મોલ્ડ(ડાય) સાથે પકડી પાડતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ.
નીતા લીંબાચિયા, અમદાવાદ:
03 જાન્યુઆરી 2025
એસ્ટ્રલ લીમીટેડ કંપની PVC, UPVC પાઇપ તેમજ ફિટીંગ્સ જેવા કે એલ્બા, ટી, બ્રાસ એલ્બા, બ્રાસ ટી, પાઇપ વિગેરે વસ્તુઓ બનાવી વેચાણ કરતી હોય જે કંપનીના માર્કાનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરી ફ્લોએકસ પ્રા.લી. નામની કંપનીએ ડુપ્લીકેટ PVC, UPVC ફિટીંગ્સ બનાવી બજારમાં વેચાણ કરતા હોવાની જાહેરાત એસ્ટ્રેલ કંપનીના લીગલ મેનેજરે કરતા તેને સાથે રાખી ફ્લોએકસ કંપનીનુ કામ સંભાળનાર નવિન અશોકકુમાર વૈષ્ણવના ઘરે રેઇડ કરી મોલ્ડ(ડાઇ) નંગ-૨ ની કુલ કિંમત રૂપિયા ૧,૮૦,૦૦૦/- તથા એલ્બા નંગ-૭ કિ.રૂ.૧૭૫/- તથા ટી નંગ-૩ કિ.રૂ-૧૨૦/- તથા બ્રાસ એલ્બો નંગ-૧ કિ.રૂ- ૭૫/- તથા બ્રાસ ટી નંગ-૧ કિ.રૂ-૧૦૦/- ના મળી કુલ રૂપિયા ૧,૮૦,૪૭૦/- નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
ગુનાની વિગત:
ડી.સી.બી. પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુ ર નં ૧૧૧૯૧૦૧૧૨૫૦૦૦૧/૨૦૨૫ ધી કોપીરાઇટ એક્ટ ૧૯૫૭ની કલમ-૫૧,૬૩,૬૪ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ.
પકડાયેલ આરોપીઓની વિગત :-
(૧) નવિન અશોકકુમાર વૈષ્ણવ ઉ.વ-૫૧ રહે, મ.નં એ/૨ પંચતિર્થ સોસાયટી કઠવાડા રોડ નવા નરોડા અમદાવાદ શહેર.
(૨) રાજેશ ઉર્ફે રાજુ સ/ઓ લાલજીભાઇ ખીમજીભાઇ રાબડીયા ઉ.વ-૫૨ રહે, મ.નં ડી/૧૦૪ સાલીગ્રામ લેકવ્યુ વૈષ્ણોદેવી સર્કલની બાજુમા એસ.પી રીંગરોડ અમદાવાદ શહેર મુળ વતન ગામ-રામપર વેકડા, તા-માંડવી જી-કચ્છ-ભુજ
#bharatmirror #bharatmirrorઇ21 #news #india #bharat #hindustan #upvc #crimebranch #bhuj #kaccha #rampur #vekda #airtelcompany #airtel #duplicateUPVCfittings #gandhinagar #ahmedabad