સ્ટાઈલ, સેફ્ટી, કનેક્ટિવિટી, ડ્રાઈવ અને કમ્ફર્ટ માટે કક્ષામાં ઉત્તમ
નીતા લીંબાચિયા, અમદાવાદ:
05 ડિસેમ્બર 2024:
કોમ્પેક્ટ સેડાન
o ભારતમાં સૌથી કિફાયતી એડીએએસ એનેબલ્ડ કાર.
o વિશિષ્ટતાઓથી સમૃદ્ધ 3 ટ્રિમ લેવલ્સ V, VX અને ZX અને 6 રંગોના વિકલ્પમાં ઉપલબ્ધ.
o E-20 કોમ્પ્લાયન્ટ 1.2L 4 સિલિંડર i-VTEC પેટ્રોલ એન્જિન સાથે પેડલ શિફ્ટ સહિત CVT અને 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સેગમેન્ટમાં ઉત્તમ ડ્રાઈવેબિલિટી ઓફર કરે છે.
o વિવિધ પ્રકારમાં સ્ટાન્ડર્ડ હોંડા સેન્સિંગ, લેનવોચ કેમેરા TM , છ એરબેગની સેગમેન્ટમાં પ્રથમ એડીએએસ ટેકનોલોજી સહિત એક્ટિવ અને પેસિવ સેફ્ટી માટે 28+ ફીટર્સ.
o સેગમેન્ટમાં ઉત્તમ ફ્રી 5 વર્ષના સબ્સ્ક્રિપ્શન સાથે હોંડા કનેક્ટ થકી કનેક્ટેડ કાર અનુભવ.
ભારતમાં પ્રીમિયમ કાર્સની અગ્રણી ઉત્પાદક હોંડા કાર્સ ઈન્ડિયા લિ. (એચસીઆઈએલ) દ્વારા તેની બહુપ્રતિક્ષિત સંપૂર્ણ નવી 3જી પેઢીની હોંડા અમેઝ રજૂ અને લોન્ચ કરાઈ. વૈશ્વિક સ્તરે હોંડા માટે મુખ્ય બજાર ભારતમાં નવી પેઢીની અમેઝનું આ વૈશ્વિક પદાર્પણ છે અને નવું મોડેલ ભારતમાં સૌપ્રથમ લોન્ચ કરાયું છે.
સ્ટાઈલિશ અને પ્રીમિયમ કોમ્પેક્ટ સેડાન જીવનનાં દરેક પાસાંમાં આગળ વધવા માગતા યુવાનો અને પરિવારલક્ષી
ઉપભોક્તાઓની આકાંક્ષાઓને પહોંચી વળવા માટે કક્ષામાં ઉત્તમ અને આનંદિત સેડાન અનુભવ પ્રદાન કરવા માટે તૈયાર કરાઈ છે. સંપૂર્ણ નવી અમેઝ ઈલાઈટ બૂસ્ટર સેડનની ભવ્ય સંકલ્પના હેઠળ થાઈલેન્ડમાં સ્થિત હોંડા આરએન્ડડી એશિયા પેસિફિક સેન્ટર દ્વારા વિકસાવવામાં આવી છે, જે ઉપભોક્તાઓને તેમની સફળતા અને આધુનિકતા વ્યક્ત કરવા, તેમની સિદ્ધિઓમાં ગૌરવ લેવા અને તેમના ઉચ્ચ સામાજિક દરજ્જાને આત્મવિશ્વાસ સાથે પ્રદર્શિત કરવા માટે સશક્ત બનાવતા હોંડાના ધ્યેયને પ્રદર્શિત કરે છે.
