયું છે, જેમની પાસે ૪૦ શહેરોમાં ૨૦૦થી વધુ આઉટલેટ્સ અને ૫૦૦૦થી વધુ સર્જનાત્મક કલાકારો અને વ્યાવસાયિકોની ટીમ છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #geetanjalisalon #slagshipstore #sindhubhawan #pmmodi #ahmedabad
