નીતા લીંબાચિયા, અમદાવાદ:
07 ડિસેમ્બર 2024:
ગુજરાત લોકસેવા ટ્રસ્ટે શનિવારે ‘લોકસેવા કા ઉત્સવ’ (જાહેર સેવાનો ઉત્સવ) ઉજવ્યો, ટ્રસ્ટના 34 વર્ષ પૂરા થયા છે, અને 35માં વર્ષમાં પ્રવેશ સાથે બલિદાન, સેવા અને કરુણા પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે.
આ મહત્વપૂર્ણ પ્રસંગને યાદગાર કરવા માટે ગુજરાત લોકસેવા ટ્રસ્ટે તેની નવી પહેલ ‘લોકસેવા કા ઉત્સવ'”નું અનાવરણ કર્યું, જેનો ઉદ્દેશ્ય વૃદ્ધાશ્રમોમાં વડીલોને વ્યક્તિગત સહાય પૂરી પાડી, તેમના સુવર્ણ વર્ષોમાં પ્રતિષ્ઠા અને આરામ સુનિશ્ચિત કરવાનો છે.
આ પ્રસંગે ટ્રસ્ટે સમગ્ર અમદાવાદમાંથી દિવ્યાંગો, વિધવા મહિલાઓ અને રમતવીરો સહિત 300 થી વધુ લાભાર્થીઓને આમંત્રિત કર્યા હતા. લાભાર્થીઓને ટ્રાઈસિકલ, સિલાઈ મશીન અને સ્પોર્ટ્સ કીટ આપવામાં આવી હતી, જે સશક્તિકરણ માટે ટ્રસ્ટની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
ગુજરાત લોકસેવા ટ્રસ્ટના ટ્રસ્ટી રોહન ગુપ્તાએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, “34 વર્ષની આ સફર કરુણા અને સેવાની શક્તિ દર્શાવે છે. અમે દર વર્ષે 20-25 હજાર લાભાર્થીઓની મદદ કરીએ છીએ. છેલ્લા બે વર્ષમાં અમે બે લાખથી વધુ લોકોને સરકારી યોજનાઓનો લાભ અપાવવામાં મદદ કરી છે. અમે અમારા 35માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છીએ, ત્યારે અમારી સંસ્થા અર્થપૂર્ણ પરિવર્તન માટે વૃદ્ધો, વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, વિધવા માતા-બહેનો અને વંચિતોના ઉત્થાન માટે પ્રયાસો કરવા વધુ કટિબદ્ધ છે.”
આ પ્રસંગે બોલતા કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, “ગુજરાત લોકસેવા ટ્રસ્ટ તેના 35માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે હું ટ્રસ્ટીઓને તેમના ઉમદા અને નિઃસ્વાર્થ પ્રયાસો માટે હૃદયપૂર્વક અભિનંદન આપું છું. હું આજે અહીં આ સંસ્થા દ્વારા કરવામાં આવી રહેલા નોંધપાત્ર કાર્યની પ્રશંસા કરવા આવ્યો છું. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે, બીજાની સેવા કરવા માટે પોતાની જાતને હંમેશા આગળ રાખવી જોઇએ. આ ટ્રસ્ટ સેવા અને કરુણાની આ ભાવનાનું ઉદાહરણ આપે છે.”
તેમણે ભારતીય બંધારણનો મુસદ્દો ઘડનાર સમિતિ દ્વારા કલ્પવામાં આવેલ જન કલ્યાણ માટે કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે વર્ષ 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારથી સરકારે નાગરિકોને આવાસ, ખોરાક, આરોગ્યસંભાળ અને શિક્ષણ જેવી પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે અનેક પગલાં લીધા છે.
તેમણે કહ્યું કે “આ પ્રયાસોને કારણે જ છેલ્લા દસ વર્ષમાં 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવ્યા છીએ. જો કે, હું દ્રઢપણે માનું છું કે સરકાર એકલાહાથે આ હાંસલ કરી શકશે નહીં. ઘણા ટ્રસ્ટો અને વ્યક્તિઓએ તેને સાકાર કરવામાં ફાળો આપ્યો છે. ”
કેન્દ્રીય ગૃહમંત્રીએ રક્તદાન, ટ્રસ્ટ સંચાલીત આરોગ્યસંભાળ, અંગદાન અને નેત્રદાનમાં ગુજરાતના નેતૃત્વને ઉજાગર કરીને સેવાના મૂલ્યોની પણ પ્રસંશા કરી હતી.
