- MarkPatent.Org જે બૌદ્ધિક સંપત્તિ અધિકારો (IPR) અંગે જાગૃતતા અને ઉન્નતિ માટે કાર્ય કરતી એક પ્રખ્યાત બિન-નફાકારક સંસ્થા છે, તેણે 8 અને 9 ફેબ્રુઆરી, 2025ના રોજ Renaissance by Marriott, અમદાવાદ ખાતે તેની 18મી વાર્ષિક આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપત્તિ સંમેલનને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું.
- આ વર્ષે સેમિનારનો વિષય “Driving Innovations and Empowering Growth” હતો.
નીતા લીંબાચિયા, અમદાવાદ:
10 ફેબ્રુઆરી 2025:
ડૉ. રાજેશકુમાર આચાર્ય, જે એક અનુભવી પેટન્ટ અને ટ્રેડમાર્ક્સ એટર્ની છે, અને H K Acharya and Company ના proprietor છે, જેમણે MarkPatent.Orgની સ્થાપના કરી. આ સંસ્થા ટ્રેડમાર્ક, પેટન્ટ, કૉપિરાઇટ અને ડિઝાઇન જેવા બૌદ્ધિક સંપત્તિના અધિકારો (IPR) વિશે લોકોને જાણકારી અને જાગૃતિ આપવાનું કાર્ય કરે છે.
પ્રથમ દિવસ (8 ફેબ્રુઆરી, 2025)
કાર્યક્રમની શરૂઆત પરંપરાગત દીપ પ્રગટાવી ને થઈ, જે જ્ઞાન અને પ્રકાશનું પ્રતિક છે. MarkPatent.Org ના ટ્રસ્ટી ડો. ઓમકાર આચાર્ય એ વેલકમ સ્પીચ આપી હતી.
મુખ્ય અતિથિ શ્રી પર્સી અવારી (એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, માઝડા લિમિટેડ) એ બૌદ્ધિક સંપત્તિના વિષય પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
આ 18મી વાર્ષિક આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપત્તિ સંમેલનમાં વિવિધ વિષયોના નિષ્ણાતોએ મહત્વપૂર્ણ વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.
ડૉ. ઓમકાર આચાર્ય (H K Acharya and Company, India) – “Driving Innovations and Empowering Growth” જેમણે ઉદ્યોગો અને ઉદ્યોગ સાહસિકોને અદ્યતન ટેક્નોલોજી, સર્જનાત્મક ઉકેલો અને મજબૂત IPR રણનીતિઓ અપનાવવા પર ભાર મુક્યો હતો. જેમણે જણાવ્યું કે બૌદ્ધિક સંપત્તિ હકો નવીનતાઓના સંરક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
મિસ પેમેલા ઓર્ટેગા (Provimarcas, Colombia) – “IP Expansion: Driving Growth and Innovation in the Indian Market across Colombia and The Andean Community” તેમણે ભારત, કોલંબિયા અને Andean Community માં IPRના વિસ્તરણ અને તેની આર્થિક વિકાસમાં ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. ‘Make in India’ અને ‘Startup India’ જેવી સરકારી પહેલોને પણ તેમણે રજુ કરી.
શ્રી જતીન જલુંધવાલા (Adani Group, India) તેમણે IPR કેવી રીતે આર્થિક અને ટેકનિકલ પ્રગતિને વેગ આપે છે તે વિશે ચર્ચા કરી. પેટન્ટ R&Dમાં રોકાણને પ્રોત્સાહિત કરે છે, ટ્રેડમાર્ક મજબૂત બ્રાન્ડ ઓળખ બનાવે છે અને કૉપિરાઈટ સર્જનાત્મક સામગ્રીનું સંરક્ષણ કરે છે.
વાસ્તવિક કોર્ટ જેવા દૃશ્યનું નિર્માણ કરીને, એક “મોક ટ્રાયલ” હાથ ધરવામાં આવી હતી. તેના માટે એક કાલ્પનિક કેસ રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં એડવોકેટ શ્રી અવધૂત સુમંત (ફરિયાદી પક્ષના વકીલ) અને એડવોકેટ શ્રી શાશ્વત શુક્લા (પ્રતિવાદી પક્ષના વકીલ) તરીકે દલીલો રજૂ કરી હતી. અને માનનીય ન્યાયાધીશ (ભૂતપૂર્વ) શ્રી એ.સી. રાવ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો.
