નીતા લીંબાચિયા, અમદાવાદ:
15 માર્ચ 2025:
GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર્વ પર એક “મોબાઇલ મેમોગ્રાફી કેમ્પ” નું થયેલ આયોજન. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી બિઝનેસ વુમન કમિટી દ્વારા તારીખ 8 મી માર્ચ, 2025 ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલાદિવસ નિમિત્તે એક “મોબાઇલ મેમોગ્રાફી કેમ્પ” નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે બોલતા BWC ના ચેરપર્સન સુશ્રી પ્રાચી પટવારીએ ઉલ્લેખ કર્યો હતો કે આયોજિત “મોબાઇલ મેમોગ્રાફી કેમ્પ”તેઓના “વાર્ષિક બ્રેસ્ટ કેન્સર અવેરનેસ ઇનિશિએટિવ” નો એક ભાગ છે.
તેઓએ કેમ્પના આયોજનમાં સંપૂર્ણ સહયોગ માટે”અવેક્સ સ્ટુડિયો” અને કુ. આશ્કા પટેલ નો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. BWC દ્વારા હાથ ધરવામાં આવેલ આ અભિયાન તેઓની તેમજ આ કાર્ય સાથે સંકળાયેલ અન્ય સંસ્થાઓની “બ્રેસ્ટ કેન્સર”જેવા જીવલેણ રોગ બાબતે જાગૃતિ ઊભી કરવાની તેમજ તેના નિવારણ માટે મદદરૂપ થવાની કટિબદ્ધતા ને પ્રતિબિંબિત કરે છે.

અને સહભાગીઓને આવા સ્વાસ્થ્ય જોખમો સામે જાગૃત રહેવા અને તેમને દૂર રાખવા માટે સશક્ત બનાવે છે. સમગ્ર કાર્યક્રમ GCCI BWC ના “સુદ્રઢ સ્વાસ્થ્ય દ્વારા ઉજ્જવળ ભવિષ્ય” ના મિશનનો એક ભાગ હતો.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #gcci #gccibusinesswomencommittee #woman’sday #mobilemammographycamp #ahmedabad