મજબૂત 3-બોક્સ ડિઝાઈન સાથે અમેઝ ખરા અર્થમાં સેડાનનો એવો આકાર પ્રદાન કરે છે, જે 4 મીટર લંબાઈ હેઠળ રહીને ઉચ્ચ કક્ષા પ્રદર્શિત કરે છે. તે પ્રોગ્રેસિવ અને ક્લાસીનાં મુખ્ય તત્ત્વો આલેખિત કરતાં તેની સ્પોર્ટી એક્સટીરિયર ડિઝાઈન, અત્યાધુનિક અને મોકળાશભર્યું ઈન્ટીરિયર, આધુનિક સુરક્ષાની ટેકનોલોજી અને વિશિષ્ટતાઓને કારણે મનની શાંતિ અને આરામદાયક વિશ્વસનીય રાઈડ સાથે કક્ષામાં ઉત્તમ પ્રીમિયમ અનુભવ પ્રદાન કરે છે. સુરક્ષા પ્રત્યે હોંડાની કટિબદ્ધતા અને 2050 સુધી હોંડાનાં વાહનોમાં ઝીરો જીવલેણ માર્ગ અકસ્માત સાકાર કરવાના વૈશ્વિક ધ્યેયની રેખામાં સંપૂર્ણ નવી અમેઝ સેગમેન્ટમાં પ્રથમ- હોંડા સેન્સિંગ એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ (એડીએએસ) સાથે આવે છે, જે અમેઝને ભારતમાં સૌથી કિફાયતી એડીએએસ સુસજ્જ પ્રવાસી કાર બનાવે છે. અમેઝ ભારતમાં હોંડા માટે એન્ટ્રી મોડેલ છે અને 2013માં તે રજૂ કરાઈ ત્યારથી દેશભરમાં 5.8 લાખથી વધુ ગ્રાહકોનો વિશ્વાસ જીતીને કોમ્પેક્ટ સેડાન શ્રેણીમાં હોંડાની શક્તિ પ્રદર્શિત કરે છે. સંપૂર્ણ નવી અમેઝ વિશે બોલતાં હોંડા કાર્સ ઈન્ડિયા લિ.એ પ્રેસિડેન્ટ અને સીઈઓ શ્રી તાકુયા સુમુરાએ જણાવ્યું હતું કે, “અમને સંપૂર્ણ નવી અમેઝ પ્રસ્તુત કરવાનો ભારે રોમાંચ છે, જે સેડાન સ્ટાઈલિંગ, સેફ્ટી, કનેક્ટિવિટી, ડ્રાઈવ અને કમ્ફર્ટનાં સર્વ પરિમાણોમાં કક્ષામાં અવ્વલ બનવા સુસજ્જ છે. અમેઝ હંમેશાં ભારતીય ગ્રાહકોના મનમાં વિશેષ સ્થાન ધરાવે છે અને આ નવી પેઢીનું મોડેલ તેમની વધતી જરૂરતોને પહોંચી વળવાની અમારી કટિબદ્ધતા દર્શાવે છે. અમને વિશ્વાસ છે કે નવી અમેઝ નવાં ધોરણો સ્થાપિત કરશે અને ભારતમાં હોંડાના વારસાને મજબૂત બનાવવાનું ચાલુ રાખશે. આ સેગમેન્ટમાં પહેલી વાર અમને અમેઝમાં સેફ્ટી અને ડ્રાઈવર આસિસ્ટિવ ટેકનોલોજીઝની અમારી આધુનિક શ્રેણી હોંડા સેન્સિંગ લાવવાની ખુશી છે. આ એપ્લિકેશન સાથે અમે હવે અમારી ભારતની લાઈનઅપના સર્વ મોડેલમાં એડીએએસ ટેકનોલોજી રજૂ કરી છે અને હોંડા અમેઝ ભારતમાં સૌથી કિફાયતી એડીએએસ એનેબલ્ડ કાર છે.”
સંપૂર્ણ નવી અમેઝની મુખ્ય વિશિષ્ટતાઓ
*લંબાઈ પહોળાઈ ઊંચાઈ વ્હીલબેઝ ગ્રાઉન્ડ ક્લિયરન્સ બૂટ સ્પેસ લઘુતમ ટર્નિંગ રેડિયસ 3995 mm 1733 mm 1500 mm 2470 mm 172 mm* 416 L 4.7 m
*અહીં ઉલ્લેખિત લઘુતમ ગ્રાઉન્ડ ક્લિયરન્સ વજન વિનાની સ્થિતિનું છે.
સંપૂર્ણ નવી અમેઝની વિગતવાર માહિતી
- કક્ષામાં અવ્વલ એક્સટીરિયર
નવી અમેઝ આઈકોનિક લાઈટ્સ અને પ્રભાવશાળી મજબૂત ફેસની સ્ટાઈલિંગ સંકલ્પના હેઠળ તૈયાર કરવામાં આવી છે. એક્સટીરિયર વાઈડ બોલ્ડ સ્ટાન્સ, પ્રભાવશાળી ફ્રન્ટ ફાસિયા અને મજબૂત શોલ્ડર લાઈન સાથે તૈયાર કરાયેલી હોંડાની સ્પોર્ટી, પ્રોટેક્ટિવ અને પ્રોગ્રેસિવ ડિઝાઈન પ્રદર્શિત કરે છે, જે અમેઝને અસલ કોમ્પેક્ટ સેડાનનું પ્રમાણ આપીને આત્મવિશ્વાસ અને સુરક્ષા પણ વધારે છે. પહોળા, મજબૂત આગળના અને મજબૂત બમ્પર બોલ્ડ અને આત્મવિશ્વાસથી છલોછલ દેખાવ નિર્માણ કરે છે. તેની સ્લીક પ્રોફાઈલ ગ્રિલથી ડીઆરએલ સુધી વિસ્તારિત રેખાઓ દ્વારા આલેખિત થાય છે, જે પાછળ સહજ રીતે વહેલી કેરેક્ટર લાઈન દ્વારા પૂરક છે. એડવાન્સ્ડ અને અજોડ એલઈડી હેડલાઈટ્સ અને ટેઈલલાઈટ્સ આધુનિક, આઈકોનિક સ્પર્શ ઉમેરે છે. સંતુલિત બોડી- ટુ-કેબિન રેશિયો થકી હાંસલ ઉચ્ચ બેલ્ટલાઈન 4 મીટરથી ઓછી વાહનની લંબાઈમાં પણ ગુરુત્વાકર્ષણના નીચા કેન્દ્ર સાથે રમતિયાળ અહેસાસ ઉમેરે છે.
- ક્રોમ અપ્પર મોલ્ડિંગ સાથે હોંડાની સિગ્નેચર ચેકર્ડ ફ્લેગ પેટર્ન ગ્રિલ.
- ઈન્ટીગ્રેટેડ એલઈડી ડીઆરએલ અને ટર્ન ઈન્ડિકેટર્સ સાથે એલઈડી પ્રોજેક્ટર હેડ લેમ્પ્સ.
- એલઈડી પ્રોજેક્ટર ફોગ લેમ્પ્સ.
- આઈકોનિક વિંગ આકારના એલઈડી ટેઈલ લેમ્પ્સ.
- શાર્ક ફિન એન્ટીના.
- ક્લાસી ડાયમંડ કટ R15 એલોય વ્હીલ.
- એલઈડી ટર્ન ઈન્ડિકેટર્સ સાથે પાવર ફોલ્ડિંગ અને પાવર સમાયોજક ઓઆરવીએમ.
- કક્ષામાં અવ્વલ ઈન્ટીરિયર, કમ્ફર્ટ અને સુવિધા ઈલાઈટ બૂસ્ટ અપ ઈન્ટીરિયર- ક્લાસ અપ સેડાનની સ્ટાઈલિંગ સંકલ્પના સાથે તૈયાર કરવામાં આવેલી સંપૂર્ણ નવી અમેઝ 3 મુખ્ય તત્ત્વો પર ભાર આપે છે, જેમાં પ્રોગ્રેસિવ (તમારો દરજ્જો વધારે છે), રિફ્રેશ (તમારી ઊર્જા વધારે છે) અને એજિલિટી (તમારો આત્મવિશ્વાસ વધારે છે)નો સમાવેશ થાય છે, જે તેની મોકળાશભરી અને આરામદાયક કેબિન સાથે પ્રવાસી રૂમમાં કક્ષામાં અવ્વલ કમ્ફર્ટ વધારે છે. ઈન્સ્ટ્રુમેન્ટ પેનલ અને ડોર લાઈન્સ હવે ટટ્ટાર, અખંડ વહેલી રેખામાં દેખાતી હોઈ પહોળું અને પાતળું આર્કિટેક્ચર નિર્માણ કરે છે. આડી ઈન્સ્ટ્રુમેટ પેનલની સપાટ અને અવરોધ વિનાની ડિઝાઈન જેવી ઘણી બધી બહેતરીઓએ કારની અંદરથી વિઝિબિલિટી નોંધપાત્ર રીતે સુધારી છે અને ભારતમાં વિવિધ ડ્રાઈવિંગની સ્થિતિઓ પ્રત્યે અનુકૂલનતા વધારી છે. ઉપરાંત રિફાઈન્ડ ડિઝાઈન તત્ત્વો ઈન્ટીરિયરની જગ્યામાં પ્રીમિયમ અને સંરક્ષિત મહેસૂસ કરવાનું વધુ બહેતર બનાવવા માટે સમાવવામાં આવ્યાં છે.
