ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના વિકાસ અને પ્રગતિને ઉજવવા AEJE – The Film Factory દ્વારા એક વિશિષ્ટ ગેધરિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતી ફિલ્મ જગતના કલાકારો, નિર્માતાઓ અને મીડિયા પ્રતિનિધિઓ એકત્ર થયા હતા. આ વિશિષ્ટ સમારંભ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા પ્રોફેશનલ્સ અને સર્જનાત્મક માનસોને એકસાથે લાવી, મનોરંજક ચર્ચાઓ, નેટવર્કિંગ અને સિનેમેટિક વિશેષતાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી. આ પ્રોગ્રામમાં – AEJE Productions (જેમિન પટેલ દ્વારા સંચાલિત),AEJE Entertainment (અંકિત પટેલ દ્વારા સંચાલિત) અને રુચા શાહ, AEJE -પ્રોડ્યૂસર ઉપસ્થિત રહ્યાં હતા. જેઓ દ્વારા ગુજરાતી સિનેમાના વિકાસ અને ભવિષ્ય વિશે રસપ્રદ ચર્ચાઓ કરવામાં આવી હતી.

AeJe – The Film Factory એ આગામી ત્રણ વર્ષ માટે મોટાં વિઝન સાથે 27 ફિલ્મોની ઘોષણા કરી છે, જેમાં 2025માં 8, 2026માં 9 અને 2027માં 10 ફિલ્મો રિલીઝ કરવામાં આવશે. આ બેનરના બે મુખ્ય પ્રોડક્શન હાઉસ છે – AEJE Productions (જેમિન પટેલ દ્વારા સંચાલિત), જે રૂ. 1 કરોડ સુધીના બજેટની ફિલ્મો બનાવશે, અને AEJE Entertainment (અંકિત પટેલ દ્વારા સંચાલિત), જે હાઈ-બજેટ મૂવીઝ પર કામ કરશે. આ અંતર્ગત ત્રણ ફિલ્મોની જાહેરાત કરવામાં આવી છે – “ધમપછાડા”, “અંતરાલ”, અને “અબ્બા ડબ્બા જબ્બા”. “ધમપછાડા”માં શેખર શુક્લા, શરદ શર્મા, સ્મિત પંડ્યા, નિરાલી ઓઝા, ચેતન દૈયા, હિતેષ ઠાકર, આકાશ ઝાલા, હેમાંગ શાહ, કમલેશ પરમાર, ગ્રેન્સી કનેરીયા, છાયા સોની, મગન લુહાર, સપ્તક મહર્ષિ, ફરાજ રૌમા, ભરગવ પરમાર, અભિમન્યુ સિંહ, યામિની જોષી, અતુલ લાખાણી, ડોલી પંચાલ, સતીશ ભટ્ટ, સલોની ટંડેલ, પ્રાંશુ પટેલ, મનીષા નાર્કર, રવિ ઓમપ્રકાશ રાવ, દીપક ભટ્ટ અને લિપ્સા ખત્રી અને અન્ય કલાકારોનો સમાવેશ થાય છે. “અંતરાલ”માં શેખર શુક્લા, હિતેષ ઠાકર, આકાશ ઝાલા, ચિલકા પ્રીત, નિયતિ આચાર્ય, ભાર્ગવ પરમાર, સંજના પટેલ અને માનાલી શાહ તથા અન્ય કલાકારો જોવા મળશે.
“અબ્બા ડબ્બા જબ્બા”માં RJ મિત, આકાશ ઝાલા, હેમાંગ દવે, હિતેષ ઠાકર, ભરગવ પરમાર, વ્યોના પાટિલ, ગ્રેન્સી કનેરીયા, સિમરન ભુટાની, પ્રાંશુ પટેલ અને મગન લુહાર તથા અન્ય કલાકારોએ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે. આ આખી ફિલ્મ સીરિઝનું મેનેજમેન્ટ રુચા શાહ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. AeJe – The Film Factoryઆ ફિલ્મો દ્વારા ગુજરાતીમાં મજબૂત અને નવીન કન્ટેન્ટ લાવવા માટે પ્રતિબદ્ધ છે.
આ ભવ્ય ઇવેન્ટ દ્વારા ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની સફરને ઉજવવા અને ભવિષ્યના નવીન અવસરોને સમજવા માટે એક ઉત્તમ મંચ પુરું પાડયું હતું.
આ ઇવેન્ટમાં ગુજરાતી સિનેમાના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય પર અગ્રણી ફિલ્મમેકર્સ, અભિનેતાઓ અને ઉદ્યોગ વિશેષજ્ઞો સાથે રસપ્રદ ચર્ચાઓ પણ થઈ હતી. તેમજ ગુજરાતી સિનેમામાં અપાયેલ અસાધારણ યોગદાન માટે ઉમદા કલાકારોને સન્માન પુરસ્કારો પણ આપવામાં આવ્યા હતા. આ સાથે ઇવેન્ટમાં વિશિષ્ટ ફિલ્મ શો કેસ – આવનારી ગુજરાતી ફિલ્મોના ઝલક, ટ્રેલર અને દૃશ્યોની ઝાંખી પણ કરવામાં આવી હતી. આ સાથે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના મહાનુભાવોને નેટવર્કિંગનું ઉત્તમ તકો મળી હતી, ઉદ્યોગના મહત્ત્વના હસ્તીઓ સાથે જોડાવાનું એક અનન્ય મંચ, સહકાર અને સર્જનાત્મક ભાગીદારી માટે તૈયારીઓ પણ બતાવી હતી.ગુજરાતી સિનેમાએ એક અદ્ભુત પુનરુથ્થાન અનુભવ્યું છે, જેમાં ફિલ્મોએ માત્ર ભારત જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ માન્યતા અને વખાણ મેળવ્યા છે. AEJE – The Film Factory ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની આ યાત્રાનો એક ભાગ બનવા માટે ગર્વ અનુભવે છે,જ્યાં કલાત્મકતા, વાર્તાકથન અને ઉર્જાને ઉજવવામાં આવશે.આ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન સરપ્રાઇઝ ઇનસાઇડ ઇવેન્ટ એજન્સી દ્વારા કરવામાં આવ્યું હતું.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #aeje-entertainment #aeje-thefilmfactory #dhampachaada #antaral #abbadabbajabba #gujaratifilm #AeJe #pmmodi #ahmedabad
