પરંપરા એકઝીબિશન દ્વારા ‘એસ્ટ્રો આયુર્વેદ એક્સ્પો’ નો પ્રારંભ થયો છે. ૨૧ માર્ચથી ૨૩ માર્ચ સુધી ગ્વાલિયા બ્લૂમ બેન્કવેટ, સિંધુ ભવન રોડ પર યોજાતા આ એક્સ્પોમાં, અમદાવાદવાસીઓ માટે ભારતીય શાસ્ત્રો અને પ્રાચીન વિજ્ઞાનને સમજવાનો અનોખો અવસર છે.

પરંપરા એકઝીબિશનના ફાઉન્ડર શ્રીમતી હેતલ શાહ ના જણાવ્યા અનુસાર, આ એક્સ્પો દેશમાં વર્ષોથી ચાલતા સ્પિરિચ્યુઅલ હેલ્થ અને જ્યોતિષ શાસ્ત્ર પર પ્રકાશ પાડશે. તેઓ કહે છે કે, “આયુર્વેદ અને જ્યોતિષ શાસ્ત્ર આપણા શાસ્ત્રોમાં એકબીજાના પૂરક ગણાય છે. ગ્રહોની ગતિ અને શરીરની રચના વચ્ચે ઉંડો સંબંધ છે. આ જ પ્રાચીન જ્ઞાનને વધુ લોકો સુધી પહોંચાડવા માટે આ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે.”

આ એક્સ્પોમાં મુંબઈ, દિલ્હી, હરિદ્વાર, કોલ્હાપુર, સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ, નડિયાદ, ગાંધીનગર સહિત દેશભરના વિવિધ શહેરોમાંથી વિદ્વાન લોકો જોડાયા છે. અહી લોકોને ભારતભરના વિદ્વાન જ્યોતિષશાસ્ત્રીઓ , વાસ્તુ શાસ્ત્રી, હીલર્સ, ટેરોટ રીડર્સ, ક્રિસ્ટલ અને જેમ્સ સ્ટોન્સના વેપારીઓ, આયુર્વેદ અને નેચરોપેથી એક્સપર્ટ્સ તથા વેલનેસ પ્રોડક્ટ્સ અને બીજા ઘણા બધા વિષય પર જાણકારી મળશે.
અમદાવાદવાસીઓ માટે આ એક્સ્પો પ્રાચીન શાસ્ત્રો અને આરોગ્ય વિજ્ઞાનને નવી દ્રષ્ટિએ સમજવા અને અનુભવાનો એક ઉત્તમ અવસર પૂરું પાડી રહ્યો છે. આ એક્સ્પો ૨૧ માર્ચથી ૨૩ માર્ચ સુધી દરરોજ સવારે ૧૧થી રાત્રે ૯ વાગ્યા સુધી ખુલ્લો રહેશે.
#bharatmirror #bharatmirror21 #news #gujaratinews #worldnews #hindustan #ahmedabad #gujarat #ayurveda #AstroAyurvedaExpo #AstroAyurveda #AyurvedaExpo #AstrologyExpo