- પ્રીમિયમ બીજ અને બ્લેક ટુ-ટોમ કલર કોઓર્ડિનેટેડ ઈન્ટીરિયર્સ.
- અજોડ ઈન્સ્ટ્રુમેન્ટ પેનલ ડેકોરેશન.
- સર્વ સીટ હેડરેસ્ટ સાથે મોકળાશભરી કેબિન (સેગમેન્ટમાં પ્રથમ).
- પેડલ શિફ્ટ સાથે સેગમેન્ટમાં પ્રથમ સીવીટી.
- પાછળના પ્રવાસીઓ માટે બહેતર શોલ્ડર અને હેડરૂમ.
- ફ્લોટિંગ 20.32 cm (8 ઈંચ) એડવાન્સ્ડ HD ડિસ્પ્લે ઓડિયો.
- 17.2 cm (7 ઈંચ) HD ફુલ કલર TFT મિડ મીટર,
- વાયરલેસ કનેક્ટિવિટી- એપ્પલ કારપ્લે™ અને એન્ડ્રોઈડ ઓટો™
- વાયરલેસ સ્માર્ટફોન ચાર્જર્ર.
- વન ટચ પુશ બટન સ્ટાર્ટ / સ્ટોપ
- મલ્ટી-ફંકશન ડ્રાઈવર ઈન્ફોર્મેશન ઈન્ટરફેસ.
- PM 2.5 કેબિન એર પ્યુરિફાઈંગ ફિલ્ટર (સેગમેન્ટમાં ઉત્તમ).
- મેક્સ કૂલ રિયર એસી વેન્ટ્સ સાથે ફુલ્લી ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ.
- કી ફોબ થકી રિમોટ એન્જિન સ્ટાર્ટ (સેગમેન્ટમાં પ્રથમ).
- વોક અવે ઓટો લોક.
- આગળ અને પાછળના દરવાજે સ્માર્ટ કેબિન સ્ટોરેજ, સેન્ટર કોન્સોલ અને સીટ બેક પોકેટ.
- કપ હોલ્ડર્સ સાથે રિયર આર્મરેસ્ટ.
- કક્ષામાં અવ્વલ પરફોર્મન્સ
એન્જોય ધ ડ્રાઈવની હોંડાની વૈશ્વિક દિશા સાથે સુમેળ સાધતાં સંપૂર્ણ નવી અમેઝ એશિયન પ્રદેશમાં સામાન્ય એવી રસ્તાની સ્થિતિ, લાક્ષણિકતાઓ અને સંજોગો અપનાવવા કમ્ફર્ટ- સંતુલિત લક્ષ્યનો પરફોર્મન્સ હાંસલ કરવા માટે પણ વિકસાવવામાં આવી છે. ગતિશીલ કામગીરીની સંકલ્પના સેડાનની ઓળખમાં બંધબેસે તે રીતે ઘડવામાં આવી છે, જે ઉત્તમ હેન્ડલિંગ, સ્ટેબિલિટી, કમ્ફર્ટેબલ રાઈડ અને સ્થિરતા પૂરી પાડે છે. E20 કોમ્પ્લાયન્ટ 1.2L 4 સિલિંડર i-VTEC SOHC પેટ્રોલ એન્જિન દ્વારા પાવર્ડ સંપૂર્ણ નવી અમેઝ CVT અને 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન વિકલ્પો સાથે ઉપલબ્ધ છે. કોઈ પણ વિકલ્પ સાથે ઉત્તમ સંતુલિત એન્જિન ઉચ્ચ ઈંધણ કાર્યક્ષમતા અને ઉત્કૃષ્ટ ડ્રાઈવિંગ પરફોર્મન્સ પ્રદાન કરે છે. નવું ફ્યુઅલ ઈન્જેકશન -ECU વાહન સાથે એન્જિનને સમન્વય સાધવા અને હોંડાની સેન્સિંગ ટેકનોલોજીઓને નિયંત્રણમાં રાખવા અભિમુખ બનાવે છે. એન્જિન ટ્રાન્સમિશન પાવર Fuel efficiency as per test data*
ટોર્ક
1.2L i-VTEC CVT 66 kW[90 PS] @ 6 000 rpm 110 Nm @ 4800 rpm CVT – 19.46 km/l 5MT 5MT – 18.65 km/l
*ઈંધણ કાર્યક્ષમતા સીએમવીઆર 1989ના નિયમ 115 હેઠળ આઈસીએટી દ્વારા પ્રમાણિત અનુસાર બે ડેસિમલ જગ્યાએ રાઉન્ડેડ ઓફફ કરાયા છે. ચેસિસ મેકફર્સન સ્ટ્રુટ ફ્રન્ટ સસ્પેન્શન અને હાઈ- ટોર્સનલ રિજિડિટી અને લાઈટ વેઈટ ટોર્સન બીમ રિયર સસ્પેન્શન સાથે સુસજ્જ હોઈ બહેતર આરામ અને સ્થિરતા પૂરી પાડવા માટે ઘડવામાં આવ્યું છે. એડવાન્સ્ડ બ્રેકિંગ સિસ્ટમ્સ અને પ્રિસાઈઝ ઈપીએસ (ઈલેક્ટ્રિક પાવર સ્ટીયરિંગ) સાથે એકત્રિત અમેઝ ઉત્તમ નિયંત્રણક્ષમતા, સ્ટીયરિંગ અને મેનુવરેબિલિટી પ્રદાન કરે છે. એર કંડિશન સિસ્ટમ મોટી બ્લોઅર મોટરનો ઉપયોગ કરીને અને રિયર એસી વેન્ટ્સ લાગુ કરીને ઝડપી કેબિન કૂલિંગ કામગીરીની ખાતરી રાખે છે (આગળની સીટ માટે 5 ટકા ઝડપી અને પાછળની સીટ માટે 45 ટકા ઝડપી), જે ખાસ કરીને ભાવે ટ્રાફિકની ગીચતા હોય અને ઉચ્ચ તાપમાનના વાતાવરણ દરમિયાન પાછળના પ્રવાસીઓને ખાસ આરામ આપે છે. સંપૂર્ણ નવી અમેઝમાં બહેતર NVH (નોઈઝ, વાઈબ્રેશન અને હાર્શનેસ) પરફોર્મન્સ સાથે એન્જિનનો અવાજ અને રસ્તાનો અવાજ અને સાઉન્ડપ્રૂફિંગ અવાજનો ઘટાડો સંતુલિત થાય, વાઈબ્રેશન ટ્રાન્સફર ઓછામાં ઓછું થાય અને વધુ આરામદાયક રાઈડ પૂરી પાડે તે માટે સુધારવામાં આવ્યું છે.
