નીતા લીંબાચિયા, અમદાવાદ:
19 ફેબ્રુઆરી 2025:
વેજલપુર વિસ્તાર માં આવેલ રાષ્ટ્રપાલ સોસાયટી કે જેનો કુલ વિસ્તાર લગભગ ૧૬૦૦૦ વાર છે તેમાં આજથી લગભગ ૨ વર્ષ પહેલા સિદ્ધિ બિલ્ડર એન્ડ ડેવલપર્સ દ્વારા અહીંના રહીશો ને જણાવવામાં આવ્યું કે આ જમીન સરકારી છે અહીં તમારા મકાન તોડી પાકા મકાન બનાવવામાં આવશે અને તમને અમે ૨ વર્ષ માં ફ્લેટ બનાવી ને આપીશું.

બિલ્ડર અને તેમના મળતિયા ઓ દ્વારા અહીંના રહીશો ને ધાક ધમકી આપતા લગભગ ૧૫૦ જેટલા મકાન ના રહેવાસી અહીં થી મકાન ખાલી કરી બીજે રહેવા જતા રહ્યા હતા.પરંતુ ૨૦ મકાન ના રહેવાસી ત્યાજ રહેતા બિલ્ડર ના માથાભારે તત્વો દ્વારા રહીશો ને ધાક ધમકી અને પ્રલોભન આપવામાં આવેલા હતા પરંતુ રહીશો ન માનતા તેમના લાઈટ ના કનેક્શન લગભગ ૧૮ મહિના પહેલા કાપી નાખવામાં આવ્યા હતા.
પરંતુ સ્થાનિક રહીશો દ્વારા ટોરેન્ટ માં માથાકૂટ કરી લાઈટ કનેક્શન ૨ મહિના ની લડત બાદ લાઈટ ચાલુ કરાવેલ હતી.આ રીતે લગભગ ૧૮ મહિના જેટલા સમય થી મકાન ખાલી કરવા માટે દબાણ કરવામાં આવતું હતું.સ્થાનિક લોકો ના કહેવા પ્રમાણે હમણાં ૧૦ દિવસ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માંથી કોઈ આવી સિક્કા કે કોઈ નંબર વગર ની નોટિસ આપી ગયું અને મકાન ખાલી કરવાની ધમકી આપી ગયુ.સ્થાનિક રહેવાશી નો આક્ષેપ છે કે બિલ્ડર થી જગ્યા ખાલી ન થતા બિવડાવવા માટે કોર્પોરેશન દ્વારા ખોટી રીતે અમને નોટિસ આપવામાં આવેલ છે.
સ્થાનિક નો આક્ષેપ છે કે અમારી જમીન ની કિંમત લગભગ ૨૦૦૦ કરોડ રૂપિયા જેટલી છે જેથી બિલ્ડર એન કેન પ્રકારે અમને એ ખાલી કરાવવા માંગે છે. જેના અનુસંધાનને આજે આ સોસાયટી ના રહીશો દ્વારા કોર્પોરેશન માં હલ્લા બોલ કરવામાં આવેલ હતો અને એસ્ટેટ ઓફિસર ઉપર નકલી નોટ ઉછાળી કોર્પોરેશન ના અધિકારી પૈસા ખાઈ ગયા તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.અને દિન -૫ માં પ્રશ્ન નો નિકાલ કરવામાં નહીં આવે તો કાયદાકીય તથા ફરી મોટી સંખ્યા માં લોકો ને સાથે રાખી ધરણા પ્રદશન કરવામાં આવશે.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #hallabol #fakenotes #rashtrapalsociety #siddhibuilders&developers #governmentland #ahmedabadcorporation #ahmedabad
