8 ડિસેમ્બર એટલે માનસિક ક્ષતિ દિન…મનોદિવ્યાંગતા ની ક્ષમતા સમાજ સમક્ષ મુકી એમને સમાજ માં ભેળવવા નો દિવસ…
નીતા લીંબાચિયા, અમદાવાદ:
07 ડિસેમ્બર 2024:
સોસાયટી ફોર ધ વેલફેર ઓફ ધ મેન્ટલી રિટારડેડ, અમદાવાદ તરફ થી દર વર્ષ ની જેમ રાષ્ટ્રીય માનસિક ક્ષતિ દિન ની ઉજવણી નાં ભાગ રૂપે શહેર ની 25 થી વધુ મનોદિવ્યાંગ લાભાર્થીઓ માટે ની સંસ્થા નાં 500 થી વધુ મનોદિવ્યાંગ લાભાર્થીઓ માટે એક તત્કાલ ચિત્ર હરીફાઈ નું આયોજન આજ રોજ સવારે 9થી12 માં ટાગોર હોલ ખાતે યોજાયેલ.
જેમાં મનોદિવ્યાંગ લાભાર્થીઓ સહ એમના 25 થી વધુ શિક્ષકો અને 25 થી વધુ વાલીઓ એ પણ આ ચિત્ર હરીફાઈ માં ભાગ લીધો હતો. મનોદિવ્યાગ લાભાર્થીઓ, એમના વાલીઓ અને શિક્ષકો એક સાથે બેસી ને વિવિધ થીમ પર ચિત્ર દોરયા હતા.જજ તરીકે આવેલ કુલીન પટેલ, દીલીપ દવે ,પ્રિયા પરિહાણી અને ઉન્નતિ પંચાલ ધ્વારા શ્રેષ્ઠ 20 ચિત્ર ને સિલેક્ટ કરી ને એમને ઈનામ પણ આપવા માં આવ્યા હતા.
ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓ ને ટોકન ઇનામ અને ફુડ પેક આપવા માં આવેલ. આ કાર્યક્રમ માં ડીસેબીલીટી કમિશ્નર શ્રી વી.જે.રાજપુત અને બીઝનેસ મેન શ્રી અંબર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા
એક સાથે ચિત્ર દોરી આ વિદ્યાર્થીઓ સમાજ ને સમાનતા અને સમાવેશ નો સંદેશ આપેલ.
#bharatmirror #bharatmirror21 #news #societyforthewelfareofthementallyretarded #mentaldisability #gandhinagar #ahmedabad