GCCI તેમજ ઇન્ડિયન લોયર્સ એસોસિએશન (ILA) એ, તારીખ 30મી નવેમ્બર 2024 ના રોજ સંયુક્ત રીતે ILAની છઠ્ઠી વાર્ષિક કોન્ફરન્સતેમજ વિવિધ કાયદાકીય વિષયો પર પેનલ ચર્ચાનું આયોજન કર્યું હતું..
નીતા લીંબાચિયા, અમદાવાદ:
01 ડિસેમ્બર 2024:
આ પ્રસંગે આવકાર પ્રવચન કરતાં GCCI ની IPR કમિટીના ચેરમેન શ્રી આયુષ મોદીએ ઉપસ્થિત GCCI ના પદાધિકારીઓ, અન્ય મહેમાનશ્રીઓતેમજ પ્રતિષ્ઠિત વક્તાઓનું સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે ઉદબોધન કરતાં GCCI ના પ્રમુખશ્રી સંદીપ એન્જિનિયરે આ મહત્વપૂર્ણ કાર્યક્રમના આયોજન માટે GCCI IPR કમિટીના ચેરમેન શ્રીઆયુષ મોદી તેમજ GCCI ADRC કમિટીના ચેરમેન શ્રી મિતુલ શેલતને તેઓના પ્રયત્નો માટે અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કેમાનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની આપણા દેશને વર્ષ 2047 સુધીમાં “વિકસિત ભારત” બનાવવાના સંદર્ભમાં આ કાર્યક્રમનું આયોજનસાચેજ મહત્વપૂર્ણ છે કારણ કે કાર્યક્રમનો એક વિષય વર્ષ 2047 સુધીમાં “વિકસિત ભારત” પર ચર્ચા અંગેનો પણ છે.
તેઓએ ઉપસ્થિત નામાંકિતવક્તાઓની નોંધ લેતાં જણાવ્યું હતું કે તેઓ દ્વારા પ્રાપ્ત માર્ગદર્શન તેમજ પ્રોત્સાહન કાર્યક્રમના બધા સહભાગીઓ માટે ખુબ જ ઉપયોગી સાબિતથશે. તેઓએ જ્યારે આપણો દેશ એક વિકસિત દેશ બનવા અગ્રેસર થઈ રહેલ છે ત્યારે લીટીગેશન, આર્બિટ્રેશન તેમજ ડિસ્પ્યુટ રિસોલ્યુશન બાબતેઆપણે વધુ આધુનિક પદ્ધતિઓ વિશે જાણીએ તેમજ તેને અપનાવીએ તે જરૂરી છે.
તેઓએ ILACON-2024 ની સફળતા માટે શુભેચ્છા પાઠવીહતી તેમજ આ મહત્વપૂર્ણ પ્રસંગના આયોજનમાં GCCI ના સહયોગની ખાસ નોંધ લીધી હતી.આ પ્રસંગે આયોજિત પ્રથમ પ્લેનરી સેશનનું સંચાલન શ્રી આનંદદય મિશ્રાએ કર્યું હતું તેમજ સેશનના વિવિધ વક્તાઓમાં શ્રી અર્જુન શેઠ, શ્રી કિરાટદામાણી, શ્રી મોનાર્ક ગેહલોત, શ્રી વિશાલ ગાંધી, ડો. વેંકટ રેડી, શ્રી પ્રતુલ શ્રોફ તેમજ ડો. બશીર અહમદ ખાનનો સમાવેશ થતો હતો. ઉપસ્થિતવક્તાઓ તેમજ સેશનના સહભાગીઓએ આપણા ભારત દેશને વર્ષ 2047 સુધીમાં એક “વિકસિત દેશ” કેવી રીતે બનાવી શકાય તે વિષય પર વિસ્તૃતચર્ચા કરી હતી.
આ પ્રસંગે આયોજિત દ્વિતીય સેશનનું સંચાલન શ્રી જૈમિન દવે દ્વારા કરવામાં આવ્યું હતું અને વિવિધ વક્તાઓમાં શ્રી ધર્માંગ બક્ષી, શ્રી દિગંતપોપટ, શ્રી આશિષ ઝા, સુશ્રી અનીશા કપૂર તેમજ શ્રી રવિ શાહ નો સમાવેશ થતો હતો. આ સેશનમાં ઉપસ્થિત વક્તાઓએ વિવિધ વ્યવસાયનાસંચાલકો સમક્ષ ઉભી થતી કાયદાકીય ગૂંચવણો તેમજ તેના ઉકેલ બાબતે પ્રેરણાદાયી માહિતી તેમજ વિસ્તૃત માર્ગદર્શન પુરા પાડ્યા હતા.ત્રીજા પ્લેનરી સેશનનું સંચાલન શ્રી આદિત્ય બી. મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત વક્તાઓમાં શ્રી ભરત રાયચંદાણી, શ્રી ભાવિકલાલન, શ્રી કુણાલ યાદવ, શ્રી પ્રકાશ ધોપાટકર, શ્રી વિનય રાઠી તેમજ શ્રી જયદીપ વર્માનો સમાવેશ થતો હતો. તેઓએ લિટિગેશન, આર્બિટ્રેશન અનેડિસ્પ્યુટ રિઝોલ્યુશન વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી
તેમજ વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.આ પ્રસંગે બે (02) બ્રેકઆઉટ સત્રોનું આયોજન કરવામા આવ્યું હતું જે નિષ્ણાંત વક્તાઓ દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા. સત્ર (1) રોજગાર અનેશ્રમ કાયદા જેમાં કુ. પૂજા મુરારકા અને શ્રી પ્રિયંક ઝવેરી અને સત્ર (2) બૌદ્ધિક સંપદા (IPR) નું સંચાલન સુશ્રી નમ્રતા ત્રિવેદીએ કર્યું હતું અનેપેનલના સભ્યો સુશ્રી પલ્લવી પરમાર, ડો. અનિરુદ્ધ બાબર અને શ્રી આનંદદય મિશ્રા હતા.શ્રી આદિત્ય મહેતા દ્વારા આભારવિધિ પછી સમગ્ર કાર્યક્રમ પૂર્ણ થયો હતો.
#bharatmirror #bharatmirror21 #news #gcci #indianlawyersassociation #ila #ilacon2024 #gandhinagar #ahmedabad