બીજો દિવસ (9 ફેબ્રુઆરી, 2025)
બીજા દિવસે ડૉ. સત્ય આચાર્ય (ડિરેક્ટર, CrAdLE, EDII) મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને ઉદ્યોગસાહસિક વિકાસમાં IPRની ભૂમિકા વિષય પર પ્રેરણાદાયી ભાષણ આપ્યું હતુ.
કાર્યક્રમની શરૂઆત શ્રી પદ્મિન બુચ (IPR ડોમેન નિષ્ણાત) ના સ્વાગત પ્રવચનથી થઈ હતી. શ્રી પદ્મિન બુચ (IP ડોમેન નિષ્ણાત, ભારત) – “Empowering Growth: Innovation, IP, and Commercialization” તેમણે સમજાવ્યું કે, કેવી રીતે બૌદ્ધિક સંપત્તિ (IP) નવીનતાના નિર્ણાયક પ્રેરક તરીકે કામ કરે છે, જે ઉદ્યોગોને તેમની અનન્ય વિચારો અને ઉત્પાદનોની સુરક્ષા કરવામાં સહાય કરે છે.તેમણે IPના વેપારીકરણ (Commercialization) ની વ્યૂહરચનાઓ પર પણ પ્રકાશ પાડ્યો, જેમાં લાઇસન્સિંગ, ભાગીદારી (Partnerships), અને સીધા વેચાણ (Direct Sales) દ્વારા નવા આવક સ્ત્રોતો ઉભા કરી શકાય. આ પ્રક્રિયા બજારમાં પ્રવેશ ઝડપી બનાવે છે અને વ્યાપારી વૃદ્ધિને વેગ આપે છે.
શ્રી મનીષ ગર્ગ (GSP Crop Science Ltd., India) – “Biological Diversity-IP Issues in Agriculture” તેમણે કૃષિ ક્ષેત્રમાં જૈવવિધતા અને બૌદ્ધિક સંપત્તિ હકો (IPR) ના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે સમજાવ્યું કે પેટન્ટ, પ્લાન્ટ વેરાયટી પ્રોટેક્શન (PVP) અને ભૂગોળ સૂચકાંકો (GI Tags) કેવી રીતે સ્થાનિક છોડની જાતિઓનું સંરક્ષણ, નવીનતા દ્વારા કૃષિ વિકાસ, અને જૈવિક સંસાધનોના ન્યાયસંગત ઉપયોગ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે IPR દ્વારા કૃષિ ક્ષેત્રમાં નવી ટેક્નોલોજી અને નવીન અભિગમો વિકસાવવા માટે પ્રોત્સાહન મળે છે, જે ટકાઉ ખેતી પદ્ધતિઓ માટે અનિવાર્ય છે.
શ્રી કેવિન મર્ફી (વુર્શ અને ગેરિંગ એલએલપી, યુએસએ): – “Outsized Influence: California’s Effect on IP Enforcement in the USA” શ્રી મર્ફીએ કેલિફોર્નિયા, નવીનતા અને ટેકનોલોજીના કેન્દ્ર તરીકે, બૌદ્ધિક સંપદા અમલીકરણમાં કેવી રીતે એક મિસાલ સ્થાપિત કરી છે તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે રાજ્યના કાનૂની માળખા, ટેક, મનોરંજન અને બાયોટેકનોલોજી જેવા તેના સમૃદ્ધ ઉદ્યોગો સાથે, IP કાયદા અને અમલીકરણ પ્રથાઓને કેવી રીતે આકાર આપ્યો છે તેના પર પ્રકાશ પાડ્યો.
આ સત્રનો સંક્ષિપ્ત સમાપન શ્રી S. ચંદ્રશેખરન દ્વારા કરવામાં આવ્યો હતો, જેમણે IPRના બદલાતા દ્રશ્યપટ વિશે કિંમતી અભિપ્રાય આપ્યો હતા. ડૉ. રાજેશકુમાર આચાર્ય (મેનેજિંગ ટ્રસ્ટી, MarkPatent.Org) દ્વારા બધા ભાગલેનાર મહેમાન, વક્તાઓ અને ઉપસ્થિત પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
માર્કપેટેન્ટ.ઓર્ગની 18મી આંતરરાષ્ટ્રીય પરિષદે બૌદ્ધિક સંપત્તિ અધિકારો (IPR) ના મહત્વને રેખાંકિત કર્યું હતુ તેમજ નેટવર્કિંગ અને જ્ઞાન માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું.