નીતા લીંબાચિયા, અમદાવાદ:
04 જાન્યુઆરી 2025:
અમે તમને જાણવા માંગીએ છીએ કે માનનીય ગુજરાત ઉચ્ચ ન્યાયાલયે આજે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે જેમાં જણાવ્યું છે કે માલ અને સપ્લાય કર (GST) ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) દ્વારા ફાળવવામાં આવેલી જમીન પર લાંબા ગાળાના લીઝહોલ્ડ અધિકારોના હસ્તાંતરણ પર લાગુ પડતો નથી.
GCCI ના પ્રમુખ શ્રી સંદીપ એન્જિનિયરે આ ચુકાદાને ગુજરાતમાં કાર્યરત વિવિધ ઉદ્યોગો માટે એક મહત્વપૂર્ણ રાહત તરીકે આવકાર્યો છે. વિવાદનો મુખ્ય મુદ્દો એ હતો કે શું લાંબા ગાળાના લીઝહોલ્ડ અધિકારોનું ટ્રાન્સફર GST હેઠળ માલ અથવા સેવાઓનો સપ્લાય ગણાય કે કેમ અને તેથી GST લાગુ પડે કે કેમ તેથી કોર્ટે અરજદારોની દલીલ સ્વીકારી હતી કે આવા વ્યવહારોને સેવાનો સપ્લાય ગણાય નહીં અને તેથી GST લાગુ પડતો નથી.
વર્તમાન પ્રણાલી હેઠળ, ઉદ્યોગો GIDC પાસેથી ફોર્મલ કરાર દ્વારા પ્લોટ મેળવે છે. જયારે મૂળ ફાળવણીકર્તા પ્લોટનું હસ્તાંતરણ કરવા માંગે છે, ત્યારે GIDCને અરજી કરવામાં આવે છે, જે પછી હસ્તાંતરણની શરતો દર્શાવતા એક અસ્થાયી હસ્તાંતરણ આદેશ આપે છે. આ શરતો પૂરી થયા બાદ, નોંધણી કરાયેલ વેચાણ દસ્તાવેજ તૈયાર થાય છે અને લાગુ પડતી સ્ટેમ્પ ડ્યૂટી અને ચાર્જીસ ચૂકવવામાં આવે છે. ત્યારબાદ GIDC ટ્રાન્સફર માટે સત્તાવાર મંજૂરી આપે છે.
કેટલાક કેસોમાં, GST સત્તાધિકારીઓએ આ પ્રકારના હસ્તાંતરણોને લીઝ કરાર હેઠળ સેવા તરીકે વર્ગીકૃત કરીને કરની માંગણી કરવા માટે શો કાઉઝ નોટિસો જારી કરી હતી, જેના પરિણામે કેટલાક કેસોમાં વ્યાજ અને દંડ સહિત નોધપત્ર રકમની માંગણીઓ થઈ હતી. આ સંજોગોમાં, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ માનનીય ગુજરાત ઉચ્ચ ન્યાયાલયમાં આ કાર્યવાહી સામે રિટ અરજી દાખલ કરી હતી.
ન્યાયાલયનો ચુકાદો હવે સ્પષ્ટ કરે છે કે જમીન પરના લીઝહોલ્ડ અધિકારોના હસ્તાંતરણ સાથે સંકળાયેલા વ્યવહારો માલ અથવા સેવાઓના સપ્લાય તરીકે ગણવામાં આવતા નથી અને તેથી GST લાગી શકે નહિ. વધુમાં, રાજ્યની મૌખિક વિનંતી કે ચુકાદાની અમલદારી ન કરવામાં આવે જેનો ન્યાયાલયે અસ્વીકાર કર્યો છે. આ નિર્ણય ગુજરાતમાં ઉદ્યોગોને મોટી રાહત આપે છે જેમણે આવા હસ્તાંતરણોમાં નોંધપાત્ર GST નો બોજ સહન કરવાની પરિસ્થિતિનો નિર્માણ થયું હતું.
આ ચુકાદાના સંપૂર્ણ નકલની રાહ જોવાઈ રહી છે જેનાથી, જે આ મુદ્દા પર વધુ સ્પષ્ટતા પ્રદાન થશે. આ ચુકાદો GIDCમાં કાર્યરત ઉદ્યોગો માટે એક મહત્વપૂર્ણ ફેરફાર દર્શાવે છે, જે GST હેઠળ લીઝહોલ્ડ અધિકારોના હસ્તાંતરણ પર અસંગત કરલાગુ થવાની ચિંતા દૂર કરે છે.