GCCI સ્ટાર્ટઅપ કમિટીએ તારીખ 7 મી જાન્યુઆરી, 2025 ના રોજ સ્ટાર્ટઅપ્સ માટે ફંડ રેઇઝિંગ ઇવેન્ટ નું આયોજન કર્યું હતું.
નીતા લીંબાચિયા, અમદાવાદ:
08 જાન્યુઆરી 2025:
આ પ્રસંગે બોલતા, GCCI ના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી રાજેશ ગાંધીએ ભાગ લઇ રહેલ વિવિધ સ્ટાર્ટઅપ્સ નું સ્વાગત કર્યું હતું.તેમણે GCCI સ્ટાર્ટઅપ કમિટી ચેરમેન શ્રી પ્રિયંક શાહને આ ઈવેન્ટનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણેજણાવ્યું હતું કે GCCI એ સાત દાયકા કરતાં વધુ સમયથી ગુજરાતની આર્થિક ઇકોસિસ્ટમના વિકાસ પરત્વે મહત્વપૂર્ણ ભૂમિકાભજવેલ છે.
તેમણે કૃષિ થી લઈને આઈટી સુધીના તમામ ક્ષેત્રોમાં સ્ટાર્ટઅપના સંવર્ધનમાં GCCI દ્વારા ભજવવામાં આવતીનિર્ણાયક ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભાર મુક્યો હતો કે સ્ટાર્ટઅપ્સ એકમો સાચા અર્થમાં નવીનતાના પ્રેરક અને પ્રગતિનાઅગ્રદૂત છે અને તેઓને મજબૂત બનાવવાના આશયથી GCCI વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો નું આયોજન કરે છે.
તેમણે સ્ટાર્ટઅપએકમોના યોગદાનની પ્રસંશા કરતા જણાવ્યું હતું કે તેઓ થકી ગુજરાતના વિવિધ ઉદ્યોગસાહસિકોને તેઓની પ્રગતિ માટે સુંદર તકોમળી રહેશે તેમજ નવીનતા અને ઉદ્યોગમાં વૈશ્વિક નેતા તરીકે આપણા ગુજરાત રાજ્યની પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવશે.તેઓએ GCCI દ્વારા વિજ્ઞાન ભવન, સાયન્સ સિટી, અમદાવાદ ખાતે આગામી તારીખ 10મીથી 12મી એપ્રિલ 2025 દરમિયાનયોજાનાર “GCCI વાર્ષિક ટ્રેડ એક્સ્પો – ગેટ 2025” વિશે પણ જાહેરાત કરી હતી તેમજ ઉમેર્યું હતું કે આ ત્રણ દિવસ દરમિયાન350 થી વધુ પ્રદર્શકો અને 15,000 થી વધુ B2B મુલાકાતીઓ આ એક્સ્પો માં ભાગ લેશે.
પ્રસ્તુત એક્સ્પો રિન્યુએબલ એનર્જી,ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓર્ગેનિક ફૂડ, ઈકો-ફ્રેન્ડલી વિકલ્પો, MSME, સ્ટાર્ટઅપ્સ અને મહિલા સાહસિકો જેવા ક્ષેત્રોમાંનવીનતાઓનું પ્રદર્શન કરશે. સાથે સાથે નેટવર્કિંગ માટે પણ પ્રસ્તુત એક્સ્પો અનેકવિધ તક પુરી પાડશે તેમજ આપણી વર્ષ 2047સુધીમાં “વિકસિત ભારત” બનવાની વિઝનને પણ વેગ આપશે. સ્ટાર્ટઅપ કમિટીના ચેરમેન શ્રી પ્રિયંક શાહે તેમના પ્રાસંગીક સંબોધનમાં GCCI એ હંમેશા સ્ટાર્ટઅપ્સ સહિત દરેક ક્ષેત્રના ઉદ્યોગનાવિકાસ માટે પ્રતિબદ્ધ રહ્યું જણાવ્યું હતું.
તેમણે GCCI ઉદ્યોગોમાં નવીનતા, વૃદ્ધિ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાસતત પ્રયત્નશીલ છે તેવું જણાવ્યું હતું . તેઓએ સહભાગી સ્ટાર્ટઅપ્સનો પરિચય આપ્યો હતો.સહભાગી સ્ટાર્ટઅપ્સ Rayush Natural, StackBy, DropOn, IndieSemic, JoySpoon, Goodlii,MyEquation, Currently અને Zyapaarએ તેઓની કામગીરી પર વિગતવાર પ્રેઝેન્ટેશન આપ્યું હતું. GCCIના સભ્યોતરફથી ત્રણ સ્ટાર્ટઅપ્સને ફંડિંગ માટે રસ દાખવવમાં આવ્યો હતો.
#bharatmirror #bharatmirrorઇ21 #news #india #bharat #hindustan #gandhinagar #gcci #msme #fundraisingevent #fundraising #ahmedabad