નીતા લીંબાચિયા, અમદાવાદ:
14 ફેબ્રુઆરી 2025:
ગુજરાત ટુરિઝમ અને GCCI ના સંયુક્ત ઉપક્રમે તા. 12 ફેબ્રુઆરી, 2025 ના રોજ GCCI ખાતે પ્રવાસન ક્ષેત્ર સાથે જોડાયેલા હિસ્સેદારો સાથે “રિજનલ ચિંતન શિબિર”નું આયોજન કરવામાં આવ્યું હતું હતું. આ કાર્યક્રમમાં શ્રી રાજેન્દ્ર કુમાર (IAS), સચિવ – ટુરિઝમ, દેવસ્થાનમ મેનેજમેન્ટ, નાગરિક ઉડ્ડયન અને યાત્રાધામ; શ્રીમતી એસ. છાકછુઆક (IAS), ટુરિઝમ કમિશનર અને મેનેજિંગ ડિરેક્ટર, TCGL; શ્રી સુજીત કુમાર (IAS), કલેક્ટર, અમદાવાદ; શ્રી મેહુલ કે. દવે (IAS), કલેક્ટર, ગાંધીનગર; શ્રી લલિત એન. સંધુ (IAS), કલેક્ટર, સાબરકાંઠા; શ્રી રમેશ મેરજા (IAS) (R), ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ; શ્રી રાજેશ ગાંધી, સિનિયર ઉપપ્રમુખ, GCCI; શ્રી અપૂર્વ શાહ, ઉપપ્રમુખ, GCCI; અને શ્રી ગૌરાંગ ભગત, માનદ મંત્રી, GCCI ઉપસ્થિત રહ્યા હતા.
![](https://www.bharatmirror.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-13-at-5.32.13-PM-1024x682.jpeg)
આ પ્રસંગે બોલતા GCCI ના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ શ્રી રાજેશ ગાંધીએ ગુજરાત ટુરિઝમ ઉદ્યોગને વધુ વિસ્તારવાના ઉદ્દેશ્યથી આયોજિત થયેલ શિબિર માટે ગુજરાત ટુરિઝમ સાથે જોડાવા બાબતે આનંદ વ્યક્ત કર્યો હતો. તેઓએ GCCI ના ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ટાસ્ક ફોર્સ દ્વારા પ્રવાસન ને પ્રોત્સાહન આપવાના વિવિધ પ્રયાસો વિશે વાત કરી હતી.
તેઓએ સમગ્ર વિશ્વમાંથી આવતા પ્રવાસીઓ માટે એક પસંદગીના સ્થળ તરીકે ગુજરાત રાજ્યના વધતા જતા મહત્વ વિશે પણ વાત કરી હતી તેમજ રાજ્યમાં યોજાતા વિવિધ વિશ્વ કક્ષાના કાર્યક્રમો નો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ દેશ-વિદેશમાંથી આવતા વિવિધ પ્રવાસીઓ માટે આકર્ષક તેવા વિવિધ પાસાઓનો અભ્યાસ કરી તે દિશામાં વિકાસ કરવા અંગે વાત કરી હતી તેમજ ટુરિઝમ ક્ષેત્રના વિવિધ હિસ્સેદારો વચ્ચે ની આવી ચિંતન શિબિર ના મહત્વ વિશે પણ વાત કરી હતી.
![](https://www.bharatmirror.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-13-at-5.32.16-PM-2-1024x682.jpeg)
આ પ્રસંગે તેઓના સંબોધનમા શ્રીમતી સાઈડિંગપુઈ છાકછુઆક, આઇએએસ, કમિશનર ઓફ ટુરિઝમ અને મેનેજિંગ ડિરેક્ટર, TCGL એ ગુજરાતમાં પ્રવાસન વિકાસના તમામ હિતધારકોના યોગદાનની પ્રશંસા કરી હતી. તેઓએ આવા નિયમિત સંપર્કની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે તેઓના પ્રાસંગિક વક્તવ્યમાં શ્રી રાજેન્દ્ર કુમાર, IAS, સચિવશ્રી, ટુરિઝમે જણાવ્યું હતું કે ટુરિઝમ ક્ષેત્ર એ બીજા ક્રમનું સૌથી વધુ રોજગાર આપતું ક્ષેત્ર છે. તેઓએ ગુજરાત રાજ્યની પ્રાકૃતિક સુંદરતા, ઐતિહાસિક મહત્વ અને સાંસ્કૃતિક સમૃદ્ધિને કારણે પ્રવાસન ક્ષેત્રે અપાર સંભાવનાઓ વિશે વાત કરી હતી.
તેઓએ રાજ્યના સૌથી લાંબા દરિયાકિનારા, વૈવિધ્યસભર વન્યજીવ અને કચ્છ અને રણ ઉત્સવ જેવા અનોખા આકર્ષણ નો પણ ઉલ્લેખ કર્યો હતો. તેઓએ તે બાબત પર ભાર મૂક્યો હતો કે આપણે પર્યાવરણીય દૂષણ વિના ટકાઉ વિકાસની ખાતરી કરવી જોઈએ. તેઓએ નોંધ લીધી હતી કે ગુજરાત રાજ્ય ખાતે વૈશ્વિક કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર રહેલ છે, જેમાં ઉત્તમ હવાઈ અને રોડ કનેક્ટિવિટી નો સમાવેશ થાય છે.
![](https://www.bharatmirror.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-13-at-5.32.14-PM-2-1024x682.jpeg)
શ્રી રાજેન્દ્ર કુમાર, IAS, સચિવશ્રી – પ્રવાસન દ્વારા સંચાલિત પેનલ ચર્ચામાં પ્રતિષ્ઠિત પેનલિસ્ટ્સ, જેમાં શ્રીમતી એસ. છાકછુઆક (IAS), ટુરિઝમ કમિશનર અને TCGL ના MD; શ્રી સુજીત કુમાર (IAS), કલેક્ટર, અમદાવાદ; શ્રી મેહુલ કે. દવે (IAS), કલેક્ટર, ગાંધીનગર; શ્રી લલિત એન. સંધુ (IAS), કલેક્ટર, સાબરકાંઠા; શ્રી રાજેશ ગાંધી, સિનિયર VP, GCCI (ઉદ્યોગનું પ્રતિનિધિત્વ); શ્રી અભય મંગળદાસ (હેરિટેજનું પ્રતિનિધિત્વ); શ્રી નરેન્દ્ર સોમાણી (ફેડરેશન ઓફ હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા); શ્રી સંજીવ છાજેર (ચેરમેન, ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કમિટી,
GCCI); અને શ્રી નીરવ ઓઝા (રોકાણકાર અને હોટેલિયર). પેનલ ચર્ચામાં ચર્ચિત વિવિધ વિષયોમાં આઈટીનરી ડેવલપમેન્ટ, ટુરિઝમ વિષયક પ્રોડક્ટ ડેવલપમેન્ટ, ડેસ્ટિનેશન મેનેજમેન્ટ, ટેકનોલોજી દ્વારા માર્કેટિંગ અને પ્રમોશન, એડવેન્ચર ટુરિઝમ, સ્કિલ ડેવલપમેન્ટ, હેરિટેજ સ્ટ્રક્ચર્સ તેમજ ટુરિઝમ બાબતે વિવિધ લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની યોજનાઓનો સમાવેશ થતો હતો.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #gcci #hindustan #gandhinagar #gujarattourism #tourism #stakeholdersregionalthinktank #ahmedabad
![Poojan Studio](https://www.bharatmirror.in/wp-content/themes/goodnews5/images/poojan_studio.jpeg)