GCCI સ્ટાર્ટઅપ કમિટી દ્વારા બિઝનેસ વુમન કમિટી અને યુથ કમિટી સાથે “પાવર ઓફ કોમ્યુનિકેશન ફોર સ્ટાર્ટઅપ” પર એક માસ્ટર ક્લાસ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે પ્રો. મનીષા પાઠક શેલત, પ્રોફેસર, Ph.D, કોમ્યુનિકેશન એન્ડ ડિજિટલ પ્લેટફોર્મ્સ એન્ડ સ્ટ્રેટેજીસ, MICA, ઇન્ડિયા ઉપસ્થિત રહ્યા હતા.
નીતા લીંબાચિયા, અમદાવાદ:
21 ડિસેમ્બર 2024:
GCCI પ્રમુખ શ્રી સંદીપ એન્જીનીઅરે સહભાગીઓને આવકાર્યા હતા. તેઓએ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત પ્રો. મનીષા પાઠક શેલતની હાજરી બદલ તેઓનો આભાર માન્યો હતો. તેમણે સ્ટાર્ટઅપ એકમો માટે ના વિવિધ આગવા પડકારો વિષે વાત કરી હતી અને ઉમેર્યું હતું કે સ્ટાર્ટઅપ એકમ એક શરૂઆત હોય છે અને આવા એકમોએ હજુ તેઓની બ્રાન્ડ ઈમેજ અને વિશ્વસનીયતા સ્થાપિત કરવાની હોય છે. તેઓએ આવા સ્ટાર્ટઅપ એકમો માટે સરકારશ્રી, અન્ય સ્ટેકહોલ્ડર્સ તેમજ જાહેર જનતાની માધ્યમ પોતાની આગવી બ્રાન્ડ ઇમેજ સ્થાપિત કરવા માટે અસરકારક કોમ્યુનિકેશનની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો તેમજ ઉમેર્યું હતું કે ખાસતો વર્તમાન સોશિયલ-મીડિયા ના જમાનામાં અસરકારક સંદેશાવ્યવહાર ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ પ્રસંગે “થીમ એડ્રેસ” આપતાં, GCCI સ્ટાર્ટઅપ કમિટીના ચેરમેન શ્રી પ્રિયંક શાહે જણાવ્યું હતું કે અસરકારક કોમ્યુનિકેશન તે આપણા તમામ પ્રયાસો માં સફળતાની ચાવી સમાન છે. તેમણે પ્રો. મનીષા પાઠક શેલતની હાજરીની ખાસ નોંધ લીધી હતી અને ઉમેર્યું હતું કે તેઓ અસરકારક કોમ્યુનિકેશન તેમજ બ્રાન્ડ્સ માટે વ્યૂહરચના તૈયાર કરવા બાબતે એક ખુબ જ સફળ ટ્રેનર છે.
પ્રો. મનીષા પાઠકની ખાસ ઉપલબ્ધી વિશે વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે “એક વિચારને કેવી રીતે અસરકારક પ્રોડક્ટમાં અને એક પ્રોડક્ટને કેવી રીતે સફળ બ્રાન્ડમાં પરિવર્તિત કરવી” તે પ્રો. મનીષા પાઠકની ખાસ લાક્ષણિકતા છે. તેઓએ પ્રોફ.મનીષા પાઠકના અનેકવિધ લેખ તેમજ તેઓએ મેળવેલ વિવિધ પ્રતિષ્ઠિત પુરસ્કાર વિશે વાત કરી હતી.

આ પ્રસંગે સંબોધન કરતાં, પ્રો. મનીષા પાઠક શેલતે ભાર મુક્યો હતો કે દરેક સંદેશા વ્યવહાર નો અંતિમ ધ્યેય તેના નિશ્ચિત પ્રેક્ષકો સુધી પહોંચવાનો અને તેમને જે તે વિષય બાબતે આપણી સાથે સહમત કરવાનો તેમજ તે થકી વ્યૂહાત્મક પરિણામો પ્રાપ્ત કરવાનો હોય છે. પ્રભાવશાળી કોમ્યુનિકેશન આજના ખુબ જ સ્પર્ધાત્મક બજારમાં આપણી જગ્યા સુનિશ્ચિત કરવા ખૂબ મદદરૂપ સાબિત થાય છે.
તેઓએ ઉલ્લેખ કર્યો કે સોશિયલ મીડિયા એ માત્ર એક પ્રસારણ સાધન નથી તેમજ આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સ બાબતે થયેલ પ્રગતિને પણ આપણે નજર અંદાજ કરીએ તે પોસાય તેમ નથી. સંદેશા વ્યવહાર દ્વારા પ્રેક્ષકો સાથેનું જોડાણ સર્વોપરી છે.

તેઓએ અસરકારક સંચાર ના ત્રણ ઘટકોનો ઉલ્લેખ કરતા એરિસ્ટોટલ ના વિચારો પ્રસ્તુત કરતા “ઇથોસ, પેથોસ અને લોગોસ” ની વાત કરી હતી તેમજ આપણા ઇચ્છિત મિશન સાથે ગ્રાહકોને જોડવા તેઓને સમજાવવાની, તેઓનો વિશ્વાસ સંપાદન કરવાની તેમજ આપણા ઉત્પાદનો વિશે તેઓનો ઉત્સાહ વધારવા ની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આ વિષય પર આયોજિત પ્રશ્નોતરી સત્ર પણ ખુબ જ ઉપયોગી રહ્યું હતું.
ચેરમેન, સ્ટાર્ટઅપ કમિટી શ્રી પ્રિયંકભાઈ શાહ દ્વારા આભાર વિધિ બાદ માસ્ટર ક્લાસ પૂર્ણ થયો હતો.
#bharatmirror #bharatmirror21 #news #gcci #startupcommittee #businesswomen #committeeyouth #masterclass #gandhinagar #committeepowerofvommunicationforstartups #ahmedabad