- કક્ષામાં ઉત્તમ કનેક્ટિવિટી
સંપૂર્ણ નવી અમેઝની વિશિષ્ટતાઓમાં હોંડા કનેક્ટ સાથે ઈન્ટેલિજન્ટ ટેલિમેટિક્સ ટેકનોલોજી છે, જે 37+ અત્યંત ઉપયોગી વિશિષ્ટતાઓ પ્રદાન કરે છે અને ઉદ્યોગના અવ્વલ 5 વર્ષની કોમ્પ્લિમેન્ટરી સબ્સ્ક્રિપ્શન સાથે આવે છે. હોંડા કનેક્ટ સ્માર્ટ વોચ ડિવાઈસીસ (એપ્પલ વોચ OS 4 થી વધુ અને એન્ડ્રોઈડ વેર OS 2.0 અને વધુ) અને એલેક્સા રિમોટ ક્ષમતા સાથે આવે છે. સુરક્ષા અને સલામતીની વિશિષ્ટતાઓ
- કારનું લોકેશન
- જિયો- ફેન્સ એલર્ટ
- ઓટો ક્રેશ નોટિફિકેશન
- ડ્રાઈવ વ્યુ રેકોર્ડર*
- ચોરાયેલા વાહનનું ટ્રેકિંગ
- કોન્ટેક્સ્યુઅલ સ્પીડિંગ એલર્ટ
- અનધિકૃત એક્સેસ એલર્ટ અને ઘણું બધું
મનની શાંતિ આપતી વિશિષ્ટતાઓ
- સર્વિસ શિડ્યુલર
- ટો અવે અલર્ટ
- આરએસએ વિનંતી અને ટ્રેકિંગ
- પેમેન્ટ ગેટવે
- ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (ટીપીએમએસ)*
- ફ્યુઅલ પે અને ઘણું બધું
સુવિધાજનક વિશિષ્ટતાઓ
- ફાઈન્ડ માય કાર
- ડિજિટલ પિક એન્ડ ડ્રોપ
- હોંડા કનેક્ટ વિજેટ
- ટ્રિપ ડાયરી
- રિમોટ ઓપરેશન્સ
- કાર ડેશબોર્ડ
- શેર કાર લોકેશન
- ફ્રી સર્વિસ કુપન રિડેમ્પશન અને ઘણું બધું
*ગ્રાહકોએ આ વિશિષ્ટતાઓનો ઉપયોગ કરવા માટે એસેસરીઝની હોંડાની લાઈન-અપમાંથી TPMS અથવા/ અને DVR ખરીદી કરવાનું આવશ્યક છે.
- કક્ષામાં અવ્વલ સુરક્ષા
2050 સુધી હોંડાનાં વાહનોને સાંકળતાં ઝીરો જીવલેણ માર્ગ અકસ્માત હાંસલ કરવાના હોંડાના વૈશ્વિક ધ્યેયની રેખામાં સંપૂર્ણ નવી હોંડા અમેઝે હોંડાનાં વૈશ્વિક સુરક્ષાનાં ધોરણોને સમાવીને 28+ આધુનિક એક્ટિવ અને પેસિવ ફીચર્સ ઓફર કરે છે. હોંડા સેન્સિગુંન સેગમેન્ટમાં પ્રથમ એપ્લિકેશન- એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ (એડીએએસ) ટેકનોલોજીઝ દિવસ અને રાતના સમયે રસ્તાની રેખાઓ, રસ્તાની સીમાઓ (જેમ કે, કર્બ્સ વગેરે) ઓળખવા અને અન્ય ચીજો (જેમ કે, આગળ જતી મોટરસાઈકલો, બાઈસિકલો, પાદચારીઓ (વગેરે) શોધી કાઢવા માટે આગળનો રસ્તો સ્કેન કરવા દૂર સુધી પહોંચતી ડિટેકશન પ્રણાલી સાથે હાઈ પરફોર્મન્સ ફ્રન્ટ વાઈડ- વ્યુ કેમેરાનો ઉપયોગ કરે છે. આ પ્રણાલી ડ્રાઈવરને દુર્ઘટનાઓનું જોખમ ઓછામાં ઓછું કરવા સતર્ક કરે છે અને અમુક કિસ્સામાં અથડામણની તીવ્રતા ટાળવા અથવા ઓછી કરવા મધ્યસ્થી પણ કરે છે. કોલિઝન મિટિગેશન બ્રેકિંગ સિસ્ટમ (સીએમબીએસ), એડપ્ટિવ ક્રુઝ કંટ્રોલ (એસીસી), રોડ ડિપાર્ચર મિટિગેશન (આરડીએમ), લેન કીપિંગ આસિસ્ટ સિસ્ટમ (એલકેએએસ), લીડ કાર ડિપાર્ચર નોટિફિકેશન (એલસીડીએન) અને ઓટો હાઈ- બીમ (એએચબી) હોંડા સેન્સિંગના સિગ્નેચર ફીચર્સ છે. સંપૂર્ણ નવી અમેઝના એક્ટિવ અને પેસિવ સેફ્ટી ફીચર્સ અને ટેકનોલોજીઝની સંપૂર્ણ શ્રેણીની રૂપરેખાઃ
સર્વ ગ્રેડ્સમાં સ્ટાન્ડર્ડ
45% હાઈ ટેન્સિલ સ્ટીલ યુસેજ સાથે એડવાન્સ્ડ કોમ્પેટિબિલિટી એન્જિનિયરિંગ (ACE TM ) બોડી સ્ટ્રક્ચર.
