નીતા લીંબાચિયા, અમદાવાદ:
18 ડિસેમ્બર 2024:
અમદાવાદમાં બેંક ઓફ બરોડા દ્વારા રાજ્ય સ્તરીય બેંકર્સ સમિતિ (SLBC), ગુજરાતની ૧૮૩મી બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો ઉદ્દેશ્ય સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીના વિવિધ મુખ્ય બેંકિંગ માપદંડોની સમીક્ષા કરવાનો હતો, જે બેંક ઓફ બરોડા ના કાર્યપાલક નિર્દેશક શ્રી લાલસિંહ ની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
આ બેઠકમાં શ્રી કે.કે. નિરાલા, IAS, સચિવ (ખર્ચ), નાણાં વિભાગ, ગુજરાત સરકાર; શ્રી એન.જી. ઉપાધ્યાય, IAS, રજિસ્ટ્રાર, સહકારી સમિતિઓ, ગુજરાત સરકાર; સુશ્રી નિશા, IAS, સંયુક્ત પ્રબંધ નિયામક, GLPC, ગુજરાત સરકાર; શ્રી રાજેશ કુમાર, પ્રાદેશિક નિર્દેશક, ભારતીય રિઝર્વ બેંક; સુશ્રી નિધી શર્મા, મહાપ્રબંધક, નાબાર્ડ; અને શ્રી રાજેન્દ્ર બાલોઠ, DGM (FIDD), ભારતીય રિઝર્વ બેંક સહીત કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ, RBI, નાબાર્ડ, સભ્ય બેંકો અને અગ્રણી જિલ્લા પ્રબંધકોના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
બેઠકની શરૂઆતમાં શ્રી અશ્વિની કુમાર, સંયોજક, SLBC ગુજરાત અને મહાપ્રબંધક, બેંક ઓફ બરોડા એ તમામ પ્રતિભાગીઓનું સ્વાગત કર્યું. તેમણે વાર્ષિક ઋણ યોજના (ACP) ના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો અને રાજ્યના સમાવિષ્ટ વિકાસમાં તમામ હિતધારકોની ભાગીદારીના મુદ્દા પર ભાર મૂક્યો.
મુખ્ય ભાષણમાં બેંક ઓફ બરોડા ના કાર્યપાલક નિર્દેશક શ્રી લાલસિંહ એ બેંકોને જણાવ્યું કે તેઓ ખાતાઓને આધાર સાથે જોડવાનું કામ ઝડપથી પૂર્ણ કરે, ડુપ્લિકેટ ખાતાઓ દૂર કરવા પર ધ્યાન આપે, અને નકદી રહિત અર્થવ્યવસ્થા ને પ્રોત્સાહન આપવા માટે મોબાઈલ નંબરને પણ આધાર સાથે જોડવાનું સુનિશ્ચિત કરે. ઉપરાંત, તેમણે PM-વિશ્વકર્મા લાભાર્થીઓ ના લોન અરજીઓનું ઝડપથી નિકાલ કરવા માટે સૂચના આપી.
ગુજરાત સરકારના સચિવ (ખર્ચ), નાણાં વિભાગ, શ્રી કે.કે. નિરાલા, IAS એ તમામ બેંકોને KCC લોન સુવિધા ને સરળ બનાવવા અનુરોધ કર્યો હતો. સાથે સાથે, તેમણે સ્વયં સહાયતા જૂથો (SHG) ફાઈનાન્સ ને વધુ પ્રોત્સાહન આપવાના મુદ્દા પર ખાસ ભાર મૂક્યો.
#bharatmirror #bharatmirror21 #news #statelevelbankerscommittee #bankofbaroda #gandhinagar #ahmedabad