નીતા લીંબાચિયા, અમદાવાદ:
09 માર્ચ 2025:
વિખ્યાત કલાકાર ડો. રવિદર્શનજી વ્યાસ દ્વારા હિંદુ ધર્મના શાસ્ત્રો, ઐતિહાસિક ઘટનાઓ અને મહાકાવ્યો દ્વારા પ્રેરિત ચિત્રોનું એક નોંધપાત્ર પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેમાં ભારતભરના રાજવીઓએ આ પ્રથમ સેશનની મુલાકાત લીધી હતી. ડો. વ્યાસે ભારતમાં કેટલાક ભવ્ય ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેતી વખતે જે અનુભવ્યું હતું અને ઓઇલ કેનવાસ પર પોતાની લાગણીઓ દ્વારા વ્યક્ત કરી હતી તે પૌરાણિક વાર્તાઓ દર્શાવતા આ ચિત્રોનું છ માર્ચ, 2025ના રોજ અમદાવાદના સેપ્ટ ખાતેના હઠીસિંહ આર્ટ સેન્ટર ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને તે 7 માર્ચથી 9 માર્ચ, 2025 સુધીમાં ખુલ્લું રહેશે.

મૂળ ગોંડલના ડો. વ્યાસ બાળપણથી જ કળા પ્રત્યે ઝોક ધરાવતા હતા અને બરોડા પેલેસની અંદર કલાકાર રાજા રવિ વર્માને જોઈને તેમને વાસ્તવિક ચિત્રકળાની પ્રેરણા મળી હતી. તેમની જાતે શીખેલી કળાની આ સફર ભવ્ય ચિત્રોની એક આર્ટ ગેલેરીમાં ફેરવાઈ ગઈ. આ ગેલેરી 2017માં તેમના પૂજ્ય શ્રી શ્રી રવિશંકરજી દ્વારા તેમના કુળદેવી ભુવનેશ્વરી માતાજીની મુલાકાત દરમિયાન દેવી માતાને અર્પણ કરવામાં આવી હતી.
“હું બધા જ કલા પ્રેમીઓ અને ઇતિહાસકારોને વિનંતી કરું છું કે તેઓ કલાના કોઈપણ સ્વરૂપમાં ઇતિહાસના મહત્વને સમજવા, તેને પુનઃજીવિત કરવા અને અલાયદો રાખવા માટે આગળ આવે. આ પૌરાણિક કથાઓ અને તેના મૂલ્યોનું સૌથી મોટું સન્માન કહેવાશે. આ દરેક ચિત્રમાં ગહનતા રહેલી છે જે મેં મારા હૃદય અને અંતરઆત્માથી અનુભવી છે. આજની તારીખે પણ તેનું મહત્વ જળવાઇ રહ્યું છે તે રીતે તેને વ્યક્ત કરવા માટે ઘણા સંશોધન અને વિવરણની જરૂર પડશે અને એટલે જ એક ચિત્ર પૂરું કરવા માટે મેં છ મહિનાનો સમય લીધો હતો. મેં અત્યાર સુધી આવા લગભગ 50 અલગ અલગ પ્રસંગોચિત ચિત્રો બનાવ્યા છે.”

“તમામ રાજવી પરિવારના સભ્યો, કલાના જાણકારો, ઇતિહાસકારો અને સાથીઓને મારી અપીલ છે કે તેઓ આપણા મહિના ઇતિહાસ એવા હિંદુ શાસ્ત્રોને જાળવી રાખે જે પૌરાણિક ઇતિહાસમાં ખૂબ જ મૂલ્ય ધરાવે છે. મેં જોયું છે કે આપણી પાસે રહેલા ગોંડલના સમૃદ્ધ વારસા અને પરંપરાનો અનુભવ લેવા માટે ગોંડલની મુલાકાત લેતા તમામ વિદેશીઓ તેની સુંદરતાથી મંત્રમુગ્ધ થઈ જાય છે ત્યારે આપણે સૌ ભારતીયો અને હિંદુઓએ પણ આપણે ગર્વભેર ધરાવીએ છીએ તે આપણા સુવર્ણ યુગના મૂલ્યને જાણવા માટે જાગૃત થવું જોઈએ અને તેનું શિક્ષણ મેળવવું જોઈએ.”
આ પ્રદર્શન જાહેર જનતાને જોવા માટે 9 માર્ચ, 2025 સુધી ખુલ્લું છે જે કલા પ્રેમીઓ, ઇતિહાસ જાણવા ઇચ્છુક ઉત્સાહીઓ અને આધ્યાત્મિક પ્રેમીઓને ભારતના સમૃદ્ધ ભૂતકાળની ખોજ કરવાની અનેરી તક આપે છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #artist #dr.ravidarshavyas #scripturesofhinduism #historicalevents #epics #paintingexhibition #royalsfromacrossindia #artexhibition #ahmedabad
