સૂરિરામચંદ્રની જીવન ગરિમા અને વચન વૈભવને ઉજાગર કરતા 96,26,000થી વધુ પાનાંમાં પથરાયેલા સાહિત્યનું પ્રકાશન થયું
નીતા લીંબાચિયા, અમદાવાદ:
24 ફેબ્રુઆરી 2025:
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલા સ્મૃતિમંદિર ખાતે વિશ્વહિતચિંતક, પ્રવચન પ્રભાવક પૂજ્યપાદ આચાર્યશ્રી વિજય કીર્તિયશ સૂરીશ્વરજી મહારાજના માર્ગદર્શન હેઠળ સન્માર્ગ પ્રકાશન દ્વારા એકસાથે 229 પુસ્તકોના વિમોચનનો વિશ્વ વિક્રમ સર્જાયો હતો. ગુજરાતી અને હિંદી એમ બે ભાષામાં ઉપલબ્ધ 226 પુસ્તકોમાં વીસમી સદીના મહાન ધર્માચાર્ય પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબના પ્રવચનોનો સંગ્રહ છે.

મુંબઈ, અમદાવાદ, ભારતભરના વિવિધ મહાનુભાવોના વરદહસ્તે આ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું જેમાં પ્રસિદ્ધ લેખક ડો. શરદભાઈ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા અને યુગાધિરાજ પુસ્તક પરિચય અને તેનું વિવેચન કર્યું હતું.
આ પ્રસંગે પૂ. આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે “વીસમી અને એકવીસમી સદીના જૈનધર્માચાર્ય તરીકે ખ્યાતિ મેળવનાર મહાન ધર્માચાર્ય, જિનશાસન શિરતાજ, તપાગચ્છાધિરાજ, યુગાધિરાજ, પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજે સેંકડો વિષયો પર પ્રવચનો આપ્યા છે. આ પ્રવચનોના અમૂલ્ય સંગ્રહ સમાન 229 પુસ્તકોનું એકસાથે વિમોચન કરતા અમે સહર્ષ આનંદ અનુભવીએ છીએ. ભારતીય સાહિત્યમાં યશકલગી સમાન આ વિમોચન સમારંભ અમદાવાદના આંગણે યોજાયો છે તે સમસ્ત ગુજરાત માટે ગૌરવની વાત છે.”

229 પુસ્તકોના વિમોચન પ્રસંગે પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજના જીવનકાલિન આરાધના, પ્રભાવના, રક્ષાદિના એક-એક પ્રસંગોનું ગુજરાતના પ્રખ્યાત સાહિત્યકાર શ્રી શાંડિલ્ય દ્વારા લિખિત યુગાધિરાજ ભાગ 1-2-3નું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. ગુજરાતના સુપ્રસિદ્ધ વક્તા હરદ્વાર ગોસ્વામીએ આ સભાનું સંચાલન કર્યું હતું તેમજ અનેક વક્તાઓએ આ પુસ્તકો પર પ્રકાશ પાથર્યો હતો.
આ 229 પુસ્તકોમાં યુગાધિરાજ વ્યાખ્યાન વાચસ્પતિશ્રીના શાસ્ત્રીય પ્રવચનોના 108 વિષયોના 108 પુસ્તકો સમાવિષ્ટ છે. આધુનિક મુદ્રણ કલા, વિષયાનુસારી બહુરંગી ટાઇટલ્સ, 60 જેટલા ગીતો-સ્તુતિના મુદ્રણ સાથે તેમાં યુગાધિરાજની દુર્લભ તસ્વીરો સમાવાઇ છે.

સૂરિરામચંદ્રના 108 જીવન પ્રસંગો, ભારતના 170 ગુરુમંદિરોના નામ-સરનામા, 26 ગુરુમંદિરોની સચિત્ર વિગતો, કઠિન શબ્દોની સમજૂતીઓ, વાંચનની ગતિ દર્શાવતું ઇન્ડિકેટર, દરેક પુસ્તકની જુદી પ્રસ્તાવના વગેરે અનેક વસ્તુઓ આવરી લેવાઈ છે. આ પુસ્તકો જૈનશાસનનો બોધ મેળવવા માટેનો અનોખો સંગ્રહ બનાવે છે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #worldrecordofreleasing229books #suriramchandra’slife #dignity #words #vaibhavliterary #publication #smritimandir #world-renownedthinker #influential #discourse #venerable #acharyashrivijaykirtiyashsurishwarjimaharaj #ahmedabad
