નીતા લીંબાચિયા, અમદાવાદ:
06 જાન્યુઆરી 2025:
નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલ અને સ્મિત ચાઈલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર નાં મનોદિવ્યાંગ લાભાર્થીઓનાં લાભાર્થે નવાવાડજનાં શ્રી વિશ્વકર્મા મંદિર કેમ્પસ માં શિવકથા નું આયોજન શ્રી નિલેશભાઈ પંચાલ અને શ્રી ચંદુભાઈ ચૌહાણ ધ્વારા કરવા માં આવેલ છે.

આ કથા તા. 02 થી 10 જાન્યુઆરી દરમ્યાન દરરોજ બપોરે 2 થી 6 કરવામાં આવશે. કથાનું વાંચન રાજકોટ નાં પ્રખર શાસ્ત્રી શ્રી ભાવેશભાઈ વ્યાસ કરી રહ્યા છે.
આ કથા માં આવેલ દાન નો ઉપયોગ મનોદિવ્યાંગ લાભાર્થીઓ માટે થતી વિવિધ પ્રવૃત્તિઓ પાછળ કરવા માં આવશે.
#bharatmirror #bharatmirrorઇ21 #news #india #bharat #hindustan #gandhinagar #navjeevancharitabletrust #Dr.harikrishnadahyabhaiswamischool #mentallydisabled #smilechilddevelopmentcenter #mentallydisabled #shrivishwakarmatemple #shivakatha #ahmedabad