6 એરબેગ્સ (ડ્યુઅલ ફ્રન્ટ i-SRS, ફ્રન્ટ સીટ્સ i-Side અને સાઈડ કર્ટન)
3-પોઈન્ટ ઈમરજન્સી લોકિંગ રિટ્રેક્ટર (ELR) સીટબેલ્ટ્સ અને સર્વ 5 સીટ માટે સીટબેલ્ટ રિમાઈન્ડર.
ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી અને ટ્રેકશન કંટ્રોલ સાથે વેહિકલ સ્ટેબિલિટી આસિસ્ટ (VSA).
હિલ સ્ટાર્ટ આસિસ્ટ (HSA) ઈલેક્ટ્રોનિક બ્રેક ડિસ્ટ્રિબ્યુશન (EBD) સાથે એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS).
બ્રેક આસિસ્ટ (BA)
ઈમરજન્સી સ્ટોપ સિગ્નલ (ESS)
લોઅર એન્કરેજ અને ટોપ તિથર સાથે ISOFIX કોમ્પેટિબલ રિયર સાઈડ સીટ્સ.
રિયર પાર્કિંગ સેન્સર્સ.
સર્વ 5 સીટ્સ માટે હેડ રિસ્ટ્રેન્ટ્સ.
પાદચારી ઈજા નાબૂદી ટેકનોલોજી અને ઘણું બધું.
સુરક્ષાની મહત્ત્વપૂર્ણ વિશિષ્ટતાઓઃ
હોંડા સેન્સિંગ- ઈન્ટેલિજન્સ એડીએએસ ટેકનોલોજી
લેન વોચ™ કેમેરા (સેગમેન્ટમાં પ્રથમ).
ગાઈડલાઈન્સ સાથે મલ્ટી- એન્ગલ રિયર કેમેરા.
વાઈપર્સ સાથે હેડલાઈટ ઈન્ટીગ્રેશન અને ઘણું બધું.
- ગ્રેડ અને કલર
સંપૂર્ણ નવી ત્રીજી પેઢીની અમેઝ મેન્યુઅલ ટ્રાન્સમિશન અને CVT સાથે V, VX અને ZX એમ 3 ફીચર સમૃદ્ધ ટ્રિમ લેવલ્સમાં ઉપલબ્ધ છે. એક્સટીરિયર કલર લાઈનઅપમાં 6 રંગોનો સમાવેશ થાય છે- ઓબ્સિડિયન બ્લુ પર્લ (ન્યૂ), રેડિયન્ટ રેડ મેટાલિક, પ્લેટિનમ વ્હાઈટ પર્લ, ગોલ્ડન બ્રાઉન મેટાલિક, મીટિયોરોઈડ ગ્રે મેટાલિક અને લુનાર સિલ્વર મેટાલિક. - કક્ષામાં અવ્વલ એસેસરીઝ સંપૂર્ણ નવી અમેઝ એસેસરીઝની વ્યાપક લાઈન-અપ સાથે આવે છે. ગ્રાહકો ઉચ્ચ મૂલ્યની એસેસરીઝ ખરીદી શકે છે, જેમ કે, રિધમિક એમ્બિયન્ટ લાઈટ (7 રંગ), બીજ અને બ્લેક વિકલ્પોમાં મસાજર સાથે વેન્ટિલેટેડ સીટ ટોપ કવર, ફ્રન્ટ પાર્કિંગ સેન્સર, H- કનેક્ટ સાથે લિંક્ડ LED, DVR અને TPMS સાથે ટ્રંક સ્પોઈલર, ડયુઅલ ચાર્જર A & C ટાઈપ વગેરે અમારી સર્વ ડીલરશિપ્સ ખાતે મળી રહેશે. ઉપરાંત ગ્રાહકોને તેમની ઈચ્છિત પસંદગી પૂરી પાડવા માટે 2 આકર્ષક પેકેજીસ રજૂ કરવામાં આવ્યાં છે, જેમાં સિગ્નેચર પેકેજમાં ક્રોમ ગાર્નિશીઝ સાથે પ્રીમિયમ એક્સટીરિયર એપિયરન્સ પૂરું પડાય છે, જ્યારે યુટિલિટી પેકેજમાં બહેતર રક્ષણ પૂરું પાડવામાં આવે છે. એકંદરે અમેઝ ઓફરમાં 38+ એસેસરી આઈટમો ધરાવશે.
