નીતા લીંબાચિયા, અમદાવાદ:
10 ફેબ્રુઆરી 2025:
GCCI દ્વારા 6ઠ્ઠી ફેબ્રુઆરી, 2025 ના રોજ તેઓના CSR ટાસ્કફોર્સ તેમજ સેન્ટર ફોર લર્નિંગ કમિટી નાસહયોગથી વિવિધ અગ્રગણ્ય N.G.O અને વિવિધ કંપનીઓના C.S.R વડાઓ સાથે એક ચિંતનશીલ તેમજવિચારપ્રેરક ઇન્ટરેક્ટિવ સત્રનું આયોજન થયું હતું.આ પ્રસંગે વિવિધ સહભાગીઓને આવકારતા, GCCI પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયર તેમજ સીનીઅર વાઇસ પ્રેસિડેન્ટશ્રી રાજેશ ગાંધીએ જણાવ્યું હતું કે ઉપસ્થિત વિવિધ N.G.O, C.S.R વડાઓ અને નિષ્ણાતો સાથે મળીને સામાજિકપ્રવેશ ને લક્ષ્યમાં રાખી સંયુક્ત પ્રવૃત્તિઓ બાબતે અનેકવિધ કાર્યક્ષમ યોજનાઓ વિકસાવી શકે તેમ છે.

તેઓએવ્યાપાર તેમજ ઉદ્યોગના વિકાસ માટે સશક્તિકરણ અને વિવિધ સુવિધાઓ પુરી પાડવાના GCCIના મિશનનો ઉલ્લેખકર્યો હતો. તેઓએ તમામ નાગરિકોના સામુહિક સુદ્રઢ ભવિષ્ય નિર્માણ માટે સહુની સહિયારી જવાબદારીની વાત કરીહતી તેમજ વધુ માં કહ્યું હતું કે, એનજીઓ અને કોર્પોરેટ સાથે મળીને શિક્ષણ, આરોગ્યસંભાળ, સસ્ટેનેબિલિટી અનેઆર્થિક સશક્તિકરણ જેવા વિવિધ ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરી શકે તેમ છે. GCCI પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયર એમાનવ ઉપરાંત વન્ય જીવ પ્રાણીઓ પર પણ સીએસઆર પ્રવૃત્તિઓ માટે પહેલ કરવા વિનંતી કરી. તેમણે વિવિધCSR પહેલને સમર્થન આપવા અન્વયે GCCI ની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે સંબોધન કરતાં GCCI CSR ટાસ્ક ફોર્સ ના ચેરમેન શ્રી અપૂર્વ ઠાકર્સીએ ઉપસ્થિત CSR વડાઓનું સ્વાગતકર્યું હતું તેમજ આ કાર્યક્રમમાં સહભાગી કંપનીઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે આશા વ્યક્ત કરી કે,ઇન્ટરેક્ટિવ મિટિંગ માત્ર CSR પ્રવૃત્તિઓ માટે કોર્પોરેટ સમર્થન આપી શકે તેવી વિવિધ યોજનાઓ નિશ્ચિત કરવા માટેજ નહિ પરંતુ સાથે સાથે વિવિધ NGO સાથે અર્થપૂર્ણ સહયોગ પ્રસ્થાપિત કરવા બાબતે પણ જરૂરી પ્રોત્સાહન પૂરુંપાડશે તેમજ સુંદર તેમજ સસ્ટેનેબલ ભવિષ્ય સુનિશ્ચિત કરવા સહિયારા પ્રયાસો માટે પૃષ્ઠભૂમિ પુરી પાડશે.

આ પ્રસંગે ઉપસ્થિત વિવિધ એનજીઓ કે જેઓએ તેઓની વિવિધ પ્રવૃત્તિઓ બાબતે રજૂઆતો કરી હતી કે, તે સૌસમર્પિત સંસ્થાઓનું એક વૈવિધ્યસભર જૂથ હતું, તેમજ આ બધીજ NGO વિવિધ ક્ષેત્રોમાં સકારાત્મક અસર ઊભીકરવા માટે અથાગ પરિશ્રમ કરી રહેલ છે.
આ બધીજ NGO માં અનુબંધ ચેરીટેબલ ટ્રસ્ટ, સદવિચાર પરિવાર, અક્ષયપાત્ર ફાઉન્ડેશન, ફ્રેન્ડ્સ ઓફ ટ્રાઇબલ્સ સોસાયટી, ગુડ કોઝ કોલબ, વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ, ઇન્ડિયન રેડ ક્રોસસોસાયટી – અમદાવાદ જિલ્લા શાખા, પર્યાવરણીય વિકાસ કેન્દ્ર, સૌરાષ્ટ્ર ગાંધીજી ગ્રામોધ્ધાર ટ્રસ્ટ, ગુજરાત વિકાસઅને શિક્ષણ સંસ્થાન, ગુજરાત વિકાસ અને શિક્ષણ સંસ્થાન. (TIDE) ફાઉન્ડેશન, ઇન્ડિયા રેનલ ફાઉન્ડેશન, વિચારસમુદાય સમર્થન મંચ, ઉદયન કેર, સર્જન ફાઉન્ડેશન, અને સાયકનોટેક એજ્યુકેશન ફાઉન્ડેશન વગેરેનો સમાવેશથયેલ હતો.ઈન્ટરેકટીવ મિટિંગમાં ભાગ લેનાર CSR વડાઓએ હર્ષા એન્જિનિયરિંગ, વાઘ બકરી ગ્રુપ, કાલુપુર બેંક, પ્રસાદ ગ્રુપ,ગુલમહોર ગ્રુપ, એસ્ટ્રલ પાઇપ્સ, PSP પ્રોજેક્ટ્સ સહિત વિવિધ કંપનીઓ નું પ્રતિનિધિત્વ કર્યું હતું.
સેન્ટર ફોર લર્નિંગ કમિટીના ચેરમેન શ્રી જૈનિલ શાહ દ્વારા આભાર વ્યક્ત કર્યા બાદ ઇન્ટરેક્ટિવ મીટિંગ પૂર્ણ થઇ હતી.તેઓએ બધાજ સહભાગીઓ અને CSR વડાઓનો તેમના મૂલ્યવાન યોગદાન માટે આભાર માન્યો હતો અનેસકારાત્મક સામાજિક પરિવર્તન લાવવા માટે તેઓ દ્વારા પ્રાપ્ત સહયોગના મહત્વ પર ભાર મૂક્યો હતો.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #gcci #csr #tide #ahmedabad