તેમણે કહ્યું હતું કે, “ગુજરાત સેવા અને પરોપકારના મૂલ્યોથી રાષ્ટ્રને પ્રેરણા આપતું રહેશે. ગુજરાત લોકસેવા ટ્રસ્ટ જેવી સંસ્થાઓ કલ્યાણકારી રાજ્યના નિર્માણમાં મહત્ત્વપૂર્ણ છે.”
આ માઈલસ્ટોન ઈવેન્ટમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સામેલ થયા હતા.
ગુજરાત લોકસેવા ટ્રસ્ટના ટ્રસ્ટી રોહન ગુપ્તાએ જણાવ્યું હતું કે, “34 વર્ષની આ સફર કરુણા અને સેવાની શક્તિને દર્શાવે છે. અમે અમારા 35માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છીએ, ત્યારે અર્થપૂર્ણ પરિવર્તન સાથે વૃધ્ધો, વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, વિધવા અને વંચિતોના ઉત્થાન માટેના અમારા પ્રયાસો ચાલુ રાખવા માટે વધુ કટિબદ્ધ છીએ.”
રાજકુમાર ગુપ્તા અને સુરેખા ગુપ્તા દ્વારા 1990 માં સ્થપાયેલ ગુજરાત લોકસેવા ટ્રસ્ટ જરૂરિયાતમંદોને સહાય પૂરી પાડવા માટે નિઃસ્વાર્થપણે કાર્ય કરે છે. ટ્રસ્ટે 5 લાખથી વધુ લોકોને શિષ્યવૃત્તિ, દિવ્યાંગોને ટ્રાઇસિકલ, વ્હીલચેર અને અન્ય સાધનો પૂરા પાડી, ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરી, તબીબી સહાય પૂરી પાડવા સહિતના વિવિધ માધ્યમો દ્વારા મદદ કરી છે. વધુમાં, ટ્રસ્ટ સરકાર અને લાભાર્થીઓ વચ્ચે સેતુ તરીકે કામ કરીને વિવિધ સરકારી યોજનાઓના લાભો મેળવવામાં વંચિત સમુદાયોની મદદ કરે છે.
સોશિયલ મીડિયા અને અન્ય ચેનલોના માધ્યમ દ્વારા ટ્રસ્ટ તેની સેવાઓ સાથે લાખો લોકો સુધી પહોંચ્યું છે. આ પહેલથી અન્ય લોકોને પણ ટ્રસ્ટ સાથે જોડાવા અને તેના ઉમદા હેતુઓને સમર્થન આપવા પ્રોત્સાહિત કર્યા છે.
ટ્રસ્ટ તેના 35માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે ટ્રસ્ટે બાળકોને મફત શિક્ષણ આપવા માટે એક કેમ્પસ, જરૂરિયાતમંદોને મફત આરોગ્યસંભાળ સેવાઓ પ્રદાન કરતી હોસ્પિટલ, વૃદ્ધો માટે વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ અને વંચિતોને આત્મનિર્ભર બનવા માટે રોજગાર તાલીમ કેન્દ્ર સ્થાપવાનો સંકલ્પ કર્યો છે.
ટ્રસ્ટ એ માત્ર માનવતાની સેવાનું પ્રતીક જ નથી પરંતુ વંચિતો માટે આશાનું કિરણ પણ છે. રોહન ગુપ્તા અને અર્પણ ગુપ્તાના સક્ષમ નેતૃત્વ હેઠળ, ટ્રસ્ટ તેની પ્રવૃત્તિઓને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે.
#bharatmirror #bharatmirror21 #news #amitshah #swamivivekanand #narendramodi #gujaratloksevatrust #divyang #loksevakautsav #lokseva #widowswomen #athletes #gandhinagar #ahmedabad