- કક્ષામાં અવ્વલ વીમો સંપૂર્ણ નવી હોંડા અમેઝ ગ્રાહકોને સ્ટાન્ડર્ડ લાભ તરીકે અમર્યાદિત કિલોમીટર્સ વોરન્ટીનાં 3 વર્ષ સુધી મનની સંપૂર્ણ શાંતિ આપશે. ગ્રાહકો ઉદ્યોગમાં ઉત્તમ અમર્યાદિત કિલોમીટર માટે 7 વર્ષ સુધી વિસ્તારિત વોરન્ટી, 10 વર્ષ સુધી એનીટાઈમ વોર્ટી અને કારની ખરીદીની તારીખથી રોડ સાઈડ આસિસ્ટન્સ પણ અપનાવી શકે છે.
હોંડા કાર્સ ઈન્ડિયા લિ. વિશે હોંડા કાર્સ ઈન્ડિયા લિ. (એચસીઆઈએલ) ભારતમાં પ્રીમિયમ કાર્સની અગ્રણી ઉત્પાદક છે, જેની સ્થાપના ભારતીય ગ્રાહકોને હોંડાની પ્રવાસી કારના મોડેલો અને ટેકનોલોજીઓ પૂરી પાડવાની કટિબદ્ધતા સાથે ડિસેમ્બર 1995માં કરવામાં આવી હતી. એચસીઆઈએલની કોર્પોરેટ ઓફિસ ગ્રેટર નોઈડા, યુપીમાં સ્થિત છે અને તેનું અત્યાધુનિક ઉત્પાદન એકમ તાપુકારા, ડિસ્ટ્રિક્ટ અલ્વાર, રાજસ્થાનમાં સ્થિત છે.
હોંડાનાં મોડેલો ટકાઉપણું, વિશ્વસનીયતા, સુરક્ષા અને ઈંધણ કાર્યક્ષમતાના તેમના સ્થાપિત ગુણો ઉપરાંત આધુનિક ડિઝાઈન અને ટેકનોલોજી સાથે મજબૂત રીતે સંકળાયેલાં છે. કંપની દેશભરમાં મજબૂત વેચાણ અને વિતરણ નેટવર્ક ધરાવે છે. નવી કારના વેપાર ઉપરાંત હોંડા તેની વેપાર કામગીરી હોંડા ઓટો ટેરેસ થકી પૂર્વમાલિકીની કારની ખરીદી અને વેચાણ માટે એક છત હેઠળ સમાધાન પ્રદાન કરે છે. હોંડા સર્ટિફાઈડ પ્રી- ઓન્ડ કાર્સ ગુણવત્તા અને મનની શાંતિની બાંયધરી સાથે આવે છે, જે દેશભરમાં પ્રી-ઓન્ડ કાર ખરીદદારોની વિવિધ અને વધતી જરૂરતોને પહોંચી વળે છે.
#amazing #action #bharatmirror #bharatmirror21 #news #gujarat #hondaamaze #honda #amaze #india #bharat #ahmedabad