નીતા લીંબાચિયા, અમદાવાદ:
22 જાન્યુઆરી 2025:
GCCI ના ઇન્ટરનેશનલ ટાસ્કફોર્સે તારીખ 21 જાન્યુઆરી, 2025 ના રોજ રશિયાના ટ્યુમેન પ્રદેશના પ્રતિનિધિમંડળ સાથેતેઓની આપણા દેશની તેમજ ગુજરાત રાજ્યની મુલાકાત દરમિયાન એક વાર્તાલાપ / મિટિંગ નું આયોજન કર્યું હતું. આ મીટીંગમાં ઉપસ્થિત નામાંકિત મહાનુભાવોમાં કુ. ઓલ્ગા ઇઝીકીવા, પ્રમુખ, ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ટ્યુમેન પ્રદેશ, શ્રી.નિકોલે પુરતોવ, જનરલ ડિરેક્ટર, ફંડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એજન્સી, ટ્યુમેન પ્રદેશ, શ્રી. ડેનિસ ન્યુસ્ટ્રોએવ, જનરલ ડિરેક્ટર, ઇનોવેશનએજન્સી, ટ્યુમેન પ્રદેશ, શ્રી. એનાટોલી વેલેરીવિચ કાર્તુખિન, નિયામક, રોકાણ નીતિ અને ઉદ્યોગ સાહસિકતા માટે રાજ્ય સમર્થન, ટ્યુમેનપ્રદેશ, શ્રી. નઝર ઇલિયાએન્કો વિક્ટોરોવિચ, પ્રમુખ, ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, કુર્ગન પ્રદેશ, કુ. ઝખારીચેવા તાતીઆના, ડેપ્યુટીડાયરેક્ટર અને લાઇસન્સિંગ અને ડ્રગ સપ્લાયના વડા, ટ્યુમેન પ્રદેશ અને ડૉ. રોહિત બલાલા, VIECELL ખાતે રશિયા તેમજ CIS સાથેસહકાર માટેના મુખ્ય નિયામક નો સમાવેશ થયો હતો.
આ પ્રસંગે પ્રતિનિધિમંડળ ને આવકારતા GCCI ના સીનીઅર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી રાજેશ ગાંધીએ ભારત અને રશિયા વચ્ચેના મજબૂતવેપાર સંબંધો અને આર્થિક ભાગીદારી પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ફાર્માસ્યુટિકલ્સ, બાંધકામ, ઓટોમોટિવ અને ફર્નિશિંગ જેવા ક્ષેત્રોમાંB2B સંબંધોને વધારવાની સંભાવના પર ભાર મૂકતા ગુજરાત અને રશિયા વચ્ચેના પાછલા અનેક વર્ષો થી મજબૂત બનેલ વેપાર સંબંધોતેમજ તે અન્વયે નોંધપાત્ર વૃદ્ધિ ની ખાસ નોંધ લીધી હતી.
તેઓએ ગુજરાતના ઉદ્યોગ સાહસિકો અને તેમના આંતરરાષ્ટ્રીય સહભાગીઓવચ્ચે વેપાર અને ઉદ્યોગ જોડાણોને ઉત્તેજન આપવા માટે GCCI દ્વારા સાત દાયકા કરતાં પણ વધુ સમયથી ભજવેલ મહત્ત્વની ભૂમિકાવિષે વાત કરતા આ અન્વયે GCCI ના સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી. તેઓએ વિવિધ પ્રાદેશિક ચેમ્બરો અને સંલગ્ન સંગઠન થકીGCCI ની સમગ્ર ગુજરાતમાં વ્યાપક હાજરીનો ઉલ્લેખ કર્યો હતો. આ પ્રસંગે બોલતા, કુ. ઓલ્ગા ઇઝીકીવા પ્રેસિડેન્ટ, ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ટ્યુમેન રિજને, સર્ટિફિકેટ ઓફ ઓરિજિન ઇશ્યૂ કરીનેઆંતરરાષ્ટ્રીય વેપારને સરળ બનાવવા અંગેની ચેમ્બરની ભૂમિકા પર ભાર મૂક્યો હતો.
તેણીએ બાંધકામ અને ઉદ્યોગ માટે એક ક્લસ્ટરઇકોસિસ્ટમ વિકસાવવાના ઉદ્દેશ્ય સાથે સહયોગ વધારવા અને મકાન સામગ્રીની આયાતને સુવ્યવસ્થિત કરવાના ઉદ્દેશ્યની પણ વાત કરીહતી. શ્રી. નિકોલે પુરતોવ, જનરલ ડિરેક્ટર, ફંડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એજન્સી, ટ્યુમેન પ્રદેશે, ખાદ્ય ઉત્પાદન, રસાયણો, ગેસ, પ્લાસ્ટિક, પ્રોપેન અનેપશુ આહારની નિકાસ માટે ટ્યુમેન પ્રદેશના ભૌગોલિક સ્થાનના વ્યૂહાત્મક ફાયદાઓ વિષે માહિતી આપી હતી
તેમજ વિગતો આપી હતી કેઆ ઉદ્યોગો વેપાર સંબંધોને મજબૂત કરવા અને ટ્યુમેન ક્ષેત્ર અને તેના આંતરરાષ્ટ્રીય ભાગીદારો વચ્ચે આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટેજરૂરી છે. શ્રી. ડેનિસ ન્યુસ્ટ્રોવે આંતર-યુનિવર્સિટી કેમ્પસ ની સ્થાપના કરવાની યોજનાઓની ચર્ચા કરી હતી તેમજ ઉમેર્યું હતું કે આવી પહેલ શિક્ષણઅને સંશોધન બાબતે વિવિધ પહેલને પ્રોત્સાહિત કરવા બાબતે વિદેશી યુનિવર્સિટીઓ સાથે ખાસ સહયોગ પૂરો પાડશે. તેમણે નોંધ્યું હતું કેઆ પહેલનો હેતુ સંયુક્ત સંશોધન પ્રોજેક્ટ્સ અને શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા નવીનતાને પ્રોત્સાહન આપવા અને કુશળ કાર્યબળ વિકસાવવાનોછે. શ્રી. નાઝારેન્કો વિક્ટોરોવિચે મિકેનિકલ એન્જિનિયરિંગ, પેટ્રોકેમિકલ્સ, ખાદ્ય ઉત્પાદન અને કૃષિ ક્ષેત્રે વેપાર સંબંધ વધારવા પર ધ્યાન કેન્દ્રિતકર્યું હતું.
તેમણે પ્રાદેશિક આર્થિક વિકાસને આગળ વધારવા અને નવા બજાર સુધી પહોંચવામાં સ્થાનિક સાહસિકોને મદદ કરવા માટે આક્ષેત્રોમાં સહયોગના મહત્વ પર ભાર મૂક્યો હતો. જીસીસીઆઈ ઈન્ટરનેશનલ ટાસ્ક ફોર્સ ના ચેરમેન શ્રી નવરોઝ તારાપોર દ્વારા આભાર પ્રસ્તાવ બાદ વાર્તાલાપ/ મીટીંગ પૂર્ણ થયા હતા.
#bharatmirror #bharatmirror21 #news #india #bharat #hindustan #gandhinagar #gcciinternationaltaskforce #chamberofcommerceandindustry #tyumenregion #russia #gcci #ahmedabad