દર્દીઓના રોગનાં નિદાનથી લઈને તેમને સ્વસ્થ જીવનની ભેટ આપી ઘરે મોકલવા સુધીની જવાબદારી જે તે આરોગ્ય સંસ્થા, હૉસ્પિટલ તેમજ તેની સાથે સંકળાયેલ દરેક વ્યક્તિની હોય છે અને આ જવાબદારી સુપેરે નિભાવી જાણે છે ઝાયડસ હૉસ્પિટલ !

આ જ હેતુ સાથે, દર્દીઓની નિરંતર સેવામાં કાર્યરત વડોદરાની ઝાયડસ હૉસ્પિટલે 3 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યાની ઉજવણીના ભાગરૂપે આદરણીય અને સુપ્રસિદ્વ એવા અતુલ પુરોહિત દ્વારા સંચાલિત “ગરબાની રમઝટ” કાર્યક્રમનું સુંદર આયોજન કર્યું હતું. 22 ફેબ્રુઆરી, 2025 ના રોજ દર્દીઓના માનમાં યોજાયેલ આ ગરબા નાઈટમાં છેલ્લા 3 વર્ષનાં ઝાયડસ વડોદરા સાથે જોડાયેલા દરેક વ્યક્તિને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં 15000 થી વધુ લોકોની ઉપસ્થિતિ રહી હતી. અતુલ પુરોહિત અને તેમની ટીમે આ ફુલગુલાબી ઋતુમાં ગરબાની રંગત રાખી હતી.
દર્દીઓએ ઝાયડસ પર મુકેલા વિશ્વાસ અને આસ્થા બદલ ઝાયડસની દર્દીનો આભાર વ્યક્ત કરવાની આ નવીન રીતે દરેકના ચેહરા પર ખુશી લાવી દીધી હતી. આ પ્રકારનો નવતર પ્રયોગ સૌપ્રથમ વાર કરનાર વડોદરાની ઝાયડસ હૉસ્પિટલે દરેકને ગરબાના તાલે ઝૂમતા કરી દીધા હતાં. જેમાં ઝાયડસના ફાઉન્ડર અને ચેરમેન પદ્મભૂષણ શ્રી પંકજ પટેલ સાહેબ તથા તેમના પરિવારજનો, ગ્રુપ CEO, અગ્રણી ડોક્ટર્સ તેમજ DCP સહિત અનેક મહાનુભાવોની હાજરીમાં યોજાયેલ આ સમારંભમાં ઝાયડસ સાથે જોડાયેલ દરેક વ્યક્તિએ અનેરા ઉત્સાહ અને ઉમંગની સાથે ગરબાની રમઝટ માણી હતી.
ઝાયડસ માટે દરેક દર્દી છે ખાસ અને તેથી જ કૃતજ્ઞતાસહ દર્દીઓનો સેવાયજ્ઞ અવિરત આગળ ધપાવતી ઝાયડસ હૉસ્પિટલ, આરોગ્યક્ષેત્રે હજુ વધુ ને વધુ સેવા માટે હંમેશા તત્પર રહે છે.
નીતા લીંબાચિયા, અમદાવાદ:
24 ફેબ્રુઆરી 2025:
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #zydus #zydushospital #vadodara #garba #ahmedabad
