નીતા લીંબાચિયા, અમદાવાદ:
21 જાન્યુઆરી 2025:
અમદાવાદ શહેરના શાહીબાગ સ્થિત સરદાર પટેલ સ્મારક ભવન પાસેના ક્ષેત્ર તીર્થોદ્વારક મેવાડ કેસરી પ.પૂ. આચાર્યદેવ શ્રીમદવિજય હિમાચલસૂરીશ્વરજી મ.સા.નાં નામાભિધાનથી નિર્મિત જૈનાચાર્ય શ્રી હિમાચલસૂરી સર્કલ અને પૂજ્ય ગુરૂદેવશ્રીની પ્રતિમા, જૈનાચાર્ય શ્રી હિમાચલસૂરી માર્ગ પન્યાસ શ્રી રત્નાકરવિજય માર્ગનું આજે અનાવરણ લોકાર્પણ રાજ્યનાં માનનીય મુખ્યમંત્રી શ્રી, ભૂપેન્દ્રભાઈ પટેલનાં હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યનાં ગૃહમંત્રી શ્રી, હર્ષ સંઘવી, અમદાવાદનાં મેયર શ્રીમતિ પ્રતિમાબેન રાકેશકુમાર જૈન, સંસદસભ્ય દિનેશભાઈ મકવાણા, અને અસારવાનાં ધારાસભ્ય શ્રી દર્શનાબેન વાઘેલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ આ. ભ. શ્રીમદ વિજય રવિશેખરસૂરીશ્વરજી મ.સા અને પ.પૂ. આ.ભ. શ્રીમદ વિજય લલિતસૂરીશ્વરજી મ.સા.ની પાવન નીશ્રામાં યોજાયો હતો. આ અવસરે આયોજિત સભામાં મુનિશ્રી વિજય રવિશેખરસૂરીશ્વરજીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મધ્ય ઝોનના શાહીબાગ વોર્ડમાં મધુરમ ટાવરથી હાથી સર્કલ સુધીના માર્ગનું પંન્યાસ રત્નાકરવિજય માર્ગ, સર્કિટ હાઉસ તથા પોસ્ટ ઓફિસ ક્વાર્ટર્સથી સિલ્વર પાર્ક સોસાયટી સુધીના માર્ગનું જૈનાચાર્યશ્રી હિમાચલસૂરિ માર્ગ નામાભિધાન કરવામાં આવ્યું છે, જેની તકતીઓનું અનાવરણ પણ આ પ્રસંગે કરવામાં આવ્યું હતું.

પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ વિજય હિમાચલસૂરીશ્વરજી મ.સા.એ ૨૩૨ જિન મંદિરોની અંજનશલાકા કરીને પ્રતિષ્ઠા કરાવી હતી.આ ઉપરાંત રાજસ્થાનનાં સુપ્રસિધ્ધ મેવાનગરનાં શ્રીનાકોડા તીર્થની સ્થાપના, મહારાણા પ્રતાપની ભૂમિ મેવાડ અને મારવાડમાં ગૌશાળા, હોસ્પિટલ, જૈન છાત્રાલયો, અને વિદ્યાલયોની સ્થાપના જેવા લોક કલ્યાણનાં અસંખ્ય કાર્યો તેમણે કર્યા હતાં.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રીમેવાડ કેસરી ફાઉન્ડેશન, પારસ પેપર્સ-અમદાવાદ અને શ્રી રત્નાકર ફાઉન્ડેશન- શિહોર દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન શ્રી ઓમપ્રકાશ, શ્રી બાબુલાલ, શ્રી પારસમલ તેમજ શ્રી શંકરલાલ મહેતાની રાહબરી હેઠળ કરવામાં આવ્યું હતું.
#bharatmirror #bharatmirrorઇ21 #news #india #bharat #hindustan #gandhinagar #chiefministerbhupendrabhaipatel #sardarpatel #jainacharyashrihimachalsuricircle #homeministerharshsanghvi #ahmedabad
