અમદાવાદ
નીતા લીંબાચિયા, અમદાવાદ:
23 જાન્યુઆરી 2025:
અમદાવાદ ની હેલ્થ 1 સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ માં પ્રથમ કિડની ટ્રાન્સપ્લાન્ટ નું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું. જેના દ્વારા હોસ્પિટલે એક નવી સિદ્ધિ હાંસલ કરી.
28 વર્ષીય દર્દી ઉત્તમ કુમાર મિશ્રા કે જે ક્રોનિક કિડની ડિઝીઝ (CKD) થી પીડિત હતા, જે જીવન માટે જોખમી પરિસ્થિતિ હતી અને તેના માટે દર્દી અઠવાડિયામાં 3 વાર ડાયાલિસિસ ની સારવાર હેઠળ હતા અને જેના માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર હતી. માતાના પ્રેમ અને ત્યાગના એક શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે, દર્દીની માતાએ પોતાના પુત્રને નવું જીવન આપવા માટે પોતાની કિડની દાન આપી હતી.
ર્ડો.ગૌરવ પટેલ, ર્ડો.અંકુશ ગોહલર, ર્ડો.વિવેક કોઠારી, ર્ડો.ઋતુલ દવે સહિતની ટીમે કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે જરૂરી તમામ મંજૂરી લઇ આ પ્રક્રિયા હાથ ધરી હતી. અનુભવી સ્ટાફ અને અત્યંત કુશળ એવા ડૉક્ટર ની ટીમ સાથે મળીને ખૂબ જ જટિલ સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
ટ્રાન્સપ્લાન્ટ માટે હોસ્પિટલના નિષ્ણાત સર્જન, નેફોલોજીસ્ટ, અને અદ્યતન તકનીકી સાધનો સાથેના સ્ટાફ દ્વારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવી હતી. સર્જરી સાવચેતીપૂર્વક અને સલામતી ના ધોરણો સાથે સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે, અને હાલ દર્દી અને તેની માતા બંને સ્વસ્થ છે.
હેલ્થ 1 સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ના પ્રમુખ ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડૉ. ગૌરવ પટેલ, કહ્યું. “આ સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલ ની પ્રતિબદ્ધતા અને નિષ્ણાત ટીમ ની મહેનતને દર્શાવે છે. અમે સમગ્ર ટીમનો આ સફળતામાં સહયોગ માટે આભાર માનીએ છીએ.”
આ સિદ્ધિ હેલ્થ 1 સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ના વિશાળ આરોગ્ય સંભાળ સેવાઓ માટેની પ્રતિબદ્ધતા નું પ્રતીક છે. આ સાથે, હોસ્પિટલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માં વધુ સફળતાપૂર્વક આગળ વધવા માટે સજ્જ છે.
બ્રેઈનડેડ બાદ અંગદાન થી જરૂરિયાતમંદોને નવજીવન મળે છે.
ભારતમાં દર વર્ષે 2 લાખથી વધારે લોકોને કિડની ટ્રાન્સપ્લાન્ટ ની જરૂર છે જેમાંથી 5 ટકા દર્દીઓ ના જીવિત અથવા બ્રેઈનડેડ વ્યક્તિ ના કિડની દાન થી ટ્રાન્સપ્લાન્ટ થાય છે બાકી ના દર્દીઓ ને કિડની ના મળવાથી ડાયાલિસિસ ની સારવાર પડે છે અથવા મૃત્યુ પામે છે .
હેલ્થ 1 હોસ્પિટલ ના ડિરેક્ટર સાહેબ શ્રી ર્ડો. કેયુર પટેલ એ અંગદાન અંગે સમાજ માં વધુ ને વધુ અવેરનેસ માટે અનુરોધ કર્યો હતો.
“એક વ્યક્તિના મૃત્યુ પછી અંગદાન કરવા થી આઠ વ્યક્તિ ને નવું જીવન મળે છે ”